Breaking News

પેશાબ લાગતા ડ્રાઈવરે કારને નહેરના કાંઠે ઉભી રાખી, હેન્ડ બ્રેક મારવાનું ભૂલી જતા થઈ ગયું એવું કે એક સાથે 4ના રીબાઈને જીવ ગયા..!

ક્યારે વિચાર્યું પણ ન હોય તેવું મોત હવે શક્ય થવા લાગ્યું છે. અત્યારે રાજસ્થાનની અંદર ભલાભલા લોકોના મોતિયા મરી જાય તે પ્રકારનો એક કિસ્સો બની જવા પામ્યો છે, આ ઘટના રાજસ્થાનમાં આવેલા હનુમાનગઢ જિલ્લાની છે. અહીં શિકર થી સંગરીયા તરફ કાર લઈને એક પરિવાર જઈ રહ્યો હતો..

કારની અંદર પ્રાઇવેટ શાળામાં નોકરી કરતો, વિનોદ તેમજ એ શાળાની અંદર કાર ચલાવતો રમેશ સુનીતા ભાટી નામની એક ટીચર નો સમાવેશ થતો હતો. આ તમામ લોકો વિનોદની દીકરી દીયાના કોચિંગ ક્લાસમાં એડમિશન કરાવીને પોતાને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે એક બનાવનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તેઓ સિકર સરંગયા રોડ ઉપરથી પસાર થતા હતા..

ત્યારે લાખોવાલી વિસ્તાર પાસે રમેશને અચાનક જ પેશાબ જવાની સ્થિતિ આવી પડી હતી. રમેશ કાર ચલાવતો હોવાથી તેને કારણે ત્યાંથી પસાર થતી નહેરની પાસે ઉભી રાખી હતી. અને ત્યારબાદ તે થોડે દૂર પેશાબ કરવા માટે ચાલ્યો ગયો હતો. રમેશ કારને હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયેલો હોવાથી તે જ્યારે પેશાબ કરવા માટે ગયો, ત્યારે ધીમે ધીમે કાર નહેરની નજીક આવવા લાગી..

અને અંદર બેઠેલા લોકોને ખબર પડી કે કાર નહેરની અંદર ખાબકવા જઈ રહી છે ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હતું અને આ કાર નહેરના ઊંડા પાણીની અંદર ખાબકી જતા અંદર રહેલા વિનોદ, વિનોદની પત્ની રેનું, વિનોદની દીકરી દિયા તેમજ સુનિતા સહિત સૌ કોઈ લોકો નું ડૂબી જવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું..

આ ઉપરાંત સુનિતાએ તાત્કાલિક ધોરણે તેના સંબંધીને ફોન કર્યો હતો, આ ફોનની અંદર તેણે જણાવ્યું કે, તેમની કાર નહેરની અંદર તણાઈ આવી છે. તેણે આસપાસ ઘણા બધા લોકોને બુમ મારીને મદદ કરવા માટે જણાવ્યું પરંતુ તેમની કાર ધીમે ધીમે હવે પાણીની અંદર ડૂબવા લાગી છે. અંદાજે 15 મિનિટ સુધી આ ફોન શરૂ રહ્યો હતો અને ત્યારબાદ પાણીમાં પલળી જવાને કારણે મોબાઇલ ફોન કટ થઈ ગયો હતો..

જ્યારે બચાવો બચાવોની બૂમ સાંભળી ત્યારે રમેશ પણ ત્યાં આવી પહોંચ્યો, પરંતુ કારની અંદર એકસાથે ચાર લોકોને બચાવવા એ સમયે ખૂબ જ મુશ્કેલ ઘડી હતી. છતાં પણ તેણે ખૂબ જ મહેનત કરી પરંતુ તે એક પણ વ્યક્તિને બચાવી શક્યો નથી અને કારની અંદર બેઠેલા ચારે ચાર વ્યક્તિના મૃત્યુ થઈ ગયા છે.

ઘટનાના સમાચાર નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને કારની અંદર રહેલા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે..

કારને નહેરમાંથી બહાર કાઢવા માટે ક્રેનને પણ બોલાવી લેવામાં આવી હતી. રમેશનું કહેવું છે કે, તેની એક ભૂલને કારણે આજે ચાર વ્યક્તિને તેમનો જીવ ગુમાવવો પડ્યો છે. તેમની નજર સામે ચારે ચાર વ્યક્તિને મૃત્યુ થઈ ગયા પરંતુ તે લાચાર હતો અને તે કોઈ પણ વ્યક્તિને બચાવી શક્યો નહીં..

તેનો તેને જિંદગીભર અફસોસ રહેશે. પરંતુ હવે આ ઘટનાથી ઉપર આવીને આગામી સમયની અંદર આવી ઘટના ક્યારેય પણ ન બને એટલા માટે ડ્રાઇવરે ક્યારેય પણ કારની અંદર થી ઉતરતી વખતે હેન્ડબ્રેક લગાવવાનું ભૂલવું જોઈએ નહીં. આ ઘટનાથી ત્યાં આસપાસના ગામડાના લોકો સાથે સાથે હાઇવે પરથી પસાર થતી ગાડીઓ ના નાગરિકો પણ ખૂબ જ ચોંકી ગયા છે..

કે માત્ર એક નાનકડી અમથી ભૂલ આજે ચાર વ્યક્તિનો જીવ લઈ બેઠી છે. હકીકતમાં ધ્યાન વ્યવહારોના નિયમ પ્રમાણે વાહન ચલાવવા જોઈએ કારણકે આજકાલના સમયમાં ડ્રાઇવરની સહેજ અમથી ચુકને કારણે ઘણા બધા વ્યક્તિના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *