Breaking News

‘પેલી મહિલા તમને ઈશારો કરીને બોલાવે છે’ કહીને અજાણ્યા યુવકે કર્યું એવું કે વેપારીને પછતાવાનો વારો આવી ગયો, તમે પણ ધ્યાન રાખજો..!

ડગલેને પગલે આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો આ જમાનાની અંદર ક્યારે આપણને કોઈ વ્યક્તિ ચૂનો ચોપડીને જતું રહે તેનું નક્કી હોતું નથી, જે વ્યક્તિ સાવચેતી રાખતા નથી તેમને ઘણી બધી વાર નુકસાનીનો માર સહન કરવાનો પણ વારો આવી જાય છે..

અત્યારે એક ખૂબ જ મોટા વેપારી સાથે ચોંકાવનારી ઘટના બની ગઈ છે, આ ઘટનાને લઈને તેઓ પોલીસ સ્ટેશનની હાજર થવું પડ્યું હતું, આ ઘટના રંગદર્શન ચાર રસ્તા પાસેથી સામે આવી છે, એક વેપારી સવારના સમયે તેમના એક ક્લાઈન્ટ પાસેથી ₹7,00,000 નું પેમેન્ટ લઈને પોતાની ઓફિસે જઈ રહ્યા હતા..

ત્યારે રસ્તામાં તેઓની બાઈકમાં પંચર પડી જવાને કારણે તેઓ ઉભા રહ્યા હતા, એ વખતે આ વેપારીની મુલાકાત અજાણ્યા વ્યક્તિ સાથે થઈ હતી, વેપારીનું ધ્યાન ભંગ કરીને ખૂબ જ મોટી છેતરપિંડી આચરી દીધી હતી. આ ઘટના વિશે દરેક લોકોએ જાણી લેવું જોઈએ, વેપારીને અત્યારે ખૂબ જ વધારે પછતાવો થઈ રહ્યો છે..

આ ઘટનાને લઇ દરેક લોકો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા તો રાહદારીઓના મનમાં પણ આ વાત બિલકુલ સમજમાં આવી નહીં, જ્યારે આ વેપારી તેના ક્લાઈન્ટ પાસેથી ₹7,00,000નું રોકડું પેમેન્ટ લઈ થેલામાં નાખી પોતાની બાઇક લઈને પોતાની ઓફિસે આવવા માટે નીકળી ગયા હતા, ત્યારે તેઓ રંગદર્શન ચાર રસ્તા પાસે પહોંચ્યા અને તેમની બાઈકના પાછળના ટાયરની અંદર પંચર પડી જવાને કારણે..

તેઓએ પોતાની બાઈકને રસ્તાની બાજુ પર થોભાવી હતી, અને ત્યાં પંચર કરનાર યુવક અને તેઓ શોધખોળ કરવા લાગ્યા હતા. તેઓને ઓફિસે જવામાં ખૂબ જ મોડું થઈ રહ્યું હતું, એટલા માટે તેઓ રસ્તા પર ચાલતા લોકોની પણ મદદ લેવા માટે મજબૂર થયા હતા, રસ્તા પર ચાલતા કેટલાક અજાણ્યા વ્યક્તિઓ તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે..

આટલા વિસ્તારની અંદર કોઈપણ પંચરની દુકાન ન હોવાને કારણે તેમને ખૂબ જ લેટ થઈ જશે, જો તેઓ કહે તો તેમની બાઈક ઉપર બેસાડીને ઓફિસે પહોંચાડી શકે છે. રમેશભાઈ નામના નામથી વેપારી આજાણ્યા યુવકોની વાતમાં આવી જઈને પોતાની બાઇકને રસ્તા પર થોભાવી દઈને પોતાની ઓફિસે જવા માટે અન્ય કોઈ વ્યક્તિની બાઈક પાછળ બેસીને જવા લાગ્યા હતા..

કે થોડી દૂર જતાની સાથે જ રસ્તા ઉપર બાઈક ઊભી રાખી દીધી અને કહ્યું કે પેલી મહિલા આ તમને ઈશારો કરીને તમને ત્યાં બોલાવી રહી છે, કદાચ આ મહિલા તમારી સાથે મિત્રતા કરવા ઈચ્છતી હશે. એટલા માટે તમારે ત્યાં જવું જોઈએ તેમ કહીને યુવકે વેપારીને વાતમાં ગોળ ગોળ ફેરવી દીધો હતો..

જ્યારે આ વેપારી અજાણ્યા યુવકની સાથે વાતચીત કરતો હતો, ત્યારે તેની નજર સામેની બાજુએ ઉભેલી આ મહિલા ઉપર હતી અને એ વખતે એવી ઘટના ઘટી ગઈ કે, તેમના હાથમાં રહેલા પૈસા ભરેલો થેલો આ અજાણીયો યુવક ચોરી કરીને જતો રહ્યો હતો, અને વેપારીને ખબર પણ પડી નહીં..

વેપારી સામેની બાજુએ ઉભેલી મહિલાને જોતો રહી ગયો એવામાં તો અન્ય એક યુવક આવ્યો અને તે વેપારી પાસેથી આ થેલો લઈને જતો રહ્યો હતો, વેપારી ત્યાં ને ત્યાં જ ઉભો રહી ગયો અને વિચારમાં પડી ગયો કે એવું તો શું થયું કે તેની પાસેથી થેલો જતો રહ્યો છે, જ્યારે તે અન્ય બાબત સમજાય એ પહેલાં તો ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ હતી..

જે અજાણ્યા યુવકે આ વેપારીને પોતાની બાઈક પાછળ બેસાડ્યા હતા, તે પણ આ ઘટનાની અંદર સામેલ હતો. તે યુવક વેપારીને પોલીસ સ્ટેશન સુધી પણ લઈ ગયો અને ત્યાં તેઓએ ફરિયાદ પણ નોંધાવી હતી કે, રસ્તા ઉપરથી તેમના સાત લાખ રૂપિયા ભરેલો ચોરી થયો છે. આ ઘટનાને લઈને તેમને ખૂબ જ પછતાવો થઈ રહ્યો છે..

જ્યારે સીસીટીવી કેમેરાની મદદ લઈને તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે, વેપારીને બાઈકમાં ફેરવતો આ યુવક પણ ચોરી કરીને જનારા યુવકની સાથે જ મળેલો હતો. અને વેપારીને જાળમાં ફસાવ્યા હતા, ત્યારબાદ તેમના સાત લાખ રૂપિયાની ચોરી કરી લેવામાં આવ્યા છે. આવી ઘટના અન્ય કોઈ વ્યક્તિ સાથે ન બને એટલા માટે દરેક લોકો સુધી આ કિસ્સો પહોંચાડવો ખૂબ જ જરૂરી છે..

બિચારો વેપારીમાંથી હાથ દઈને રડવા લાગ્યો હતો કારણ કે તેણે ક્યારેય વિચાર્યું પણ હતું નહીં કે તેની સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બનવા જઈ રહી છે. પોલીસે માહિતી મેળવી તેને ખબર પડી કે, ચોરી કરતી ટોળકી છેલ્લા કેટલાક સમયથી સક્રિય બની છે, જે જુદી-જુદી રીતે લોકોને ફસાવીને તેમની પાસેથી છેતરપિંડી કરીને જતી રહે છે, આવા લોકોથી સાવચેત રહેવા માટે હંમેશાં ડગલેને પગલે ધ્યાન રાખવું પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *