Breaking News

પીચકારીમાં ભરેલો કેમિકલવાળો પાક્કો કલર આંખમાં જતા જ મરચું ભર્યું હોઈ એવી બળતરા થવા લાગી, ડોકટરે ચેકિંગ બાદ કહ્યું એવું કે માં-બાપનો જીવ તાળવે ચોંટી ગયો..!

પહેલાના સમયમાં હોળીનો તહેવાર ખૂબ જ સરળ રીતે ઉજવાઈ રહ્યો હતો. સાદું પાણી આ ઉપરાંત કેશુડાના ફૂલનું પીળા રંગનું પાણી વાપરવામાં આવતું હતું. એ કોઈપણ રીતે નુકસાનકારક હતું નહીં, પરંતુ આજકાલના સમયમાં કેમિકલ વાળા પાકા કલર અને ગુલાલ બજારમાં વેચાવવા લાગ્યા છે..

અને આ કલરથી હોળી રમવાને કારણે ચામડીના રોગો થવાની ખૂબ જ મોટી શક્યતાઓ રહેલી છે, આ સાથે સાથે જોવા કેમિકલ વાલો કલર નાક, કાન, ગળું કે આંખમાં જતો રહેતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હોય છે. મોટાભાગે આવા પાકા કલરથી હોળી રમવાનું ટાળવું જોઈએ. છતાં પણ નાની ઉંમરના અણસમજુ બાળકો પિચકારીમાં કેમિકલ વાળો કલર ભરીને સોસાયટીની અંદર ધુળેટી રમી રહ્યા હતા..

ત્યારે એવી ઘટના બની ગઈ છે કે, જેને જાણીને મા-બાપનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ ઘટના પરિતા પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીમાં સવારના સમયે જ સૌ બાળકો પિચકારી પાણી અને કલર લઈને ધૂળેટી રમી રહ્યા હતા. એ વખતે અચાનક જ એક બાળકે તેને પિચકારીમાં પાકો કેમિકલ વાળો કલર ભરી દીધો અને ત્યારબાદ તેના મિત્રને આ કલરથી બગાડવા માટે જઈ રહ્યો હતો..

ત્યારે પિચકારીની ધાર અચાનક જ ઊંચી થઈ ગઈ અને આ બાળકની આંખમાં આ કેમિકલ વાળો કલર ચાલ્યો ગયો હતો, આંખમાં કલર પડતાની સાથે જ આંખમાં કોઈ વ્યક્તિએ મરચું ભભરાવી દીધું હોય તેવી બળતરાઓ તેને થવા લાગી હતી અને તે દોડતો દોડતો ઘરે પહોંચી ગયો અને તેના માતા-પિતાને જણાવ્યું કે, તેની આંખમાં ખૂબ જ બળતરા થઈ રહી છે..

તેના મિત્રએ પિચકારીની અંદર કલર ભરીને તેની આંખમાં નાખી દીધો છે. આ ઉપરાંત ત્યાં કેટલાક લોકો ખૂબ જ પાકો અને વધારે પડતા કેમિકલ વાળો સોનેરી કલર લઈને પણ એકબીજા વ્યક્તિને બગાડવા માટે આવી પહોંચ્યા હતા. આંખમાં કલર જતાની સાથે જ તરત જ આઠ વર્ષના દીકરાના માતા પિતાએ ચોખા પાણીથી તેની આંખને સાફ કરવાની કોશિશ કરી છતાં પણ તેની આંખમાં બળતરા ઓછી થઈ નહીં..

અને તેની આંખ એકદમ લાલ ટમાટર જેવી થઈ ગઈ હતી, તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલમાં પણ સારવાર માટે લઈ ગયા ત્યાં ડોક્ટરે ચેકિંગ કર્યા બાદ એવું જણાવ્યું કે, મા બાપનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ડોક્ટરએ ચેકિંગ કરતા તરત જ જણાવ્યું કે, તમારા દીકરાની આંખમાં ખૂબ જ વધારે પડતા કેમિકલ વાળો કલર ચાલ્યો ગયો છે..

અને આંખમાં ઉપરના ભાગે ઇન્ફેક્શન આવી ગયું હોવાને કારણે તેની આંખમાં ખૂબ જ ગંભીર સોજો થઈ ગયો છે, આ સાથે સાથે તેને એટલી બધી બળતરા થતી હશે કે વારંવાર આંખ ખંજવાળવાને કારણે આ ઇન્ફેક્શન અન્ય જગ્યાએ પણ ફેલાવવા લાગ્યું છે. આવી ઘટનાઓ બને ત્યારે તાત્કાલિક ધોરણે ઈલાજ કરાવી લેવો જોઈએ..

જો આવી ઘટના બની હોય અને ઈલાજ કરાવવામાં આવે નહીં તો આંખની રોશની ચાલી જવાનો પણ ભય રહે છે. ડોક્ટરના મોઢેથી આ શબ્દો સાંભળીને જ માતા પિતાનો જીવ તાળવે ચોંટી ગયો, પરંતુ ડોક્ટરે જણાવ્યું કે, તેમના દીકરાને આંખની સારવાર કરાવી પડશે અને ટૂંક સમયમાં જ તે સ્વસ્થ થઈ જશે હોળીના તહેવારમાં જુદી-જુદી ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે..

પાછળના ત્રણ દિવસની અંદર અંદર એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે, જેમાં હોળીમાં મન મૂકીને મસ્તી કરતી વખતે અચાનક જેવી ઘટના બની જતી હોય કે તહેવારની ખુશી મોતના માતમમાં પણ છવાઈ જાય છે. હાલ આ ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી ગયો છે અને સોસાયટી ની અંદર પાકા કલર લઈને હોળી રમતા દરેક બાળકો પાસેથી આ કલરને પરત ખેંચી લેવામાં આવ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *