Breaking News

પત્નીએ અડધી રાત્રે પતિને લોખંડના પાઈપથી ગળું દબાવી પગે કરંટ આપી મારી નાખ્યો, અને પછી કર્યું એવું નાટક કે ઓળખવામાં આવી ગયા ફીણ..!

આજકાલ પરિવારમાં અંદરોઅંદર એકબીજા સભ્યોની હ.ત્યા થવાના કિસ્સાઓ સર્જાઈ રહ્યા છે. ક્યાંકને ક્યાંક પરિવારમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમજ નાની નાની બાબતોમાં એકબીજા વ્યક્તિને મહેણાં મારવા અને ત્રાસ ગુજારવાના બનાવો પણ સામે આવવા લાગ્યા છે. ગઈકાલે મધ્ય ગુજરાતના વડોદરામાં એક મારફાડ પત્નીએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે..

તેને એવી રીતે મૃત્યુ આપ્યું છે કે, જેના વિશે સાંભળીને જ ભલભલા લોકોના રુવાટા બેઠા થઈ ગયા છે. હકીકતમાં મામલો છાણી વિસ્તાર પાસે આવેલા VMC ક્વાટર્સમાં બન્યો છે. આ ક્વાર્ટર્સમાં નવીન ગોરધનભાઈ શર્મા નામનો 42 વર્ષનો વ્યક્તિ પોતાની પત્ની રંજન તેમજ આઠ વર્ષનો દીકરો અને છ વર્ષની દીકરી સાથે રહે છે..

તેમના બાજુના ઘરમાં તેમના પિતા રહે છે. નવીનભાઈના સગા ભાઈએ થોડા વર્ષો પહેલા આપઘાત કરી લીધો હતો. તેમજ તેમના ભાભી અને ભત્રીજો તેમજ ભત્રીજો તેના પિયરમાં રહે છે. તેમજ તેમની માતાનું પણ અવસાન થતા તેમના પિતા તેમની બાજુમાં ફ્લેટમાં એકલા રહે છે. એક દિવસ રાતના સમયે રંજનબેન તેના દીકરા અને દીકરીને લઈને તેના સસરાના ફ્લેટમાં સુવા માટે ચાલી ગઈ હતી.

જ્યારે રંજનબેનનો પતિ નવીન ગોરધનભાઈ શર્મા પોતાના જ ફ્લેટમાં સૂતો હતો. એક દિવસ સવારમાં 6:30 વાગે આસપાસ રંજન નવીનના ફ્લેટમાં ગઈ અને અચાનક જ બૂમોબૂમ કરવા લાગી. આ બુમાબુમ સાંભળતા તેના 80 વર્ષના સસરા ત્યાં આવી પહોંચ્યા અને રંજને તેના સસરાને જણાવ્યું કે, પપ્પા તમે જલ્દી અહીં આવો..

નવીન ઉપરથી નીચે પડી ગયા છે અને કશું બોલતા નથી. આ સાંભળીને જ વડીલ ખૂબ જ હાફળાફાફળા થઈ ગયા હતા અને તે દોડવા લાગ્યા અને તેના પુત્રની હાલત જોઈ તો ખૂબ જ ગંભીર જાણાઈ એટલા માટે તેઓએ તાત્કાલિક ને ફોન કરીને બોલાવી હતી. નવીનભાઈના હાથ પગ તેમજ ગળાના ભાગે ખૂબ જ ગંભીરાના નિશાનો દેખાઈ રહ્યા હોવાથી 108ની ટીમને કંઈક ઊંધી શંકા ગઈ હતી..

અને તેઓએ તાત્કાલિક ફતેગં પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ કરતાં પોલીસનો સ્ટાફ સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં વધુ તપાસ કરતાં જાણ થઈ કે નવીનભાઈની હત્યા થઈ ગઈ છે. અને તેની હત્યા કોણે કરી છે તે જાણવા માટે પોલીસ માથામણ કરી રહ્યા હતી. નવીન કોઈ પણ પ્રકારનું કામકાજ કરતો હતો નહીં.

અને તેની પત્ની રંજન આસપાસના બંગલાઓમાં ઘરકામ કરી પૈસા કમાથી અને બંને બાળકોનું ધ્યાન પણ રાખતી હતી એક દિવસ નવી ને તેની પત્ની ઉપર શંકા કરી હતી. આ વાત રંજનાએ પોતાની દાઢમાં રાખી અને સવારના સમયે તે તેના પતિ જ્યારે સુતા હતા ત્યારે લોખંડનો પાઇપ લઈને તેનું ગળુ દબાવી દીધું હતું..

અને ત્યારબાદ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ કરી તેના પતિને પગના ભાગે કરંટ પણ આપી દીધો હતો. જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારબાદ તેને નીચા પટકી દેતા તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેણે તેના સસરાને બોલાવ્યા અને આ તમામ ઘટનાની નાટક સ્વરૂપ રજૂ કર્યું હતું..

પરંતુ પોલીસની કડક પૂછતા સામે તેનું કશું ચાલ્યું નહીં અને તે પકડાઈ ચુકી છે. નવીનભાઈનું મૃત્યુ થતાં તેના પિતા ગોરધનભાઈ ઉપર નવીનભાઈના દિકરા દિકરીને સાંભળવાની જવાબદારી આવી ગઈ છે. હવે તેમના પરિવારમાં માત્ર ગોરધનભાઈ એક જ પુરુષ વધ્યા છે. બાકી તમામ વ્યક્તિઓનું મૃત્યુ થઈ ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.