Breaking News

પતિના ત્રાસથી કંટાળી જઈને બન્ને બાળકોને ભગવાન ભરોસે મૂકી પરણીતાએ આપઘાત કરી લીધો, મચી ગયો ચકચાર..!

કેટલી પરણીતાઓ પોતાના સાસરીયે ખુશ હોતી નથી કારણ કે સાસરીયે રહેતા પતિ તેમજ સાસુ સસરા આ ઉપરાંત દિયર દેરાણી પણ અવાર નવાર પરણીતાઓ પર ત્રાસ ગુજરવાના બનાવો બની ગયા છે. તો કેટલાક સાસરીયે પુત્રવધુના આગમન બાદ સાસરીયા વાળા લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું હોય છે.

પરણીતાના સતત ત્રાસને કારણે સાસરિયાના સૌ કોઈ લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ જતા હોય છે. બંને પક્ષો તરફથી જુદા જુદા બનાવો અવારનવાર બનતા હોય છે. ઘરેલું કંકાસની અંદર જ્યારે પણ માણસ ખૂબ જ હતાશ થઈ જતો હોય તેમજ તેમની પાસે અંતે કોઈપણ વિચાર બાકી રહ્યો ન હોય ત્યારે તેઓ આપઘાત તરફ પ્રેરાતા હોય છે..

પરંતુ ક્યારેય પણ આઘાતનું મોટું પગલું ભરવું જોઈએ નહીં, હંમેશા પોતાની સાથે થયેલા અણ બનાવો તેમજ દુઃખની ઘડીની વાતો પોતાના નજીકના સભ્યોને કરવી જોઈએ જેથી કરીને તેનો કોઈ યોગ્ય ઉપાય આવે પરંતુ કેટલાક લોકો આઘાતનું પગલું ભરી લઈ પોતાનું જીવન સંકેલી લે છે. છેલ્લા ત્રણ દિવસની અંદર અંદર સમગ્ર ગુજરાતમાંથી કુલ 15 કરતાં વધારે આપઘાતના બનાવો બની ચૂક્યા છે..

દિન પ્રતિદિન આંકડો આટલો બધો વધી રહ્યો છે કે, જે દરેક સમાજ માટે ખૂબ જ ચોંકાવનારો સાબિત થયો છે. અત્યારે રાજકોટના રૈયા રોડ ઉપર દર્શન પાર્ક સોસાયટીમાંથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. દર્શન પાર્ક સોસાયટીમાં યોગેશભાઈ સાકરીયા તેમના પરિવારજનો સાથે રહે છે..

યોગેશભાઈ મેટોડા વિસ્તારમાં ફ્રાંઇમસનું કારખાનું ચલાવી રહ્યા છે. તેમની પત્ની મિતલબેન કે જેમની ઉંમર ૩૫ વર્ષની છે. તેઓએ પોતાના ઘરે ચુંદડી વડે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તેમના લગ્ન થયા તેના 16 વર્ષ બાદ મિતલબેન આ પગલું ભરી લેતા પરિવારજનોના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા છે..

કાલાવાડના તાલપુર ગામની મિતલબેનના લગ્ન યોગેશભાઈ સાકરીયા નામના યુવક સાથે થયા હતા. મિતલબેનના પિતાનુ નામ રતિલાલ કપુરીયા છે. જ્યારે મિતલબેનના આપઘાતના સમાચાર તેમના પિતાએ સાંભળ્યા ત્યારે તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા અને તાત્કાલિક તેવો રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા..

તેઓએ જણાવ્યું છે કે, તે એમની દીકરી એક મહિના પહેલા જ્યારે માવતરે આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, યોગેશે તેને ખૂબ જ માર માર્યો હતો. તેમજ દિન પ્રતિ દિન તેના પર ત્રાસ ગુજારતો હતો. જેને લઈને તેમની દીકરી ખૂબ જ કંટાળી ગઈ હતી. છેલ્લા ત્રણ વર્ષથી તો યોગેશ છે મિતલનું જીવવાનું પણ હરામ કરી નાખ્યું હતું.

તેમના લગ્નજીવન દરમ્યાન તેમની એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. અને હવે મિતલબેન આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા બંને બાળકો નિરાધાર થયા છે. આ બંને બાળકોને યોગેશભાઈ તરફથી સારી સાર સંભાળ તેમજ સાચવણી મળશે કે નહીં તે વિચારવા પર મિતલબેન ના માતા પિતા મજબૂર બન્યા છે..

તેઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેમના મૃતદેહ ને પોલીસે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. મિતલબેન ના પિતાને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ રાજકોટ પહોંચ્યા અને પોલીસમાં તેમના જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે. અને તેઓએ જણાવ્યું છે કે તેમના જમાઈ યોગેશે તેમની દીકરી મિતલને આપઘાત કરવા તરફ પ્રેરી હતી..

તેઓ દિન પ્રતિદિન તેના પર ત્રાસ ગુજારતા હતા અને ઢોરમાર પણ મારતા હતા. જેને લઈને તેમની દીકરીએ આ પગલું ભરી લીધું છે. પોલીસે પણ આ ફરિયાદ નોંધી છે અને જરૂરી તાજવીજ હાથ ધરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *