પત્નીએ પ્રેમી પાસે ઉછીના આપેલા અઢી લાખ રૂપિયા માંગતા પ્રેમીએ કર્યું એવું કે, જાણીને પતિ માથે હાથ મુકીને રડવા લાગ્યો..!!

આજના યુવાન પેઢીના લોકો કયા રસ્તે ચડી જાય છે તે કહી શકાતું નથી. લોકોને થોડી પણ લાલચ દેખાડવામાં આવે કે લોકો તરત જ અવળા રસ્તે દોરાઈ જાય છે. પરિવારમાં રહેતા પતિ-પત્ની પોતાના અંગત સંબંધોને છોડીને બીજા લોકો સાથે પોતાના સંબંધો બનાવી રહ્યા હોય છે પરંતુ આ સંબંધો છેલ્લે જીવલેણ જ બની રહ્યા છે.

છતાં પણ આજની યુવાન પેઢીના યુવક યુવતીઓ આવી ઘટનાઓ કરી રહ્યા છે. હાલમાં પણ આવી જ એ ઘટના સામે આવી છે. આ ઘટના વડોદરા નજીક આવેલા પોર જીઆઇડીસીમાં રહેતા પરિવારની મહિલા સાથે બની હતી. પરિવારમાં પતિ-પત્ની રહેતા હતા. જેમાં પતિનું નામ રાજુભાઈ ભીમજીભાઈ બાવળીયા છે.

તેઓ મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા હામાપર ગામના રહેવાસી છે. રાજુભાઈના લગ્ન મિતલબેન નામની મહિલા સાથે ઘણા વર્ષો પહેલા થયા હતા. મિતલબેનની ઉંમર 35 વર્ષની હતી. રાજુભાઈ તેમની પત્ની સાથે વડોદરા નજીક આવેલ પોર જીએડીસીમાં રહીને નોકરી કરે છે. રાજુભાઈની પત્ની મિતલબેન રાજુભાઈ સાથે હળીમળીને રહેતી હતી.

પરંતુ થોડા સમયથી મિતલનું વર્તન બદલાઈ ગયું હતું. મિત્તલને છેલ્લા સાત આઠ વર્ષથી ઈસ્માઈલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. ઈસ્માઈલ ઈબ્રાહીમ પરમાર નામનો યુવક વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા ખેડા ગામનો રહેવાસી હતો. ઇસ્માઈલ અને મિતલબેનને ઘણા વર્ષોથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.

પરંતુ રાજુભાઈને આ વાતની જાણ ન હતી. રાજુભાઈને તેમની પત્ની મિતલબેન પર ઘણીવાર શંકા જતી હતી પરંતુ મિતલબેન આમતેમ વાતો કરીને રાજુભાઈને ભોલવી લેતી હતી પરંતુ રાજુભાઈને તેમની પત્ની મિતલબેનનું બીજા કોઈ યુવક સાથે સંબંધ હોવાની જાણ થઈ ગઈ હતી. જેના કારણે મિતલબેન અને રાજુભાઈ વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા હતા.

મિતલબેને પોતાના પ્રેમી ઈસ્માઈલને પૈસાની જરૂરિયાત હોવાને લીધે રાજુભાઈના અઢી લાખ રૂપિયા લીધા હતા અને તેમના પ્રેમી ઈસ્માઈલને અઢી લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. પરંતુ ઇસ્માઈલ મિતલબેને પૈસા પરત કરી રહ્યો ન હતો. મિતલબેન વારંવાર પૈસા પરત માંગતી હતી પરંતુ ઇસ્માઈલ રૂપિયા પરત આપવાને બદલે વાયદા ઉપર વાયદા આપી રહ્યો હતો.

મિત્ર બેન પોતાના પૈસા પરત ખૂબ જ માંગી રહી હતી. જેના કારણે સાથે સંબંધ તોડવા માંગતો હતો પરંતુ મિતલબેન વારંવાર ઈસ્માઈલ પાસેથી પૈસાની માંગણી કરી રહી હતી. એક દિવસ ઈસ્માઈલ મિતલબેને પૈસા પરત કરી રહ્યો છે તેમ કહીને છેલ્લો વાયદો માંગ્યો હતો. જેના કારણે મિત્તલબેને ઈસ્માઈલ પર ભરોસો કરીને ઈસ્માઈલને સમય આપ્યો હતો.

પરંતુ ઈસ્માઈલએ પોતાના મનમાં કોઈ અલગ વાત જ વિચારી લીધી હતી. એક દિવસ તેણે મિતલબેન ને ફોન કરીને તે પૈસા પરત કરી રહ્યો છે તેમ જણાવ્યું હતું. જેના કારણે મિતલબેન ઈસ્માઈલ પાસે પૈસા લેવા માટે ગયા હતા. ત્યારે ઈસ્માઈલ પોતાની બાઈક લઈને આવ્યો અને તેણે મિતલબેને પોતાની બાઈક પર બેસી જવા માટે કહ્યું હતું.

મિતલબેન સાંજનો સમય થઈ ગયો હોવા છતાં ઇસ્માઈલની સાથે બાઈક પર બેસીને જીઆઇડીસી પાસે આવેલી કાશીપુરા સરાર રોડ પર આવેલી રમણગામડી ખેતરની ખુલી જગ્યામાં ગયા હતા. બંને ગામની સીમમાં ગયા હતા. તે સમયે મિતલબેન અને ઇસ્માઈલ બંને માટીના ઢગલા ઉપર ચડ્યા હતા. મિતલબેન ને પૈસા માંગ્યા હતા.

ત્યારે ઈસ્માઇલને મિતલબેને માટીના ઢગલા પર ધક્કો મારીને પાડી દીધા ત્યારબાદ મિતલબેન સાથે એવું બન્યું કે તેઓ ઘરે પહોંચ્યા નહીં જેના કારણે મિતલબેન ના પતિ રાજુભાઈ મિતલબેન ને શોધી રહ્યા હતા. રાજુભાઈએ તેમની પત્નીને ખૂબ જ શોધી હતી. રાજુભાઈ પોતાની પત્નીને શોધી રહ્યા હતા અને તેમની ગુમ થયેલી પત્નીને તેણે નવ દિવસ સુધી શોધી હતી.

પરંતુ અંતે ન મળતા રાજુભાઈએ વરણામાં પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસ મિતલબેને શોધી રહી હતી. મિતલબેના ગુમ થયા હોવાને કારણે મિતલબેનને શોધવા માટે પોલીસ પોલીસએ ઘણા બધા વિસ્તારોમાં ચેક કર્યું હતું.

પરંતુ મિતલબેન કોઈપણ જગ્યાએથી દેખાય નહીં ત્યારબાદ પોલીસે મિતલબેનના ઓળખીતા અને તેમની આજુબાજુમાં રહેતા પાડોશીઓની પૂજ પર હજ ચાલુ કરી હતી. તે સમયે મિતલ પોલીસને જાણવા મળ્યું કે મિતલબેન સાંજના સમયે તેમના પ્રેમી ઈસ્માઈલ ની બાઈક પર બેસીને ગયા હતા. જેના કારણે પોલીસે ઈસ્માઈલ ની ધરપકડ કરી હતી.

અને તેની પૂછપરછ કરી હતી તે સમયે જણાવ્યું હતું કે તે મિતલબેન વિશે કશું પણ જાણી રહ્યો નથી. પરંતુ પોલીસે હારના માનીને ઈસ્માઈલની કડક પૂછપરછ કરી ત્યારે ઇસ્માઈલ એ જણાવ્યું હતું કે, તે રમણ ગામડી ની સીમમાં માટીના ઢગલા પાસે મિતલબેનને લઈ ગયો હતો અને ત્યાં મીતાબેને પૈસા માગતા તેમને ધક્કો મારીને પાડી દીધા હતા.

અને ત્યારબાદ આસપાસ થી કોઈપણ વ્યક્તિઓ પસાર ન થતા અને કોઈની અવરજવર ન દેખાતા તેનું ગળું દાબી દીધું હતું. જેના કારણે મિતલબેન નું તડપીને મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ આ માટીના ઢગલામાં મિતલબેનને દાટી દઈને ઘરે પરત આવી ગયો હતો. ત્યારબાદ પોલીસે આવું શા માટે કર્યું હોવાનું પૂછ્યું ત્યારે ઈસ્માઈલ એ જણાવ્યું હતું કે,..

તેમણે મિતલબેન પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતા જે પરત કરવાના હતા. તે માટે મિતલબેનનું ઢીમ ઢાળી દીધું હતું. આ સાંભળતા જ રાજુભાઈ આઘાતમાં આવી ગયા હતા અને તેઓએ પોતાની પત્ની અને પૈસાને ગુમાવ્યા હતા. જેના કારણે તેઓ ખૂબ જડી રહ્યા તેમણે પોતાની પત્નીને કાયમ માટે ગુમાવી દીધી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment