Breaking News

બ્રેકીંગ ન્યુઝ : જો આજની મિટિંગ આમ થયું તો – પેટ્રોલના ભાવ 20 થી 30 રૂપિયા ઘટી જશે.? જાણો શા માટે..!

પેટ્રોલ અને ડીઝલના ભાવ સદી વટાવી ચૂકી છે. પરિવહન ખૂબ જ ખર્ચાળ બનતું જાય છે. અને પેટ્રોલ ડીઝલ ના ભાવ માં કોઈ પણ ઘટાડો થતો નથી. તેથી લોકોના બજેટ પણ ખોરવાઈ રહ્યા છે. લોકોની સરકાર સામે એક જ માંગ છે કે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવે અને દરેક વ્યક્તિ માટે પરિવહન શક્ય બને.

મિત્રો આજે અમે પેટ્રોલ-ડીઝલ લઈને તમારી સાથે એવા સમાચાર રજૂ કરવા જઈ રહ્યા છીએ જો એ વસ્તુ શક્ય બનશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ૨૫થી ૩૦ રૂપિયા જેટલા થઈ જશે. પેટ્રોલ અને ડીઝલ થી દેશના તમામ પરિવહન ચાલે છે. તેથી તેના ભાવ વધે તો તેની અસર દરેક સેક્ટરમાં પડે છે.

પરિવહન મોંઘું થવાથી તેની અસર દરેક ચીજ વસ્તુઓના ભાવો પણ પડે છે. જેનાથી આમ આદમીઓ માટે બજેટ ખોરવાઈ જાય છે. તેથી આ મુદ્દે સરકાર જરૂર કોઈ યોગ્ય ઉપાય શોધી લાવશે તેવી સૌ કોઈની આશા છે. આ બેઠક પૂર્ણ થયા બાદ જ ખબર પડશે કે પેટ્રોલ અને ડીઝલ ને લઈને શું સારા સમાચાર આવ્યા છે..

આજે જીએસટી કાઉન્સિલ 45મી બેઠક ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાવાની છે. આ બેઠક નાણા મંત્રી નિર્મલા સીતારમણ ની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં દરેક રાજ્યના નાણામંત્રી અને સ્થાન આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ઘણા બધા મહત્વના મુદ્દા પર ચર્ચાઓ થશે જેની અસર મોટા મોટા વેપારીઓ થી લઈને આમ આદમી સુધી પડશે.

પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી હેઠળ સમાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. આ માંગ એ ફરી વખત વેગ પકડ્યો છે. આજે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડીઝલ ને જીએસટીમાં સમાવવા કે નહીં તેના પર ચર્ચા થઇ શકે છે. જીએસટીની સિસ્ટમમાં ફેરફાર કરવા હોય તો જેમાં ત્રણ ચતુર્થાંશ ભાગ ની મંજૂરી હોવી જરૂરી છે.

આમાં તમામ રાજ્યના નાણા મંત્રીઓ પણ સામેલ છે તેથી આ દરખાસ્તોમાં કોની કોની મંજૂરી છે ? તેના થકી નિર્ણય લેવાશે. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં સમાવેશ થઇ જશે તો પેટ્રોલમાં અંદાજીત રૂપિયા 30 રૂપિયા અને ડીઝલમાં અંદાજિત ૨૦ રૂપિયા નો ઘટાડો આવશે.

આ સાથે સાથે આ બેઠકમાં food delivery એપ્લિકેશન જેવી કે Zometo, Swiggy વગેરેમાંથી જે ફૂડ ઓર્ડર કરવામાં આવે છે તેમાં પર જીએસટી એડ કરવાની વિચારણા થવાની છે. આ બેઠકમાં નિર્ણય લેવાશે food delivery એપ્લિકેશન્સને જીએસટીના દાયરામાં લાવી કે નહીં. જો તેમાં જીએસટી ભેળવી દેવામાં આવે તો ઓછામાં ઓછા પાંચ ટકા જીએસટી તો ભોગવવા જ પડશે. જો આમ થશે તો સ્વીગી અને ઝોમેટો માંથી જે લોકો ઓનલાઈન જમવાનું મંગાવતા હતા તે લોકોને એ જ ફૂડ મોંઘુ પડશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *