Breaking News

પતિ માઉન્ટ આબુથી ફરીને પાછો આવ્યો, ભૂલથી પત્નીએ ફોન ચેક કર્યો તો ફોન માંથી નીકળ્યું એવું કે આંખો ફાટી ગઈ

હાલના સમયમાં લગ્નેત્તર સંબંધો બંધાવવા એ જાણે સામાન્ય બાબત બની ગઈ છે. અને લગ્નેત્તર સંબંધોથી પતિ-પત્ની વચ્ચેના સંસારમાં ખુબ મોટી ત્રિરાડ પડતી હોય છે. સમાજમાં આવા અનેક કિસ્સાઓ આપણી જ આસપાસ લોકો માં છાસવારે બનતા રહે છે અને આ પ્રકારના કેટલાય કિસ્સાઓ આપણા પ્રકાશમાં પણ આવતા હોય છે.

ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. અહીં એક પતિ માઉન્ટ આબુ ફરવા ગયો હતો. જોકે, ઘરે આવતા પત્નીએ તેના પતિ પર કોઈને કોઈ કારણો થી શંકા થવા લાગી અને તેના કારણે જ તેણે પતિ નો મોબાઈલ ચેક કરવા લાગી જેમાં તેણે એવું જોય લીધું કે પત્નીના પગ નીચેથી તો જમીન સરકી ગઈ હતી. આખરે શું જોયું પત્નીએ,

પત્નીના હાથમાં ફોન જોય ગયો હતો પતિ આ અંગે પતિને પૂછતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને લાકડી અને પટ્ટાથી માર માર્યો હતો. જોકે, આ અંગે મહિલાએ બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી પ્રમાણે પીડિત મહિલાએ બાવળા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ પ્રમાણે વર્ષ 2014માં 28 વર્ષીય સોનલના લગ્ન મહેશ સાથે થયા હતા.

બંનેનો સુખી સંસાર ચાલતો હતો પરંતુ છેલ્લા 2 વર્ષથી દંપતિ પોતાના લગ્નજીવનથી રાજી ન હતું. એનું કારણ એ હતું કે 2 વર્ષથી મહેશને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમ થયો હતો. જેના કારણે તે પત્ની સાથે વારંવાર ઝઘડા કરતો હતો. આ દરમિયાનમાં મહેશ 24મી સપ્ટેમ્બર 2021ના રોજ બે દિવસ માટે માઉન્ટ આબુ ફરવા ગયો હતો.

બનેલ ઘટના અંગે વિસ્તારમાં વાત કરવામાં આવે તો માઉન્ટ આબુથી આવેલા પતિના ફોનમાં અન્ય યુવતીના ફોટો નીકળ્યા મહેશ જ્યારે માઉન્ટ આબુથી પરત આવ્યો ત્યારે સોનલને પતિના ફોનમાંથી પ્રેમિકા સાથેના ફોટો જોવા મળ્યા. જેથી આ બાબતે તેણે પૂછતા મહેશે પટ્ટા અને લાકડી વડે તેને માર માર્યો હતો અને ગળું પકડી લીધું હતું.

આવા પ્રકારનું પતિ નું ભયજનક વર્તન ને કારણે પત્ની ગભરાયેલી સોનલે સાસુ-સસરાને ફોન કરીને ત્યાં ફતાત્કાલિક ધોરણે બોલાવતા સાસુએ એક વખત તેમના દીકરાને જવા દેવા માટે કહ્યું હતું. તેના બે દિવસ બાદ મહેશે છૂટાછેડા લેવાની વાત કરતા બંનેએ લગ્ન વિચ્છેદનો કરાર સ્ટેમ્પ પર કર્યો હતો. લગ્ન વિચ્છેદનો કરાર સ્ટેમ્પ ઉપર કર્યા બાદ,

બંને પોતાના સંબંધો સુધારવા માંગતા હોવાથી 3 મહિના જેટલા સમયથી સાથે રહેતા હતા. પરંતુ ત્યાર બાદ અચાનક મહેશ સોનલને મૂકીને જતો રહ્યો અને ફોન કરીને કહ્યું કે, મારે તારી સાથે રહેવું નથી અને હું મારી રીતે મારી જિંદગી જીવવા માંગું છું અને આજ પછી મારે તારી સાથે કોઈપણ જાતને વ્યવહાર કરવો નહીં. પતિ અચાનક મૂકીને જતો રહેતા,

સોનલે આ બાબતે પિતાને જાણ કરી તેની સાસરીમાં જઈને લગ્ન સંબંધ અંગે ચોક્કસ નિર્ણય લેવા અંગે વાત કરી અને પોતે પણ મહેશને ફોન કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહેશ ગાળો બોલીને માર મારવાની ધમકીઓ આપતો. ​​​​​​​5મી માર્ચ 2022ના રોજ સોનલ તેની બહેન સાથે પોતાના ઘરે હતી, આ દરમિયાન મહેશ ત્યાં આવ્યો અને ફેંટ પકડીને માર મારવા લાગ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *