Breaking News

પત્ની પાડોશીને પ્રેમ કરી બેસતા પતિને હથોડીથી ટીંચી નાખ્યો, લાશને લઈને 5 કલાક ફર્યા અને અંતે પોલીસની સામે થયું એવું કે… જાણો..!

પ્રેમ પ્રકરણ ભલભલા લોકોના પરિવાર વેર વિખેર થયા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં ખૂબ સુખી અને સારી રીતે ચાલતું લગ્નજીવન પ્રેમ પ્રકરણના કારણે બરબાદ થઈ ગયું છે. જેમાં એક વ્યક્તિને જીવ ગુમાવો પડ્યો છે. તો બાકીના લોકોને જેલના સળિયા પાછળની હવા ખાવાનો વારો આવ્યો છે.

સંગીતા અને ધનરાજ બંને પતિ પત્ની છેલ્લા કેટલાક સમયથી ભોપાલ શહેરમાં રહે છે. આ બંને વ્યક્તિના ઘરની સામેની બાજુએ આશિષ નામનો એક વ્યક્તિ રહે છે, જે દિન પ્રતિદિન સંગીતાના ઘરે આવી પહોંચતો, સંબંધો ખૂબ જ સારા હોવાને કારણે તે કલાકો સુધી તેના ઘરે બેસીને ગપ્પા લડાવતો હતો..

જોતામાં સમય વીતે તો ગયો તેમ તેમ સંગીતાને આશિષ એકબીજાની ખૂબ જ નજીક આવવા લાગ્યા. ધીમે ધીમે તેઓ એકબીજાને પ્રેમ કરી બેઠા ધનરાજની ગેરહાજરીમાં સંગીતા આશિષ સાથે રહેવા લાગતી. આ ઉપરાંત તેને પોતાના પતિ કરતા પણ મોટો દરજ્જો આશિષને આપી દીધો હતો. જ્યારે ધનરાજને જાણ થઈ કે તેની પત્ની સંગીતા તેની સામે રહેતા વ્યક્તિ આશિષના પ્રેમમાં પડેલી છે..

ત્યારે તે ખૂબ જ નારાજ થઈ ગયો હતો, આ ઉપરાંત તેણે તેની પત્નીને આશિષ સાથે ખૂબ જ ખરાબ હાલતમાં પણ પકડી લીધી હતી. આ જોતાની સાથે જ તે કશું બોલ્યા વગર ઘર છોડીને બીજા ઘરે રહેવા માટે જઈ રહ્યો હતો. આ ઉપરાંત તેણે કહ્યું કે, હું તારી જિંદગી નર્ક બનાવી દઈશ, બસ એટલું સાંભળતાની સાથે જ સંગીતા ગુસ્સે ભરાઈ ગઈ..

અને તેણે આશિષ સાથે મળીને પોતાના પતિને રસ્તા પરથી સાફ કરવાની ઘટના કાઢી નાખી હતી. ધનરાજ અન્ય ઘરમાં રહેવા માટે જાય એ પહેલા જ સંગીતાએ પોતાના ઘરે એક ઉકાળો બનાવ્યો હતો, આ ઉકાળાની અંદર તેણે 20 જેટલી ઊંઘની ગોળીઓ મિલાવી દીધી હતી ત્યારબાદ આ ઉકાળાને ધનરાજને પીવડાવી દીધો હતો..

થોડી જ વારમાં તે બેભાન થવા લાગ્યો, ત્યારબાદ આશિષ તેના ઘરે આવી પહોંચ્યો દોરી વડે તેનું ગળું દાબી દીધું હતું. પરંતુ ધનરાજ ધીમે ધીમે ભાનમાં આવી જતા તેને હથોડી વડે માથા ઉપર વાર કર્યો હતો. અને જોતજોતા માં તેને પતાવી પણ દીધો હતો, ત્યારબાદ લોહીથી લથબથતા આ મૃતદેહને આશિષ અને સંગીતાએ કોથળામાં નાખીને મોટી ગાડીની અંદર શહેરની બહાર ફેંકી આવવા માટે નીકળ્યા હતા..

પરંતુ શહેરની અંદર પાંચ કલાક તેઓ રખડ્યા છતાં પણ તેઓને કોઈ સુરક્ષિત જગ્યા લાશ ફેંકવા માટે ન મળતા અંતે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યાં તેમને તેમના કરેલા કાર્ય ઉપર ખૂબ જ પસ્તાવો થયો, પરંતુ હવે પસ્તાવો કરીએ સંગીતાનો પતિ પરત આવે તેમ હતું નહીં.

આશિષ ખુબ જ ચાલાક હતો તેને પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરાને પહેલેથી જ ડેમેજ કરી દીધા હતા. જેથી તેની ફૂટેજ કોઈ વ્યક્તિને ન મળે આ બાદ તેણે મોટી ગાડીની ડીકીની અંદર ધનરાજની લાશને સંતાડીને રાખી હતી, પરંતુ લાશને ફેકવાનો મોકો ન મળતા અંતે તેઓને પોતાના જ કાર્ય ઉપર શરમ આવી હતી..

અને તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને જણાવ્યું કે, અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને અમે બંનેએ ધનરાજને મોતને ઘાટ ઉતારી દીધો છે. જ્યારે આ શબ્દો પોલીસે સાંભળ્યા ત્યારે પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી અને વિચારવા પર મજબૂર બની આખરે આ તો કેવા અપરાધીઓ છે કે, જેવો ગુનો આચાર્ય બાદ સામેથી જ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે..

અને પોતાનાં કરેલા કાર્યોની કબુલાત પણ કરવા લાગ્યા છે. સંગીતાનો પ્રેમી આશિષ પાંડે ખૂબ જ હાઈ પ્રોફાઇલનો વ્યક્તિ છે. છતાં પણ તે આ બધા કાર્યોમાં ફસાઈ ગયો છે. આશિષ પાંડે એક સોફ્ટવેર એન્જિનિયર છે. તેનો ભાઈ વકીલ છે. તો તેના પિતા પણ એક નિવૃત્ત એન્જિનિયર છે. આ સાથે સાથે તેની પત્ની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *