પ્રેમમાં આંધળા લોકો ક્યારેય પોતાના પરિવારની ચિંતા કરતા નથી તેઓ હંમેશા પોતાના સ્વાર્થને જોઈને જ આગામી પગલા ભરતા હોઈ છે જે મોટા ભાગે ખોટા સાબિત થતા હોઈ છે. પરતું પાછળથી પછતાવા સિવાય કોઈ વિકલ્પ બાકી રેહતો નથી. આવો એક કિસ્સો સુરતમાં બન્યો છે.
થોડા સમય પહેલા જ તળાવમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા હતા. પોલીસે જ્યારે આ કેસની તપાસ શરૂ કરી ત્યારે આ મોત પાછળ ગેરકાયદેસર સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. પ્રેમ સબંધમાં વચ્ચે આવતા પતિને મારવા માટે પત્નીએ પતિને તળાવમાં ધક્કો દીધો હતો…
પત્ની જાણતી હતી કે મારા પતિને તરવાનું આવડતું નથી. તેથી તેણે પ્રેમીની મદદથી તળાવમાં ધક્કો મારી દીધો હતો. જેના કારણે ડૂબી જવાથી તેનું મોત થયું હતું. પરંતુ જયારે પતિને ધક્કો આપ્યો ત્યારે પતિનું બેલેન્સ બગડતા પતીએ પત્નીના પ્રેમીને પણ પકડી રાખ્યો હતો. તેથી પતી અને પ્રેમી બંને એક સાથે જ તળાવમાં પડી ગયા હતા…
કહેવાઈ છે ને કે તમે કોકનું ખોટું કરવા જાવ એટલે તમારી સાથે પણ ખોટું થાય જ છે. પતિના નસીબમાં મોટો ચમત્કાર થયો હતો એટલે તેણે મરતા મરતા પોતાના જ ખૂનીને સજા આપી દીધી હતી. જેના કારણે બંનેના મોત થયા.
1 મહિના પહેલા પણ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તે સમયે પ્રેમી પહોંચી શક્યો ન હતો, જેથી પતિની હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. ત્રણ દિવસ પછી, તે ફરીથી તેના પતિને મારવા માટે તળાવના કિનારે લઈ ગઈ, આ સમયે પત્નીનો પ્રેમી પણ સમયસર પહોંચી ગયો.
બધું પ્લાન મુજબ ચાલતું હતું, પત્નીએ પતિને તળાવમાં ધક્કો મારતા જ પતિએ તેના પ્રેમીને પકડી લીધો, જેના કારણે બંનેનું ડૂબી જવાથી મોત થયું. આરોપી પત્ની ખુશ્બુ રાંદેરની લોકમાન્ય સ્કૂલમાં શિક્ષિકા છે. તેણીના લગ્ન 7 વર્ષ પહેલા ખાંડકુવા ખાતે રહેતા કમલ યોગેશ ભાઈ પટેલ સાથે થયા હતા.
બંનેને ત્રણ વર્ષની પુત્રી પણ છે. દરમિયાન ખુશ્બુને તુષાર ઉત્તમ ભાઈ પટેલ સાથે પ્રેમ થઈ ગયો, એક દિવસ તે બંને કમલ યોગેશભાઈ પટેલના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ ખુશ્બુ તેના પ્રેમીનો સાથ છોડવા રાજી ન હતી. છૂટાછેડા લીધા બાદ ખુશ્બુ તેના પતિથી અલગ થવા માંગતી હતી.
પરંતુ પુત્રીનું ભવિષ્ય જોઈને યોગેશ ભાઈ પટેલે છૂટાછેડા લેવાની ના પાડી દીધી હતી. આ પછી ખુશ્બુએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. ખુશ્બુ તેના પતિ સાથે બાઇક પર તેના મામાના ઘરે જવા નીકળી હતી, તુષાર પહેલાથી જ રસ્તામાં એક તળાવ પાસે ઊભો હતો.
બાઇક રોક્યા બાદ ખુશ્બુએ પ્રેમી તુષારની મદદથી યોગેશભાઇ પટેલને તળાવમાં ધકેલી દીધો હતો. ખુશ્બુ જાણતી હતી કે યોગેશ ભાઈ પટેલને તરવું આવડતું નથી. પરંતુ પડતી વખતે યોગેશ ભાઈ પટેલ તુષારને પણ પાણીમાં ખેંચી ગયા હતા જેના કારણે બંનેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]