Breaking News

પતિની હરકતોથી કંટાળીને યુવતી આપઘાત કરવા સાબરમતીએ પહોચી, જીવ જવાનો જ હતો ત્યાં થયો મોટો ચમત્કાર.. વાંચો..!

ઘરેલુ મામલાઓમાં તથા ઝઘડાને કારણે ઘણી બધી વાર વાત એટલી બધી આગળ પહોંચી જતી હોય છે કે પતિ અથવા પત્ની બંને માંથી કોઈ એક આપઘાત કરવાનું પગલું ભરી લેતા હોય છે અને બાકીના સભ્યો જોતાં જોતાં જ રહી જાય છે. હાલ અમદાવાદના દરિયાપુર વિસ્તારની એક પળમાં પતિ-પત્ની રહે છે..

પત્ની મૂળ રાજસ્થાનના ટોકની વિસ્તારની છે. તે માત્ર ૧૪ વર્ષની હતી ત્યારથી તેના લગ્ન થઇ ગયા હતા. પરંતુ હવે તેનો પતિ તેને ખૂબ જ હેરાનગતી પહોંચાડી રહ્યો છે. તેનો પતિ અવારનવાર તેને કહેતો હતો કે હું અહીંયા નો દાદા છું. અને હું અહીંયાનો ગુંડો છું. તું ઘરે થી એકવાર નીકળ્યા બાદ ક્યારેય પાછી ન આવતી..

તારા ભાઇઓને પણ હું મારી નાખીશ. છેલ્લા ઘણા દિવસોથી આ યુવતી એના પતિના ત્રાસથી અને હરકતોને સહન કરી રહી હતી. પરંતુ એક દિવસ તે ઘરેથી દોડીને રડતા રડતા નીકળી પડી હતી અને અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા પહોંચી હતી. એવામાં નદીમાં કૂદીને તે જીવ ગુમાવવા જઈ રહી હતી ત્યારે અચાનક જ મોટો ચમત્કાર થયો હતો..

અને ભગવાને તેને બચાવવા માટે બે અજાણ્યા યુવકોને મોકલ્યા હોય તેવું લાગી રહ્યું હતું. કારણકે અચાનક બે યુવાનો ત્યાં દોડી આવ્યા હતા અને આ મહિલાને આપઘાત કરતાં અંતિમ મોકા પર અટકાવી દીધી હતી. અને તેનો જીવ બચાવી લીધો હતો. આ મહિલાનો જીવ બચાવનાર બંને મિત્રો ના નામ મોઝીક તિરમિજ્જી અને અમાન કકુવાળા છે.

આ બંને મિત્રો ને તેમના કોઇ ઓળખિતા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે એક મહિલા રડતી રડતી રીવરફ્રન્ટ તરફ જઈ રહી છે. અને તે આપઘાત કરવાના મૂડમાં છે. આટલું સાંભળતાની સાથે જ બંને મિત્રો ફટાફટ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા હતા. અને આ મહિલાને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી..

આ મહિલાને બચાવનાર અમાને જણાવ્યું છે કે આ મહિલા આટલી બધી ટેન્શનમાં હતી કે તે વારંવાર કહી નથી કે તેનો પતિ તેને ખૂબ જ હેરાન કરતી પહોંચાડે છે. હવે તેનો પતિ તેને રાખવા માટે રાજી નથી. તમે મને મહેરબાની કરીને મારી મમ્મી પપ્પા પાસે રાજસ્થાન મોકલી દો નહીં તો હું મરી જઈશ..

આ શબ્દ સાંભળતાની સાથે જ બંને મિત્રોએ તાત્કાલિક પોલીસને પણ જાણ કરીને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. મહિલા નો જીવ બચાવનાર મિત્રોએ જણાવ્યું કે અમે અમારી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ પૂરી કરી છે. અમને જ્યારે ખબર પડી કે આ મહિલાએ આપઘાત કરવા માટે નીકળે છે..

ત્યારે અમે એક પણ મિનિટ બરબાદ કર્યા વગર આ મહિલાને બચાવવા માટે દોડી પડ્યા હતા. આ મહિલા જ્યારે અમે બચાવી ત્યારે તેની આંખમાંથી ચારેબાજુથી આંસુ વહી રહ્યા હતા. કોઇ પણ વ્યક્તિનો જીવ બચાવવો એ ખુબ જ મોટી બાબત ગણાય છે. આજે અમે એક મહિલા નો જીવ બચાવ્યો છે અને અમને અંદરથી ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. હકીકતમાં જુઓ ચમત્કાર ના ભાગરૂપે આ બંને યુવકો સમયસર રિવરફ્રન્ટ પહોંચ્યા ન હોત તો આજે આ એક યુવતીનો જીવ ચાલ્યો જાત

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *