Breaking News

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને પતિએ પોતાની સગી ફૂલ જેવી એક વર્ષની દીકરીને બીજા માળેથી નીચે ફેંકી દીધી

પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓના કિસ્સા દિવસેને દિવસે વધતા જ જાય છે. સાસુ-વહુના ઝઘડાઓ તો ચાલતા જ હોય છે પરંતુ હવે પતિ અને પત્ની ના ઝગડા પણ એટલી હદે વધવા લાગ્યા છે કે તેનાથી કંટાળીને પતિ કે પત્ની બંને માંથી કોઈ એક એવું પગલું ભરી લે છે. કે લોકો તેઓને જોઈને હોશ ઉડી જાય છે.

આ ઝઘડા આવો એટલા ખતરનાક બની જતા હોય છે કે જેના લીધે બોલાચાલી તો બરાબર છે, પરંતુ મારામારી સુધી વાત પહોંચી જાય છે. અને ઘણીવાર તો પતિ પત્ની ના ઝગડા માં સજા તેના લાચાર બાળકો ભોગવતા હોય છે.

હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળતા જ તમારા હોશ ઉડી જશે!! અમે વાત કરી રહ્યા છીએ સુરતમાં બનેલા એક કિસ્સાની કે જેમાં પતિ-પત્ની વચ્ચે કામકાજને કારણે ઝઘડો થયો હતો. જે બાદ પત્ની તેમની એક વર્ષની બાળકીને ઘરે સૂવડાવીને પિયર જતી રહી હતી.

જેથી આવેશમાં આવેલા પતિએ પોતાની એક વર્ષની બાળકીને મકાનના બીજા માળેથી ફેંકી દીધી હતી. બાળકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામમાં આવી હતી. જોકે, પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સાલબતપુરા વિસ્તારમાં આવેલા મન દરવાજાની વસાહત ખાતે રહેતી સુષ્માને ઘર નજીક રહેતા ભાવિન નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી. પોતે સગીર હતી ત્યારે આ યુવક સાથે ભાગી જેઇને શિરડી ખાતે લગ્ન કાર્યા હતા. જોકે પહેલા તો લગન જીવન ખૂબ સારૂ ચાલતું હતું. પરંતુ….

થોડા સમય બાદ સુષ્માને ભાવિન બહુ ત્રાસ દેવા લાગ્પ્યોયો હતો. તે ઘણી વખત સુષ્મા પર ખોટી શંકા કરતો હતો. આ દંપતીને પિત્રી ઉપરાંત એક દીકરો પણ છે. લોકડાઉન બાદ ભાવિન બેકાર બન્યો હતો અને દરોજ સુષ્માને માર મારી ત્રાસ આપતો હતો. ગતરોજ પણ બેકાર ભાવિને સુષ્માએ કામ કરવાનું કહેતા પત્ની સાથે ઝગડો કરી તેને માર મારવા લાગ્યો હતો.

જેથી સુષ્માએ તેની વર્ષની બાળકીને સુવડાવી પોતાના પિયર જવા નીકળી હતી. જોકે આ વાતનો ગુસ્સો આવત ભાવિને બાળકીને પોતાના મકાનના બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જેને લઈને બાળકીને ગંભીર ઇજા થવા પામી હતી. જોકે જોકે બાળકીને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

જ્યાં તબીબોનાં જણાવ્યાં પ્રમાણે, બાળકીને માથામાં ડાબી બાજુ ગંભીર ઇજા થઈ છે. તેથી જમણી બાજુનું અડધુ અંગ ઓછું કામ કરે છે. આ સાથે માથામાં હેમરેજ પણ થયું છે.

જોકે માતા સુષ્માએ બાળકીના પિતા વિરુદ્ધ બાળકીની હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાવતા પોલીસે આ મામાએ ગુનો નોંધી આરોપી પકડી પાડવાના ચક્રો ગતિમાન કાર્યા છે.

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *