Breaking News

પૌત્રને પગે લગાડવા માતાજીના મંદિરે જતા પરિવારની કારને ડમ્પરે કચડી નાખતા હાઈવે લોહીથી રંગાઈ ગયો, ચીચયારીઓ સાંભળી રુંવાટા બેઠા થઈ જશે..!

બે સેકન્ડ પહેલા જ રસ્તો ખેલતો પરિવાર માત્ર બે સેકન્ડ બાદ કેવી ઘટનાનો ભોગ બની જવાનો છે, તેની જાણકારી કોઈપણ વ્યક્તિને હોતી નથી. એટલા માટે જ તો દરેક લોકો કહેતા હોય છે કે, આપણે જે પણ પરિસ્થિતિની અંદર હોઈએ તેમાં ખૂબ જ આનંદ અને મોજ મજાથી જિંદગી જીવી લેવી જોઈએ..

કારણકે આવતીકાલે આપણી સાથે શું થવાનું છે, તેની જાણકારી આપણને પણ હોતી નથી. અત્યારે એક પરિવાર માત્ર બે સેકન્ડમાં જ કાળનો કોળિયો બની ગયો હતો, આ ઘટના વિશે જાણીને કદાચ તમારી આંખમાંથી પણ આંસુસરી પડશે કે બિચારા પરિવાર માથે કેવી કઠણાઈ બેઠી ગઈ હતી કે, એક સાથે સમગ્ર પરિવાર ખલાસ થઈ ગયો હતો..

આ દર્દનાક ઘટનાને કોઈપણ વ્યક્તિ સહન કરી શક્યું નથી, આ બનાવ શામજીભાઈના પરિવાર સાથે બન્યો છે. શામજીભાઈના પરિવારમાં તેમની પત્ની ગંગાબેન શામજીભાઈનો દીકરો દિનેશ તેમજ દિનેશની પત્ની હંસા અને દિનેશનો નાનકડો દીકરો દીપનો પણ સમાવેશ થતો હતો..

દિનેશ અને હંસાએ બે વર્ષ પહેલાં નાનકડા દીકરાને જન્મ આપ્યો હતો, સમગ્ર પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવી રહ્યા હતા, એવામાં અચાનક જ તેમના પરિવાર ઉપર ખૂબ જ મોટી આફત પડી હતી અને જેમાં પરિવારના દરેક સભ્યોના કમકમાટી ભર્યા જીવ પણ જતા રહ્યા હતા..

શામજીભાઈ અને તેમનો પરિવાર તેમના નાનકડા પૌત્ર દીપને માતાજીના મંદિરે પગે લગાડવા માટે પોતાની કાર લઈને સવારના સમય નીકળી ગયો હતો. તેઓ તેમના નાનકડા પૌત્રને પગે લગાડીને માતાજીના મંદિરે દર્શન કરવા માટે ઈચ્છતા હતા, તેઓ કાર લઈને તેમના ઘરથી અંદાજે 175 km દૂર આવેલા તેમના માતાજીના મંદિરે દર્શન માટે તેઓ ગયા હતા..

અને ત્યાં પહોંચતા પહેલા થોડી જ દૂર હતા, એ વખતે રમાપર ચોકડી પાસે સામેની બાજુએથી આવતા એક ડમ્પરે દિનેશભાઈની કારને કચડી નાખી હતી, દિનેશભાઈ કાર ચલાવી રહ્યા હતા. જ્યારે તેમની બાજુમાં તેમના પિતા શામજીભાઈ બેઠા હતા. જ્યારે કારની પાછળની સીટ પર ગંગાબેન તેમજ દિનેશભાઈની પત્ની હંસાબેન અને નાનકડો દીકરો દીપ પણ બેઠો હતો..

આ ડમ્પર સાથેની અથડામણ એટલી બધી ભયાનક હતી કે, દિનેશભાઈની કાર ડમ્પરના ટાયર નીચે કચડાઈ ચૂકી હતી અને ત્યારબાદ રોડ નીચેના ઊંડા ખાડાની અંદર ઘસડાય પડતા કારની અંદર સવાર થયેલા પાંચ વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થયા હતા, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ડમ્પર ચાલે ડમ્પરને ઘટના સ્થળે જ મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો..

પરંતુ ત્યાં આસપાસના વિસ્તારમાંથી એકઠા થયેલા લોકોએ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો, ડમ્પર ચાલક ભાનમાં ન હોય તેવું લાગી રહ્યું હતું. આ અકસ્માત સર્જાતાની સાથે જ ઘણા બધા લોકો કારની અંદર ઘાયલ થયેલા લોકોને મદદ કરવા માટે આવી પહોંચ્યા હતા, એ પછી એક દરેક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા..

જેમાં દિનેશભાઈ શામજીભાઈ તેમજ નાનકડા દીકરા દીપનું તો ઘટના સ્થળે જ અવસાન થઈ ચૂક્યું હતું, જ્યારે પાછળની સીટ પર બેસેલા હંસાબેન અને ગંગાબેન પણ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમનો જીવ પણ બચવો ખૂબ જ મુશ્કેલ જણાઈ રહ્યો હતો, એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ત્યાંથી પસાર થતા..

કારચાલકોએ આ બંને વ્યક્તિઓને મદદ આપી અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે તરત જ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચી એ પહેલા આજે હંસાબેન તેમજ ગંગાબેનનું પણ મૃત્યુ થઈ ગયું હતું. એક જ પરિવારના પાંચેક વ્યક્તિઓનું મૃત્યુ થઈ જતા ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો..

આ અકસ્માતને હાઇવે ઉપરના ઢાબાના માલિકે પોતાની નજર સામે જોયો હતો તેનું કહેવું છે કે, ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું અને ડમ્પર સામેના રોડ પરથી બાજુના રોડ પર આવી ખસ્યું અને તેણે આ કારને અડફેટે લઈને કચડી નાખી હતી, કારના પતરા ચીરીને તમામ વ્યક્તિઓની લાશને બહાર કાઢવામાં આવી હતી..

આ ઘટનાને લઈને હાઇવે ઉપર ચકાજામની સ્થિતિ પણ સર્જાઇ ચુકી હતી, તરત જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સૌ પ્રથમ ટ્રાફિકને દૂર કરાવ્યા બાદ જુદી-જુદી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અત્યારે ઘટના સ્થળ અને તપાસ ચલાવવામાં આવી રહી છે, તેમજ ડમ્પર ચાલકની ધરપકડ કરીને તેની પણ પૂછપરછ ચલાવી રહી છે..

હાઇવે ઉપર સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ જતો હોય છે, અત્યારે એક ડમ્પર ચાલકની ભૂલને કારણે બિચારો હસતો ખેલતો પરિવાર ખૂબ જ મોટી પરિસ્થિતિની અંદર મુકાઈ ગયો હતો અને તેમનો જીવ ચાલ્યો જતા તેમના પરિવાર અને કુટુંબના અન્ય લોકો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે..

કારણ કે, સમગ્ર પરિવાર ખલાસ થઈ જવાનું દુઃખ કોઈપણ વ્યક્તિથી સહન થતું હોતું નથી. આ પ્રકારની ઘટનાઓ ન બને એટલા માટે ડ્રાઇવિંગ પ્રત્યે દરેક વ્યક્તિઓની સમજણ અને જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *