Breaking News

પ્લાસ્ટિકમાંથી બનાવ્યું પેટ્રોલ, આ અનોખું પેટ્રોલ બાઈકમાં આપે છે 65 કિલોમીટરની એવરેજ, હવે મોંઘા પેટ્રોલને કરો પડતું અને સસ્તું અપનાવો..!

આજકાલ દરેક વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહન વ્યવહારની જરૂર પડતી હોય છે. વાહન વ્યવહાર પેટ્રોલ ડીઝલ કે સીએનજી વગર ચાલતું નથી. એટલા માટે પેટ્રોલ-ડીઝલએ દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલની પેદાશો મળી આવતી નથી..

એટલા માટે ભારતને અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે રોજ રોજ ના ભાવ વધી રહ્યા છે. એટલા માટે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાને ઉડવા લાગ્યા છે. ભારતના ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ સો રૂપિયાને પાર થયો છે. એટલા માટે સૌ કોઈ લોકો આ ભાવને લઇને ત્રાહિમામ પોકારી ગયા છે..

પરંતુ આ સિવાય લોકો પાસે કોઈ ઓપ્શન ન હોવાને કારણે ભારે મૂંઝવણમાં મુકાયા છે. પરંતુ હવે મુંજાવાની કોઈ જરૂર નથી. કારણ કે વડોદરાની રેલવે યુનિવર્સિટીએ એક એવું અનોખું પેટ્રોલ બનાવ્યું છે કે જે અસલી પેટ્રોલને પણ ટક્કર મારી રહ્યું છે. વડોદરાની રેલવે યુનિવર્સિટીમાં પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ ડીઝલ કેરોસીન અને ગેસ બનાવવાના પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે..

આ પ્લાન્ટ બનાવ્યાએ પહેલા રિસર્ચ કરીને લેબોરેટરીમાં અન્ય જુદા જુદા પેટ્રોલિયમ પ્રોડક્ટ બનાવવામાં આવ્યા હતા. તેમજ તેનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. આ અનોખા પેટ્રોલનું ટેસ્ટીંગ જ્યારે બાઈકની અંદર કરવામાં આવ્યુ ત્યારે બાઇક આ પેટ્રોલની મદદથી ૬૫ કિલોમીટરની એવરેજ આપતી હતી..

એટલે કે આ પેટ્રોલ ખૂબ જ સારી ગુણવત્તાનું જણાય છે. પેટ્રોલના ભાવ દિનપ્રતિદિન વધવાને કારણે રેલવે યુનિવર્સિટીના રિસર્ચ કરનાર લોકોને સસ્તુ પેટ્રોલ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ ઉપરાંત દિનપ્રતિદિન પ્લાસ્ટિકનો વપરાશ પણ ખૂબ જ વધવા લાગે છે. તેમજ પ્લાસ્ટીક નષ્ટ કરવો ખૂબ જ અઘરું છે. જો તેને જમીનમાં દાટીને નષ્ટ કરવામાં આવે તો જમીન નું પ્રદૂષણ થાય છે..

અને જો તેને સળગાવી દેવામાં આવે તો હવાનું પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિકને નાશ કરવું ખૂબ જ અઘરું હોવાથી રેલ્વે યુનિવર્સિટીના રિસર્ચરોએ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. ઘણા સમયથી તેના પર રિસર્ચ કર્યા બાદ આખરે તેવો ફાઈનલ  રીઝલ્ટ સુધી પહોંચી શક્યા છે..

તેમજ સફળ ટેસ્ટિંગ પણ કર્યું છે. આ પેટ્રોલની સફળતા બાદ હવે ભારતને બીજા દેશો પર પેટ્રોલ માટે નિર્ભર રહેવું પડશે નહીં. આ ઉપરાંત પ્લાસ્ટિકનો કચરો પણ ધીમે ધીમે ઓછો થતો જશે અને બીજી બાજુ પેટ્રોલનું ઉત્પાદન થતું જશે. સાદા પેટ્રોલ પંપ પરથી એક લીટર પેટ્રોલ લઈને બાઈકમાં પુરી તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ પ્લાસ્ટિકમાંથી બનેલા પેટ્રોલ ને બાઈકમાં નાખીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો..

બંને પેટ્રોલની એવરેજ 65 કિ.મી પ્રતિ લિટર જણાઈ હતી. એટલે કે પ્લાસ્ટિક માંથી બનેલું પેટ્રોલ અસલી પેટ્રોલને ટક્કર આપી રહ્યું છે. આ પ્રોજેક્ટ સફળ થતાંની સાથે જ આવનારા થોડા જ સમયમાં આ પેટ્રોલ લોન્ચ કરવામાં આવશે. આ સાથે સાથે પ્લાસ્ટિકમાંથી રેલવે યુનિવર્સિટીના રિસર્ચરોએ રાંધણગેસ ડીઝલ અને કેરોસીન જેવા પદાર્થો પણ બનાવ્યા છે..

આ તમામ બાબતો જાણીને તમને નવાઈ થશે કે પ્લાસ્ટિકમાંથી એવું તો શું કરીને આ લોકોએ પેટ્રોલ બનાવી નાખ્યું હશે પરંતુ તેની અંદર ઘણા બધા મિશ્રણ ઉમેરીને જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને તેઓએ પેટ્રોલ બનાવ્યું છે. પ્લાસ્ટિકમાંથી બનાવેલો આ પેટ્રોલ એટલું બધું અસરકારક છે કે જેના કારણે રેલવેના પાટા કાપવાનું મશીન પણ ચાલી શકે છે.

આ સાથે સાથે ઘણા મશીનમાં પણ આ પેટ્રોલ ચાલશે. આ પેટ્રોલ પ્રોસેસ દરમિયાન જુદા જુદા તાપમાન ઉપર જુદા જુદા પ્રકારનું પેટ્રોલ મળી આવ્યું હતું. આ તમામ પેટ્રોલનો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. અમુક પેટ્રોલનો ઉપયોગ મશીનરીમાં થાય છે તો અમુક પેટ્રોલનો ઉપયોગ વાહન વ્યવહારમાં થાય છે. તેમજ અમુક પેટ્રોલ નો ઉપયોગ રોડ બનાવવા માટે પણ થતો હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *