Breaking News

પત્નીએ પ્રેમી સાથે રહેવા પોતાના સુતેલાં પતિ પર ચાકુથી ઉપરાપર ઘા કરાવ્યા બાદમાં પતિને અધમૂવો મુકીને ભાગી, જાણીને લોકોના મોઢા ફાટી ગયા..!!

યુવક-યુવતીઓ પોતાના પ્રેમ સંબંધને કારણે પોતાના જ પરિવારના લોકો સાથે ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે. આવા ઘણા બધા કિસ્સા જોવા મળે છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો. જે જોઈને દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવાર સાથે બની હતી.

પરિવાર ડીંડોલી સણીયા કણદે ગામ પાસે ચાલતા આત્મીય સંસ્કારધામ સંકુલની બાંધકામની સાઈટમાં કામ કરતા હતા. પરિવારમાં પતિ-પત્ની અને તેમની બાળકી રહેતા હતા. પતિનું નામ ખુમાનભાઈ મંગાભાઈ ભુરીયા હતું અને તેમની પત્નીનું નામ ગીતાબેન તેમની બાળકી સાથે હળી મળીને રહેતા હતા.

તેઓ ફૂટપાથ પર પતરાના શેડ નાખી રહેતા. એક દિવસ ખુમાનભાઈ પોતાની બાળકી સાથે સુઈ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યો યુવક ધાબળો ઓઢીને આવ્યો હતો. અને અચાનક તેમના પાસે પહોંચી ગયો અને ધારદાર ચાકુના ઘા મારીને હુમલો કરી નાખ્યો હતો. જેના કારણે ખુમાનભાઈ કરવા લાગ્યા હતા.

અને તરત જ આસપાસના પતરાના શેડમાં રહેતા લોકો ખુમાનભાઈને બચાવવા માટે દોડયા હતા. ખુમાનભાઈ લોહી લુહાણ હાલતમાં થઈ ગયા હતા. જેના કારણે તેમને તરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ યુવકને પકડવા માટે બીજા મજૂરો દોડ્યા હતા પરંતુ યુવક ભાગી ગયો હતો.

ખુમાનભાઈએ તેમના પર જીવન હુમલો કરવા આવેલા અજાણ્યા યુવક સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી હતી. તે સમયે ગીતાબેનની પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ ગીતાબેન પોલીસને ભટકાવી દીધા હતા. પરંતુ પોલીસને ગીતાબેન પર શંકા જતી હતી.

જેના કારણે તેમની કડક પૂછપરછ કરી હતી. તે સમયે ગીતાબેનને જણાવી દીધું હતું કે તેમના ગામના કુટુંબીક ભાઈ લાલા ભુરીયા સાથે તેમને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ છે. જેના કારણે તે લાલા ભુરીયા સાથે રહેવા માંગતી હતી અને ભીલવાડ ગામમાં ખુમાન ભુરીયાને તેમની પત્ની અને લાલા ભુરીયા સાથેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી.

જેના કારણે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ પણ થયા હતા. ત્યારબાદ પતિ ગુસ્સામાં તેમની બાળકીને લઈને સુરત આવી ગયો હતો. તે સમયે ગીતાબેનને ડીંડોલીમાં સણીયા કણદે ખાતે તેમના પતિ પર જીવન હુમલો કરાવ્યો હતો તેમના પ્રેમ સંબંધમાં કાંટા રૂપ ખુંચતા પતિને રસ્તેથી બહાર કાઢવા માટે તેમણે આવી ઘટના કરી નાખી હતી. અને છાતીના ભાગે હુમલો કરવાને કારણે ખુમાનભાઈને ઘણી બધી ઈજાઓ થઇ હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *