Breaking News

પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્નીનું પણ અડધી કલાકમાં હદય બેસી ગયું, એક જ ઘરમાંથી 2 અર્થીઓ ઉઠતા માતમ છવાયો..ઓમ શાંતિ..!

આધુનિક સમયમાં યુવક યુવતીઓના લગ્ન બાદ અમુક જ પરિવારમાં દંપતિઓ પોતાની જિંદગી સારી રીતે જીવતા જોવા મળે છે. હાલમાં પારિવારિક ઝઘડાઓ થતા પરિવારો ખૂબ જ જોવા મળી રહ્યા છે પરંતુ પતિ-પત્નીએ પોતાના લગ્નમાં લીધેલા વચનોને તેઓ આખી જિંદગી નિભાવી શકતા નથી, પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો.

કે જેમાં પતિ-પત્નીએ પોતાના લગ્નમાં લીધેલા વચનોને ખૂબ જ સારી રીતે નિભાવ્યા હતા. દંપત્તિમાં એકનું મૃત્યુ થતાં બીજી વ્યક્તિએ પણ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આ ઘટના નવસારી જિલ્લામાં આવેલા ખેર ગામના તોરણવેરામાં બની હતી. આ ગામમાં એક પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહેતું હતું.

પરિવારમાં પતિ-પત્ની અને તેમના આ બે બાળકો રહે છે. પતિનું નામ અરુણભાઈ ગાવિત હતું અને તેમની પત્નીનું નામ ભાવનાબેન હતું. અરુણભાઈ તેમની પત્ની ભાવનાબેનને ખુબ જ સારી રીતે રાખતા હતા. અને તે બંનેને સંતાનમાં આ બે બાળકો છે. ભાવનાબેન ગાવિત ગામના પૂર્વ સરપંચ હતા. તેઓ પોતાનું જીવન ખૂબ જ સારી રીતે જીવી રહ્યા હતા.

એક દિવસ અરુણભાઈ પોતાનું કોઈ કામ હોવાને કારણે પોતાની બાઈક લઈને રાતના સમયે ઘરેથી નીકળ્યા હતા. અચાનક જ તેઓ સાથે રસ્તામાં એવી ઘટના બની કે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અરુણભાઈ પોતાની બાઇક લઈને રાતના સમયે ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ ગામમાં તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી.

જેના કારણે તેઓ નીચે પડ્યા હતા અને ત્યાંને ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. અરુણભાઈના મૃત્યુની જાણ તેમની પત્ની ભાવનાબેનને કરવામાં આવી હતી. દરેક પરિવારના લોકોને અરૂણભાઇના મૃત્યુની જાણ થતા જ પરિવારના લોકો રડી રહ્યા હતા. ભાવનાબેનને પોતાના પતિના મૃત્યુના સમાચાર મળતા જ ભાવનાબેનની હાલત પણ બગડી ગઈ હતી.

તરત જ ભાવનાબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ ભાવનાબેનનું હૃદય બેસી જવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. પતિના મૃત્યુના અડધા કલાકમાં જ પત્નીએ પણ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. તેમના આ બે બાસુમ બાળકો પરથી માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમના બંને બાળકો નિરાધાર થઈ ગયા હતા.

ભાવનાબેન પોતાના પતિને મૃત્યુનો આઘાત સહન કરી શક્યા નહીં અને તેમનું પણ મૃત્યુ થઈ ગયું હતું. પતિના મૃત્યુને કારણે તે પોતાની જિંદગી કેમ પસાર કરશે તેમ ચિંતામાં તેઓએ પોતાનું જીવ અડધી જ કલાકમાં ગુમાવી દીધો હતો. ખેરગામમાંથી એક સાથે બંને પતિ પત્નીની અર્થીઓ ઉઠતા ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

અને તેમના બંને બાળકો અનાથ થઈ ગયા હતા. આ ઘટનાની આસપાસના દરેક વિસ્તારોમાં થતા લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પતિ-પત્નીએ પોતાના સાથે જીવવાના અને સાથે મરવાના વચનોને ખૂબ જ સારી રીતે નિભાવ્યા હતા. આ ઘટના બનતા લોકો ચોકી ગયા હતા. અત્યારના સમયમાં ક્યાંક જ આવી ઘટના બનતી જોવા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *