Breaking News

પેટમાં રહેલા બાળક માટે ખરીદી કરવા જતા માં-બાપને પાછળથી કાળ આંબી ગયો, દિવાળી પહેલા જ મોત થતા આખું ગામ હિબકે ચડ્યું.. જાણો..!

અત્યારે એક પરિવારની ખુશી હંમેશા હંમેશા માટે છીનવાઈ ગઈ છે. કારણ કે પરિવારના લાડકા દીકરા તેમજ તેના દીકરાની વહુનું પણ એવી રીતે મૃત્યુ થયું છે કે, જેના મોતના દ્રશ્યોને ભૂલાવવા પણ કોઈ વ્યક્તિ માટે સહેલા નથી. દિવાળીનો સમય નજીક આવતા જ પરિવારના સૌ કોઈ લોકો જુદી-જુદી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે લાગી પડતા હોય છે..

આવા સમયે દરેક દુકાન અને શોપિંગ મોલમાં ખૂબ જ ભીડ પણ એકઠી થઈ જતી હોય છે. તરુણ ભારદ્વાજ અને તેની પત્ની રિયા ભારદ્વાજ બંને પતિ પત્ની પોતાના આવનારા સમયમાં જન્મવા જઈ રહેલા બાળકને લઈને ખરીદી કરવા માટે ગયા હતા. કપડાથી માંડીને રમકડા સહિતની તમામ ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે તેઓ જતા હતા..

એવામાં અચાનક જ તેમને પાછળથી કાળ આંબી ગયો છે. આ બનાવ દિલ્હીનો છે. અહીં 27 વર્ષનો તરુણ ભારદ્વાજ અને 22 વર્ષની રિયા ભારદ્વાજ બંને પતિ પત્ની રાજીખુશીથી તેમનું લગ્ન જીવન ગાળતા હતા. રિયા ગ.ર્ભ.વતી હોવાથી હવે તે થોડા જ દિવસોની અંદર બાળકને જન્મ આપવા જઈ રહી હતી..

તેઓએ વિચાર્યું કે અત્યારે દિવાળીના સમયમાં તેમના આવનારા બાળક માટેની તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની શોપિંગ કરી લેવામાં આવે તો ખૂબ જ સારું રહેશે. એટલા માટે તેઓ સવારના 6:00 વાગ્યા આસપાસ સૌથી પહેલાં તેમનું સ્ક્રુટર લઈને કાલકાજીના મંદિરે પૂજા કરવા માટે ગયા હતા..

અને ત્યારબાદ તેઓ નેહરુ ફ્લાવર પાસેથી પસાર થઈને શોપિંગ કરવા માટે જતા હતા. એવામાં અચાનક જ પાછળથી એક કાળભૈરવ પર આવી પહોંચ્યો અને તેમના સ્કૂટરને ટક્કર મારીને જતો રહ્યો હતો. આ ડમ્પર એટલો બધો ઝડપથી આવ્યો કે સ્કૂટરને ટક્કર વાગતાની સાથે જ બંને પતિ પત્ની ત્યાંથી લગભગ 10 ફૂટ જેટલા દૂર ઘસડાઈ ગયા હતા.

અને ઘટના સ્થળે બંને વ્યક્તિના મૃત્યુ થયા હતા. એટલું જ નહીં પરંતુ રિયા ગર્ભવતી હોવાને કારણે તેના પેટમાં રહેલું બાળક પણ મૃત્યુ પામ્યું હતું એક સાથે ત્રણ વ્યક્તિઓના મૃત્યુના સમાચાર જ્યારે તરુણ અને રીયાના માતા પિતાએ સાંભળ્યા ત્યારે તેઓ ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગયા હતા..

કારણ કે આટલા મોટા દુઃખનો કોળિયો કોઈ પણ વ્યક્તિના ગળે ઉતરે તેમ હતું નહીં, બંને પતિ પત્નીના માતાના ભાગે એટલી બધી ગંભીર ઈજા પહોંચી હતી કે, તેઓને સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા. પરંતુ જ્યાં ડોક્ટર હોય તેમને ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કરી દીધા હતા..

અને ત્યારબાદ તેમની પોસ્ટમોર્ટમ કરીએ અને તેમની લાશોને તેમના પરિવારજનોને પણ સોંપી દેવામાં આવી હતી. તરુણભાઈ ના પિતા બલદેવભાઈએ જણાવ્યું કે, જ્યારે તરુણ અને રિયાનો આકસ્માત થયો ત્યારે ગામને એક વ્યક્તિએ તેમને આ જાણકારી પહોંચાડી હતી કે, તેમના દીકરા અને તેમના દીકરાની વહુ ની સાથે સાથે પેટમાં રહેલા નાના બાળકનું પણ મૃત્યુ થયું છે..

બિચારો આ બાળક જન્મ લઈને બહારની દુનિયા જોવે એ પહેલાં જેનું મૃત્યુ થઈ ગયું છે. તરુણભાઈના પિતા બલદેવભાઈ ખૂબ જ ભાંગી પડ્યા હતા. તે રડતા રડતા કહેતા હતા કે, હવે તેમનો પરિવાર સાફ થઈ ગયો છે. અત્યારે તેમના દીકરા તેમજ દીકરાની બહુ અને પેટમાં રહેલા બાળકનું મૃત્યુ થયું છે..

તો આજથી 20 દિવસ પહેલા તેમના નાના ભાઈના 10 મહિનાના પુત્ર રચિત નું પણ મૃત્યુ થયું હતું. તેને ખૂબ જ તાવ આવ્યો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ તાવ મગજમાં ચડી જવાને કારણે તેને બચાવી શકાયો નહીં, અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. હવે પરિવારમાં કશું જ બાકી રહ્યું નથી. હવે તેઓ કેવી રીતે જિંદગી જીવશે તેવું કહીને તેઓ ખૂબ જ રડી રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *