આપણે બે મિત્રોની દોસ્તીના અને કિસ્સાઓ સાંભળ્યા છે. દોસ્તીમાં એક બીજાઓ માટે જીવ પણ આપી દેવાની તાકાત રહેલી છે. પરંતુ હાલ એ દોસ્તીને કલંકના રૂપમાં ફેરવનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. કારણકે એ વ્યક્તિ કે જેનું નામ કરણ કુમાર છે. તેણે તેના ખાસ મિત્ર મનજીતની પત્ની રેણુકા દેવી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને મિત્રતાને કલંકમાં ફેરવી નાખી હતી.
હકીકતમાં મનજીત અને કરણ કુમાર બંને ખૂબ જ સારા દોસ્તો હતા. એટલા માટે કરણ કુમાર અવારનવાર મનજીતના ઘરે રજાના દિવસોમાં આવતો હતો. આ સાથે ક્યારેક સાંજના સમયે જમવા પણ આવતો હતો. આ સમય દરમ્યાન કરણની આંખો મનજીતની પત્ની રેણુકા સાથે મળવા લાગી હતી..
ધીમે-ધીમે તેઓ એકબીજાને આટલી નજીક આવી ગયા હતા કે મનજિતની ગેરહાજરીમાં તેઓ એકબીજાની સાથે સમય વિતાવવા લાગ્યા હતા. આ બાબતની જાણ મનજીતને હતી નહીં એટલા માટે તેઓ રોજ મોજ મજા કરતા હતા. આ સમય દરમ્યાન કારણે એક પણ વાર તેના મિત્ર વિષય વિચાર કર્યો ન હતો..
અને ન કરવાનું કામ કરતો હતો. ધીમે ધીમે મનજીત અને રેણુકા વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. અને રેણુકા કરણ સાથે શરીર સંબંધ બાંધવા લાગી હતી. કરણ અને રેણુકાએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ રેણુકાનો પતિ મંજીત તેઓને અડચણરૂપ બનતો હતો એટલા માટે રેણુકાએ કરણને 30 હજાર રૂપિયા આપ્યા હતા..
અને કહ્યું હતું કે તું મારા પતિને રસ્તા પરથી સાફ કરી દે. કરણે તેના મિત્ર વિનોદ અને તેનો ભાઈ રાહુલ સાથે મળીને મનજિતની હત્યા કરી નાખી હતી. એક દિવસ સાંજના સમયે તે મનજીતના ઘરે ગયો હતો અને રોડ ઉપર એક આંટો મારીને પરત આવીએ એમ કહીને તેને બહાર લઈ ગયો હતો..
એક અજાણ્યા ગ્રાઉન્ડમાં લઇ ગયા બાદ કરણના ભાઈ અને કરણના મિત્રએ મનજીતના માથા પર કુહાડીના ઘા માર્યા હતા. આટલું જ નહીં કારણે પણ મંજીતને ઢોર માર માર્યો હતો. એટલા માટે મનજીત ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બન્યા બાદ તેઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા..
બીજા દિવસે આ લાશ લોકોએ જોઈ અને પોલીસને બોલાવી હતી. પોલીસને જાણ થઈ કે આ લાશ હકીકતમાં રેણુકા દેવીના પતિ મનજિતની છે. રેણુકા દેવી પોલીસમાં ખોટી ખોટી ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિને કોઈ હત્યા કરી નાંખી છે. આ ફરિયાદ નોંધાવવામાં તેની સાથે કરણ પણ હાજર હતો..
પરંતુ પોલીસને તેઓની વાત પરથી કંઈક જુદી જ શંકા જતી હતી એટલા માટે તેઓએ કરણના કોલ રેકોર્ડ્સ કાઢ્યા હતા. કોલ રેકોર્ડ જોતાની સાથે જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે કરણ કુમાર નામના વ્યક્તિએ રેણુકા દેવી સાથે કુલ 2700 વખત વાત કરી હતી. એક મહિનાની અંદર આટલી બધી વાતચીત રેણુકા દેવીએ તેના પતિ સાથે પણ નહીં કરી હોય..
આ ડીટેલસ મળતાની સાથે જ પોલીસને આ ઘટનાની ચિત્ર એકદમ સાફ થઈ ગયું હતું. અને તેઓએ તાત્કાલિક ધોરણે કરણ ને પકડી પાડ્યો હતો. કરણ ને દબોચીને કરે પૂછતાછ કરતા તે તમામ માહિતી બોલવા લાગ્યો હતો કે તેની અને રેણુકા ની વચ્ચે છેલ્લા બે વર્ષથી અફેર ચાલી રહ્યું હતું..
તેઓ એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હતા પરંતુ તેનો પતિ તેને ખૂબ જ અડચણરૂપ બનતો હતો. એટલા માટે તેણે મનજિતની હત્યા કરી નાંખી છે. હકીકતમાં એક મિત્રએ બીજા મિત્રને દગો આપીને મારી નાખ્યો છે. આ કામ કરવા માટે કારણે તેના મિત્રને તેમજ તેના ભાઈને પૈસા આપ્યા હતા..હાલ પોલીસે સમગ્ર બાબતને સુરત આવી નાખી છે અને અસલી આરોપીઓને જેલના હવાલે કરી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]