Breaking News

લગ્નમાં પેટ ભરીને ખાધેલા ભજીયાએ દાદાનો જીવ લીધો, ભજીયા ખાતા જ થવા માંડ્યું એવું જે દરેકે જાણી લેવું જોઈએ.. વાંચો..!

લગ્ન ગાળાના સમયમાં દરેક મહેમાનો તેમજ સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવતું હોય છે. લગ્નની વિધિઓ પૂર્ણ થયા બાદ હાથમાં ભોજનની થાળી આવતાની સાથે જ લોકો પડાપડી બોલાવી દેતા હોય છે. એમાં પણ જો ગુજરાતીઓની મનપસંદ ભાવતી વાનગી ભજીયા હોય તો તો સૌ કોઈ લોકો ભૂકા જ કાઢી નાખે છે..

ગુજરાતીઓને ભજીયા ખૂબ જ ભાવે છે. એમાં પણ લગ્ન પ્રસંગની અંદર ભજીયા નું ભોજન મળી જાય તો સૌ કોઈ લોકો પેટ ભરીને ભજીયા નો આનંદ લેતા હોય છે. પરંતુ અત્યારે એક લગ્ન પ્રસંગના જમણવારની અંદર એવી ઘટના બની ચૂકી છે. જેને લઈ ભારે ભાગદોડ મચી જવા પામી છે. અને અંતે એ વ્યક્તિનો જીવ પણ જતો રહ્યો છે..

આ બનાવ પ્રિતમ નગર સોસાયટીની વાડીમાં ગોઠવવામાં આવેલા એક લગ્ન પ્રસંગનો છે. અહીં વશરામભાઈના દીકરાના લગ્ન હતા. આ લગ્નમાં તેમના તમામ મહેમાનો અને સ્નેહીજનો પણ આવી પહોંચ્યા હતા. આ લગ્નમાં હાજરી આપવા માટે વશરામભાઈના દુરના ફુવા 68 વર્ષના દલપતભાઈ પણ આવી પહોંચ્યા હતા.

જ્યારે ભોજનની થાળી હાથમાં આવી ત્યારે તેઓએ જોયું કે, ભોજનમાં ભજીયા છે. એટલા માટે આ દાદાએ ભજીયા ઉપર ખાવાનો મારો ચલાવી દીધો હતો. કારણ કે દલપતભાઈને ભજીયા ખૂબ જ ભાવતા હતા. તેની સાથે ભોજન લઈ રહેલા અન્ય વ્યક્તિઓએ પણ જણાવ્યું કે દાદા હવે તમારે ભજીયા ખાવા ન જોઈએ..

કારણકે તમે અમારી નજર સામે જ પેટ ભરીને ભજીયા ખાઈ ચુક્યા છો. વધારે પડતા ભજીયા ખાવાને કારણે તમારે તબિયત પણ લથડી શકે છે. પરંતુ દાદાએ કોઈપણ પ્રકારની વાતો સાંભળ્યા વગર ભજીયા ખાવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે આ જમણવાર ચાલતું હતું. ત્યારે અચાનક જ ભજીયા ખાતા ખાતા આ દાદા નીચે ઢળી પડ્યા હતા અને તેને મોઢામાંથી ઉલટી પણ બહાર નીકળવા લાગી હતી..

ત્યાં પ્રસંગમાં હાજર રહેલા અન્ય લોકોએ તરત જ દાદાને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું હતું. દલપતભાઈનો દીકરો પણ ત્યાં આવી પહોંચ્યો ત્યારે લગ્નમાં રહેલા મહેમાનોએ જણાવ્યું કે, દલપતભાઈએ પેટ ભરીને ભજીયા ખાઈ લીધા છે. જેને લઇ તેની તબિયત બગડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે..

અને તેમને ઉલટી પણ થવા લાગી છે. જ્યાં સુધીમાં હોસ્પિટલ પહોંચી ત્યાં તો દલપતભાઈ નો જીવ ચાલ્યો ગયો હતો. તો બીજી બાજુ લગ્ન પ્રસંગમાં રહેલા તમામ લોકોને ખબર પડી ગઈ કે, ભજીયા ખાવાને કારણે આ દાદાનું મૃત્યુ થઈ ગયું છે ત્યારે આ વાત સમગ્ર પ્રસંગમાં ફેલાઈ ગઈ હતી. પરિવારજનોએ મોતનું માતમ મનાવવાનું પણ શરૂ કરી દીધું હતું.

ઘરમાં આવેલા લગ્ન પ્રસંગમાં રોકકળ મચી જવા પામી હતી. જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિનું મૃત્યુ ભજીયા ખાવાને કારણે ન થઈ શકે. નક્કી આ મૃત્યુ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હોવું જોઈએ એટલા માટે તેઓએ દાદા ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવા માટે દલપતભાઈના દીકરાને જાણકારી આપી હતી..

દલપતભાઈના દીકરાએ આ બાબતમાં ડોક્ટર સાથે સહમતિ ધરાવતો હતો. એટલા માટે દાદાનું પોસ્ટમોર્ટમ કરવા માટે તેને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જ્યારે આ રિપોર્ટ આવશે ત્યારબાદ જ જાણકારી મળશે કે, હકીકતમાં દાદાનું મૃત્યુ ભજીયા ખાવાને કારણે થયું છે કે પછી અન્ય કોઈ કારણોસર થયું છે..?

પરંતુ અત્યારે આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે. તો બીજી બાજુ લગ્નમાં મન મૂકીને ગમે તે ચીજવસ્તુઓની ધડાધડી બોલાવનારા લોકો પણ સાવચેત થઈ ગયા છે. અને શરીરને જરૂર હોય તેટલો જ ખોરાક ખાવો જોઈએ તે બાબતને લઈને ચર્ચા વિચારણાઓ કરવા લાગ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *