કેટલાક લોકો પોતાના ધંધા-રોજગાર ને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. તો કેટલાક લોકો પોતાના ભણતરને લઇને ચિંતિત હોય છે. અથવા ઘણા બધા લોકો પોતાની પત્ની તેમજ માતા-પિતા અને પરિવારજનોને લઇને ચિંતિત હોય છે. ઘર કંકાસ ને કારણે અવારનવાર પરણીતા તેમજ સાસુ-સસરા અને પતિ સહિતના અન્ય લોકો પણ કોઈ રસ્તો બાકીના બધા કંટાળી જઇને આપઘાત કરી લેતા હોય છે.
અને હાલ રાજકોટ શહેરના ૮૦ ફૂટ રીંગ રોડ પરથી એક એવો બનાવ બન્યો છે કે, જેમાં માતા અને પત્નીના ઝગડાને કારણે કંટાળીને યુવકે એસીડના ઘૂંટડા પીને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. રાજકોટ શહેરના ૮૦ ફુટ રોડ ઉપર વાવડી વિશાલ નગર સોસાયટીમાં જેઠવા દિવ્યેશ ભાઈ મનસુખભાઈ રહે છે..
કે જેમની ઉંમર ૩૨ વર્ષની છે. તેમના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલા વિધિબેન નામની એક યુવતી સાથે થયા હતા લગ્ન થતાની સાથે જ પરિવારજનો ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને માતા તેમજ તેની પત્ની બંને વચ્ચે સારો તાલમેલ પણ જોવા મળ્યો હતો. પરંતુ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ દિવ્યેશભાઈની માતા અને પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા..
અને ક્યારેક તો વાત મારામારી સુધી પહોંચી જતી. સાસુ ગાગર લઈને મારવા દોડતી હતી તેમજ વહુ પણ સવરણો લઈને મારવા આવતી હતી. ઉગ્ર મારામારીમાં ઘણી વખત એકબીજા ઇજાગ્રસ્ત પણ થઇ જતા હતા. દિવ્યેશભાઈ તેમની માતા અને તેમની પત્ની બંનેને સમજાવીને ખૂબ જ થાકી ગયા હતા. પરંતુ આ ઝઘડાનો અંત ક્યારે પણ આવતો હતો નહીં.
એક દિવસ દિવ્યેશ ભાઈ એવું પગલું ભરી લીધું છે કે, જેના કારણે પરિવારના તમામ સભ્યોને મોઢા ફાટેલા રહી ગયા છે. દિવ્યેશભાઈ અને અન્ય ત્રણ ભાઈઓ અને એક બહેન છે. તમામ ભાઈ-બહેનો દિવસનો સૌથી નાના દીકરા છે. તેઓ એક દિવસ સુધી પાણીપણ બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં એસિડ ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું..
એસિડ પીધા બાદ તેઓ ત્યાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. આસપાસના લોકો આ દ્રશ્ય જોયું ત્યારે તેઓને તાત્કાલીક સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ જ્યાં સારવાર દરમિયાન જ પોતાનું જીવન ટૂંકાવી દીધો હતો. હકીકતમાં તમે વિચારી શકો છો કે દિવ્યેશભાઈ કેવા કંટાળી ગયા હશે કે તેઓએ પોતાનું જીવન ટૂંકાવીને તેમની માતા અને તેમની પત્ની અને એના ઝઘડાનો અંત કર્યો છે..
હકીકતમાં આજકાલ ઘણા બધા પરિવારમાં આ પ્રકારના કિસ્સા જોવા મળે છે. પરંતુ પરિવારથી જ પરિવારની પ્રગતિ થાય છે. આ બાબત કોઈ સમજતું નથી. જેના કારણે અવારનવાર ઘરેલુ કંકાસમાં લોકો આપઘાત કરવા લાગ્યા છે. હકીકતમાં આવા બનાવોને અટકાવા માટે સમાજના અગ્રણીઓ સમાજને ઉપદેશ આપવા માટે સમૂહ કર્યક્રમ ગોઠવવો જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]