હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અકસ્માત દિવસેને દિવસ વધવાથી લોકોના ખૂબ મોટા પ્રમાણમાં મૃત્યુ થઈ રહ્યા છે. વ્યક્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનનો ઉપયોગ કરીને પોતાના કામો કરતા હોય છે ત્યારે રસ્તામાં ક્યારેક અવનવા અકસ્માતો સર્જાય છે. આ અણધાર્યા અકસ્માતને લીધે વ્યક્તિઓ મોતને પાત્ર બની જાય છે.
હાલ એક એવી જ ઘટના બનવા પામી છે જેમાં ગુજરાત રાજ્યના વડોદરા શહેરના પોર ગામ માં બની છે. આ ઘટનામાં એક વાહનમાં પરિવારના લોકો જાન ને લઈને જતા હતા. ત્યારે અચાનક જ વાહન પલટી ખાતા તેથી મોટા પ્રમાણમાં અકસ્માત સર્જાયો હતો. આ પોર ગામમાં રહેતા એક પરિવારના દીકરા ના લગ્ન રમણ ગામડી ગામે થયા હતા.
ત્યારે પરિવારના લોકોએ પોતાના ઘરે શુભ પ્રસંગ હોવાને કારણે ખુબ જ ખુશ હતા. પરંતુ યુવાનો સંબંધ રમણગામડીની યુવતી સાથે નક્કી કરલા હતા તેથી તેઓ લગ્ન કરવા માટે જતા હતા. તેને કારણે એક દિવસ યુવકના લગ્ન હોવાથી પરિવારના લોકો પોર ગામથી રમણ ગામડી તરફ અલગ અલગ રીતે ગાડીઓ અને છોટાહાથી અને પીકઅપ જેવા મોટા વાહનો લઇને જાન લઈને જતા હતા.
તે સમયે પૂર્વ ગામડાના જી.આઇ.ડી.સી પાસેથી પીકપ વાહન પસાર થયું હતું. આ પીક અપ માં ૨૦ જેટલા જાનૈયાઓ બેસેલા હતા અને ત્યાં બહાર ડ્રાઈવરને ઝડપથી ચલાવી રહ્યો હતો. પીકપ ડ્રાઇવર તે સમયે મોટો ઝડપથી વળાંક લીધો ત્યારે પીકપ વાનની પાછળની ટ્રોલી ઉછળીને પડી હતી તેને લીધે પાછળ ટ્રોલી છૂટી પડી ગઈ હતી.
અને તેમાં ૨૦ જાનૈયાઓ છાંયા રોડ ઉપર ફેંકાઈ ગયા હતા અને ખૂબ જ ખરાબ હાલતમાં તેમને ઈજા થઈ હતી. રોડ ઉપર પડવાથી બધા ગંભીર રીતે છોલાયા અને કોઈને માથાના ભાગે તો કોઈને પગમાં ફેક્ચર થઈ ગયું હતું અને લોકો ચીસેચીસો પાડી ગયા હતા. લોકોને હાહાકાર મચાવતા તેના આસપાસના લોકો આ ટ્રોલીને ઉંચી કરવા માટે દોડી ગયા હતા.
અને જાનૈયાઓ અકસ્માતને કારણે દર્દીને બેભાન હાલતમાં થઈ ગયા હતા અને તેઓ ખૂબ જ ગંભીર હાલતમાં અકસ્માતનો ભોગ બન્યા છે. તેને કારણે આજુબાજુ ઊભેલા લોકો તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા ને ઘરના બીજા વાહનમાં બેસેલા લોકોને જાણ કરવામાં આવી હતી.
ઘરના લોકોને ખબર પડતાંની સાથે જ પરિવારના બીજા સભ્યોએ આ પીકપ વાળા માણસની ફરિયાદ ત્યાં ના વરણામાં પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યાર બાદ તરત જ પોલીસે ઘટનાસ્થળે આવી ગઈ હતી અને આ પિકપ વાળા સામે તપાસ ચાલુ કરી હતી. આ ઘટના અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘણી બધી વાર વાહનચાલક ની એક સામાન્ય ભૂલ ઘણું મોટું પરિણામ આપી દેતી હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]