Breaking News

પતિના પગ ભાંગી જતા પત્નીએ ગાડી ચલાવીને દૂધનો ધંધો સંભાળી લીધો, રોજ 40 કિમી ગાડી ચલાવતી મહિલાની કહાની સાંભળી અક્કલ કામ નહી કરે..!

સમાજમાં મહિલાઓ આજના સમયમાં કોઈ પણ કામ કરી શકે છે અને તેને કોઈના સહરો ન મળે તો તે પોતાના પગ પર ઉભી રહી શકે છે. મહિલા ઉપર જ્યારે બધી જવાબદારીઓ આવે છે ત્યારે તે પોતાની જ જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવે છે અને તેમના પરિવારનો ખૂબ જ સારી રીતે ગુજરાન ચલાવે છે.

એક મહિલાની હાલમાં એવી એક વાત સામે આવી છે. જે જોઈને દરેક લોકોના મગજ કામ કરતાં બંધ થઈ ગયા આવી બહાદુર મહિલાને જોઈને બીજી મહિલાઓને  પ્રેરણા મળે છે. આવું એક ઉદાહરણ પાણીપતમાં બન્યું હતું. મહિલા મૂળ હિમાચલ પ્રદેશની રહેવાસી છે અને તે હરિયાણાના સનોલીમાં આવેલી યમુના કિનારે તેમના પરિવાર સાથે રહે છે.

પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો ખૂબ જ ખુશીથી રહે છે મહિલાના પતિનું નામ બસીર અહેમદ છે, પતિ ઘણા સમયથી દૂધ વેચવાનું કામ કરતો અને તેમની પત્નીનું નામ જાનુ છે. મહિલાની ઉમ્ર 45 વર્ષની છે. તેઓ પોતાના ઘરે ઘણા બધા ગાય-ભેંસો રાખે છે અને ઘણા સમયથી તેઓ બીજા ગામોમાં અને શહેરોમાં દૂધ વેચવાનું કામ કરતા હતા.

પરંતુ થોડા સમય પહેલા જાનુના પતિ બસીર સાથે કોઈ અકસ્માત સર્જાયો હતો જેના કારણે અકસ્માતમાં બસીરનો પગ ભાંગી ગયો હતો અને તેના કારણે તે બાઈક ચલાવી શકે તેમ ન હતો. બાઈક ચલાવી ન શકે તો તે કોઈના પણ ઘરે દૂધ લઈ જઈ શકે તેમ ન હતો. જેના કારણે તેમના દૂધનો ધંધો ભાંગી પડે તેમ હતો.

અને પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. ત્યારબાદ જાનુએ બધી જવાબદારી પોતાના પર લીધી હતી અને પોતે બાઇક ચલાવવાનું શરૂ કર્યું હતું. બાઇક શીખીને તેણે સારી એવી બાઈક ચલાવવાનું શરૂ કરી દરરોજ સવારે 5:00 વાગ્યે જાગીને ગાય ભેંસના દૂધ આપવા માટે પોતાના ઘરેથી નીકળતી હતી.

બાઈક પર 90 લિટરના બે કેન લટકાવી દેતી ત્યારબાદ તે 40 કિમી બાઈક ચલાવીને દૂર આવેલા પાણીપત ગામમાં પહોંચતી અને ત્યાં દૂધના બાંધેલા ઘરોમાં દૂધ પહોંચાડતી હતી. દરરોજ તે 40 કિલોમીટરની મુસાફરી કરતી હતી જાનુ ની ઉંમર 45 વર્ષની હતી પરંતુ તે આવું કામ કરતી હતી જેના કારણે દરેક લોકો તેને જોઈને ખૂબ જ આશ્ચર્યજનક બનતા હતા.

જાનુ એ પોતાના પરિવારનું ધ્યાન કેમ રાખવું તે તેણે જાણી લીધું હતું અને ત્યારબાદ તેણે પોતાનું પરિવારનું ગુજરાન ખૂબ જ સારી રીતે ચલાવ્યું હતું અને તેને પોતાના પતિના ધંધા પણ ખૂબ જ સારી રીતે શરૂ રાખ્યો હતો. રસ્તામાં મળતા દરેક લોકો તેને જોઈને આશ્ચર્યચકી થઈ જાય છે અને ઘણા બધા વ્યક્તિઓ તેમને પૂછતા પણ હતા.

આ તમે કેવી રીતે કરો છો ત્યારે તે કહેતી હતી કે મહિલાઓ બધું જ કરી શકે છે જ્યારે મહિલાઓ પર જવાબદારીની વાત આવે છે ત્યારે તે બાઈક તો ઠીક પરંતુ હેલિકોપ્ટર પણ ચલાવી શકે છે આવી તેને વાત જણાવી હતી. જે સાંભળીને ગામના યુવકો પણ દંગ રહી ગયા હતા. આ વાત જાણીને દરેક મહિલાઓએ પોતાના જીવનમાં પ્રેરણા મેળવવી જોઈએ જાનુ એ તેમના વડવાઓનો ધંધો શરૂ રાખ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *