Breaking News

પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળ્યા, આજના ખુબ મોટા ભાવ વધારા સાથે જાણીલો નવો ભાવ….!

પેટ્રોલ અને ડીઝલના ભાવ સદી વટાવી ચૂકી છે. પરિવહન ખૂબ જ ખર્ચાળ બનતું જાય છે. અને પેટ્રોલ ડીઝલ ના ભાવ માં કોઈ પણ ઘટાડો થતો નથી. તેથી લોકોના બજેટ પણ ખોરવાઈ રહ્યા છે. લોકોની સરકાર સામે એક જ માંગ છે કે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવે અને દરેક વ્યક્તિ માટે પરિવહન શક્ય બને.

પરિવહન મોંઘું થવાથી તેની અસર દરેક ચીજ વસ્તુઓના ભાવો પણ પડે છે. જેનાથી આમ આદમીઓ માટે બજેટ ખોરવાઈ જાય છે. તેથી આ મુદ્દે સરકાર જરૂર કોઈ યોગ્ય ઉપાય શોધી લાવશે તેવી સૌ કોઈની આશા છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો વધારો : પેટ્રોલનો પ્રતિ 1 લીટરનો ભાવ રૂપિયા 98.93 પૈસા પર પહોંચ્યો છે. તેમજ ડીઝલનો પ્રતિ 1 લીટરનો ભાવ રૂપિયા 97.46 પૈસા પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલમાં થયેલો આ તોતિંગ ભાવવધારો લોકોને આર્થિક રીતે ભાંગી નાંખશે. આજે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 33 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી હેઠળ સમાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. આ માંગ એ ફરી વખત વેગ પકડ્યો છે. આજે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડીઝલ ને જીએસટીમાં સમાવવા કે નહીં તેના પર ચર્ચા થઇ શકે છે. જીએસટીની સિસ્ટમમાં ફેરફાર કરવા હોય તો જેમાં ત્રણ ચતુર્થાંશ ભાગ ની મંજૂરી હોવી જરૂરી છે.

પેટ્રોલ-ડીઝલની સાથે સાથે CNG અને LPG ગેસ તેમજ સિંગ તેલ, કપાસિયા તેલ અને પામુલીન તેલના ભાવ પણ આસમાને પહોચતા સામાન્ય લોકોના ખિસ્સા ખાલી થવા લાગ્યા છે. પેટ્રોલ અને ડીઝલ સદી વટાવી ચુક્યા છે જયારે CNGના ભાવમાં 2.56 રૂપિયાના વધારા સ્તાહે નવો ભાવ 58.86 રૂપિયા થયો છે.

મહીને ઘર ચલાવવા માટે જેટલા રૂપિયાની જરૂર પડતી હતી હવે તેની કરતા ડબલની જરૂર થઈ ગઈ છે કારણ કે ભાવ વધારો જ કમર તોડી નાખે છે. તેમજ ભાવવધારો થયા કરે છે અને આવક પેહલા કરતા ઓછી થતી જાય છે જેથી નાનો માણસ વધારે નાનો અને મોટો માણસ વધારે મોટો થતો જાય છે.

સરકારી તેલ કંપનીઓ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે અને આ ભાવવધારો આખા દેશભરમાં લાગુ પડે છે. આ કારણે લોકો પેટ્રોલ-ડીઝલ કે CNG વાળા  વાહનોનો ઉપયોગ ટાળી રહ્યા છે. અને હવે ઇલેક્ટ્રિક વાહનો બાજુ વળ્યા છે. સાથે જ તેમને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે.

SMS દ્વારા કેવી રીતે જાણવો રોજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ : તમે SMS દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો તેમના મોબાઈલથી RSP સાથે સિટી કોડ દાખલ કરીને 9224992249 પર મેસેજ મોકલશે. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. સંદેશ મોકલ્યા પછી, તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે.

દેશના મોટા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો હાઈ સ્તર પર પહોચી ગયા છે જેમકે દીલ્હીમાં પેટ્રોલના ભાવ 101 રૂપિયા તો ડીઝલના ભાવ 90 રૂપિયા છે.. મુંબઈમાં પેટ્રોલના ભાવ 107 રૂપિયા તો ડીઝલના ભાવ 97 રૂપિયા છે.. ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ 99 રૂપિયા છે તો ડીઝલના ભાવ 94 રૂપિયા છે.. જયારે કોલકતામાં પેટ્રોલના ભાવ ૧૦૨ રૂપિયા તો ડીઝલ ના ભાવ 93 રૂપિયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *