Breaking News

પત્નીને ઘેનના ટીકડાવાળું જ્યુસ પાઈને સૂવડાવી દીધી અને પછી તેના પર કોબ્રા સાપને છોડી દેતા થઈ એવી હાલત કે જાણીને તમારા પણ મોતિયા મરી જશે..!

અત્યારના વધતા જતા આધુનિક યુગમાં કેટલીક ઘટના આપણા માટે ખૂબ જ ચોંકાવનારી સાબિત થતી હોય છે. કારણ કે અત્યારના સમયમાં લોકો અવનવા કિસ્સાઓ અપનાવીને ન કરવાની કામગીરીઓ પણ કરવા લાગ્યા છે. એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે એવો ખેલ ખેલ્યો હતો કે, તેને જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે..

તો અન્ય લોકોના તો મોતિયા મરી ગયા છે. આ ઘટના કેરળની છે. અહીં સૂરજ નામનો 28 વર્ષનો એક વ્યક્તિ પોતાના માતા પિતા સાથે રહે છે. તેના લગ્ન માધવી નામની વ્યક્તિ સાથે આજથી બે વર્ષ પહેલા થયા હતા. તેઓના લગ્ન મેરેજ બ્યુરોના એજન્ટ મારફતે થયા હતા. સુરજના પિતા રીક્ષા ચલાવતા હતા. તો તેની માતા ઘરકામ કરતી હતી.

સુરજની પત્ની માધવી તેનાથી ત્રણ વર્ષ નાની હતી. માધવીના માતા-પિતા ખૂબ જ ભણેલ ગણેલ અને સમજદાર માણસો હતા. માધવીના પિતાને રબર બનાવવાનો વ્યવસાય હતો. તો તેની માતા એક નિવૃત્ત શિક્ષિકા હતી. જ્યારે તેમના લગ્ન કરવામાં આવ્યા ત્યારે સુરજને માધવીના પરિવાર તરફથી 700 ગ્રામ સોનું, એક ફોરવીલર કાર અને 4,00,000 રોકડા પણ આપવામાં આવ્યા હતા..

આ ઉપરાંત માધવીની દેખરેખ રાખવા માટે તેના માતા પિતા દર મહિનાના ₹8,000 પણ સૂરજને આપતા હતા. છતાં પણ કોઈ વાતને લઈને એક વખત સૂરજ અને તેની પત્ની માધવી વચ્ચે એવો મોટો ઝઘડો થઈ ગયો હતો કે, સુરજ એ મનમાં માધવી પ્રત્યે એટલો બધો ગુસ્સો ભેગો કરીને તેને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી નાખ્યું હતું.

માધવીને મોતની ઘાટ ઉતારવા માટે તેણે એક વ્યક્તિ પાસેથી અંદાજે 8000 રૂપિયા આપીને કોબરા નામનો ઝેરી સાપ ખરીદ્યો હતો. ભારતમાં આ પ્રકારની ચીજ વસ્તુઓની ખરીદ વેચાણ કરવી એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. છતાં પણ તેણે જંગલમાં રહેતા એક વ્યક્તિનો સંપર્ક સાધીને તેની પાસેથી કોબ્રા સાપ ખરીદી લીધો હતો..

અને આ સાપને તેણે એક ડબ્બામાં કાણું પાડીને રાખ્યો હતો. તે પોતાને ઘરે ગયો ત્યાં પોતાની પત્નીને ફ્રુટનું જ્યુસ પીવડાવ્યું હતું. આ જ્યુસની અંદર તેણે ઘેનના ટીકડા ભેળવી દીધા હતા. આજે પિતાની સાથે જ તેની પત્નીને ઘેર ઊંઘ આવવા લાગી હતી અને જોત જોતામાં તો તે સૂઈ પણ ગઈ હતી..

માધવીના સુઈ જવા બાદ સુરજ આ કોબ્રા સાપને રૂમમાં છૂટો મૂકી દીધો હતો અને ત્યારબાદ તે રૂમ બંધ કરીને ત્યાંથી બહાર નીકળી આવ્યો હતો. પરિણામે કોબ્રા સાપે માધવીને ડંખ મારી લીધો અને જ્યારે માધવી સવારમાં જાગી ત્યારે તેના શરીરના હાથ પગ ની હલનચલન બંધ થઈ ગઈ હતી.

આ ઉપરાંત તેને બોલવામાં પણ તકલીફ પડતી હતી. તાબડતોબ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. આ તમામ સારવારનો ખર્ચો માધવીના માતા-પિતા ઉઠાવી રહ્યા હતા. કારણકે તેઓ સુરજના પરિવાર કરતાં વધારે પૈસા વાળા હતા. તેઓએ તેમની દીકરીને સાજી કરવામાં અઢળક રૂપિયા વાપરી નાખ્યા પરંતુ આ ઝેરી સાપનો ડંખ એટલો બધો જોરદાર હતો કે, તેનું એક પણ અંગ સાજુ થઈ શક્યું નહીં..

અને 52 દિવસની લાંબી સારવાર બાદ અંતે માધવીનું મૃત્યુ થઈ ગયું હતું. આ 52 દિવસની સારવારની અંદર તેને કુલ ત્રણ ખૂબ જ ભયંકર સર્જરી પણ કરાવી પડી હતી. એટલી દુઃખ અને વેદના ભોગવ્યા બાદ પણ તેનું જીવન ટકી શક્યું નથી. જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારબાદ જરૂરી તપાસ બેસાડવામાં આવી હતી..

અને આ તપાસની અંદર ખુલાસો થયો કે, માધવીના પતિ સુરજએ માધવી ઉપર કોબ્રા સાપ છોડી દીધો હતો. અને આ સપના ડંખને કારણે અત્યારે માધવીનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારે આવો ચોકાવનારો કિસ્સો નજર સમક્ષ આવ્યો ત્યારે જાણીને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે. તો ત્યાં આસપાસમાં રહેતા પડોશીઓના તો મોતિયા મરી ગયા છે કે, આખરે આ ભેજાબાજ યુવકને આટલી બધી બુદ્ધિ ક્યાંથી આવી ગઈ હશે કે, તેણે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે એવો અવનવો નુસખો અપનાવી નાખ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *