Breaking News

પત્નીએ લાડવા બનાવવાની નાં કહેતા જ માથાફરેલા પતિએ તેની પત્નીને કરંટના જટકા આપીને પતાવી દીધી, હચમચાવી દેતો કિસ્સો..!

ઘણા બધા લોકો અવનવી ચીજ વસ્તુઓ અને વાનગી ખાવાના ખૂબ જ શોખીન હોય છે, ખાવાના અતિશય શોખીન લોકો તીખી તમતમતી તેમજ એકદમ ચટાકેદાર સ્વાદિષ્ટ વાનગીઓ જુદી-જુદી જગ્યાએથી શોધી લાવીને ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ અત્યારે લાડવા ખાવાના શોખીન એક વ્યક્તિએ એવું પગલું ભરી લીધું છે કે..

જેને જાણ્યા બાદ કોઈપણ વ્યક્તિને આ ઘટના ઉપર વિશ્વાસ થતો નથી, પરંતુ આ ઘટના બિલકુલ સાચી છે. અને તે મધ્યપ્રદેશના ભોપાલના ઇન્ટેરી વિસ્તારમાંથી સામે આવી છે. અહીં નાપુરમાં લક્ષ્મીનારાયણ નામનો વ્યક્તિ તેની પત્ની રુકમણીની સાથે જીવન જીવતો હતો. લક્ષ્મીનારાયણ અંજલી ધામની પહાડીમાં મજૂરી કામ કરવા માટે આવી પહોંચ્યો હતો..

જ્યારે તેની પત્ની ઘરે રહીને છૂટાં મજૂરી કામ કરતી હતી. એક દિવસ સાંજના સમયે પતિ અને પત્ની બંને મજૂરીથી ખૂબ જ થાકીને આવ્યા હતા, એ વખતે લક્ષ્મીનારાયણને તેની પત્નીને જણાવ્યું કે, તેને લાડવા ખાવાની ઈચ્છા થઈ છે. એટલા માટે તાત્કાલિક ધોરણે તું મને લાડવા બનાવી આપ આ વાત સાંભળીને રુક્મણીએ જણાવ્યું કે, તે આજે ખૂબ જ થાકી ગઈ છે..

એટલા માટે તે આવતીકાલે અથવા તો આવનારા દિવસોની અંદર તેને લાડવા બનાવીને ખવડાવશે, પરંતુ લક્ષ્મી નારાયણને લાડવા ખાવાની એટલી બધી ઈચ્છા થઈ ગઈ હતી કે, તેણે તેની પત્નીને દબાણ આપ્યું હતું કે જો તું મને અત્યારે લાડવા બનાવીને નહીં આપે તો હું તને ઘરની બહાર કાઢી મુકીશ તો બીજી બાજુ રુકમણી એ જણાવ્યું કે લાડવા જેવી સામાન્ય બાબતની અંદર આપણે ક્યારેય પણ લડાઈ ઝઘડો કરવો જોઈએ નહીં..

પરંતુ લક્ષ્મીનારાયણનું મગજ કઈ રીતે કામ કરતું હોય તેની જાણ કોઈપણ વ્યક્તિને હતી નહીં. તે આ બાબતને લઈને આટલો બધો ગુસ્સે ભરાઈ ગયો કે તેની પત્નીને ઢોર મારવા લાગ્યો હતો, અને કહેવા લાગ્યો કે તું ક્યારે પણ મારા કહ્યું માનતો નથી. તું મારી પત્ની છે એટલે તારે મારી દરેક વાતચીત માનવી પડશે અને હું કહું તેમ જ તારે કરવું પડશે..

તો બીજી બાજુ રુકમણી એ જણાવ્યું કે તમે આ બાબતને ખૂબ જ મોટો બખેડો બનાવી રહ્યા છો. આ બાબતને અહીં ટાળવી જોઈએ, પરંતુ માથાફરેલા લક્ષ્મી નારાયણને તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું કાઢી નાખ્યું હોય એ મુજબ જ તેની પત્નીને માથાના ભાગે માર મારવા લાગ્યો અને ત્યારબાદ જ્યારે તે બેભાન અવસ્થામાં ઢળી પડી ત્યારબાદ તેને કરંટના ઝટકા પણ આપ્યા હતા..

અને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ તે ઘર મૂકીને ભાગી ગયો હતો, બીજા દિવસે સવારના સમયે જ્યારે આસપાસના પડોશીઓ રુકમણીના ઘર પાસે આવી પહોંચી અને જોયું તો રુકમણી જમીન ઉપર નીચે ઢળી પડેલી હતી. તેને માર મારવામાં આવ્યો હોય તેવું લાગતું હતું.

પડોશીઓએ તરત જ પોલીસ સ્ટેશનએ જાણકારી પહોંચાડી હતી કે, રુકમણીનું મૃત્યુ થયું છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો તેમની સાથે આવેલો એફએસએલ ની ટીમ પણ જરૂરી પુરાવાઓને એકત્ર કરવામાં લાગી ગઈ હતી કે, આ મૃત્યુ કેવી રીતે થયું છે. રુકમણીની લાશને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપી હતી..

જ્યાં રિપોર્ટ આવતાની સાથે ખબર પડી કે, કરંટના જોરદાર ઝટકા આપવાને કારણે રુકમણીનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના બન્યા બાદ રુકમણીનો પતિ ઘરેથી ભાગી ચૂક્યો હોવાથી તમામ શંકા તેના પતિ ઉપર જતી હતી. આસપાસના પડોશીના લોકોનું પણ કહેવું હતું કે, રુકમણીનો પતિ લક્ષ્મીનારાયણ અવારનવાર રુકમણીને ઢોરમાર મારવાનું શરૂ કરી દેતો હતો..

શંકા અને અન્ય વ્યક્તિઓના નિવેદનના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરાવી હતી અને ટૂંક સમયની અંદર જ લક્ષ્મીનારાયણને પણ પકડી પાડવામાં આવ્યો હતો. તેની જ્યારે પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે તેને કબૂલી લીધું કે, તેને લાડવા ખૂબ જ વધારે ભાવે છે. અને જુઓ તેની ભાવતી ચીજ વસ્તુઓને તેને ટૂંક સમયની અંદર ન મળે તો તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે..

અને આ ગુસ્સામાં જ તેણે તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. અત્યારે તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. પરંતુ એક વખત ઘટના ઘટ્યા બાદ પાછળ જઈને પસ્તાવાથી પણ કશો ફાયદો થતો નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *