કહેવાય છે કે પતિ અને પત્ની સંબંધો ખૂબ જ પવિત્ર હોય છે. લગ્ન ફેરા ફર્યા બાદ પતિ તેની પત્ની દરેક મુશ્કેલીઓ માં ભાગીદાર બનતો હોય છે. જ્યારે પત્ની પણ પતિની દરેક મુશ્કેલીઓ માં સાથીદાર બનીને સાથે ઉભી રહેતી હોય છે. પરંતુ નાની નાની બાબતોને કારણે એકબીજા વચ્ચે થતા મતભેદો ક્યારેક એવું કરાવી બેસે છે કે જેના કારણે આખી જિંદગી પસ્તાવાનો વારો આવતો હોય છે.
હાલ એવા પ્રકારનો એક કિસ્સો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં બન્યો છે. તળાજાના સરતાનપર ગામમાં બારૈયા પરીવારમા હાલ શોકનો માહોલ છવાયેલો છે. કારણ કે આ પરિવારના મોભી સવજીભાઈ જીવાભાઈ બારીયાનું મૃત્યુ થયું છે. અને આ મૃત્યુ પાછળનું કારણ તેમની પત્ની છે..
તેઓ ઘણા વર્ષોથી ખેત મજૂરીનું કામ કરે છે. સવજીભાઈ કે જેઓની ઉંમર ૪૪ વર્ષની છે. અને તેમની પત્ની મધુ બહેન બંને વચ્ચે કોઈ ને કોઈ બાબતોને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. પરંતુ આ ઝઘડા ક્યારેક બેમાંથી એક નો જીવ લઈ નાખશે એ બાબતની કોઈને પણ જાણ હતી નહીં..
એક દિવસ ખેત મજુરી કરીને ઘરે આવેલા સવજીભાઈ એ પોતાના ઘરે લીમડાના ઝાડ નીચે ખાટલો ઢાળ્યો હતો. અને તેના પર સૂઈ ગયા હતા. એ સમય દરમિયાન તેમની પત્નીને મનમાં એવું તો શું થયું હશે કે તે તાત્કાલિક દોરી લઇને ગયા અને સવજીભાઈ જે ખાટલા પર સૂતા હતા તે જ ખાતે તેને બાંધી દીધા હતા..
સવજીભાઈ એટલી બધી ઘસઘસાટ ઊંઘમાં સુતા હતા કે તેને આ પરિસ્થિતિનો ખ્યાલ રહ્યો ન હતો. એવામાં તેની પત્ની લઈને આવી હતી અને શરીર ઉપર કેરોસીન છાંટી દીધું હતું. ત્યારબાદ દીવાસળીથી આગ લગાડી તેના પતિને જીવતો સળગાવી દીધો હતો. શરીર પર આગ લાગતા ની સાથે જ સવજીભાઈ એકાએક ખાટલા ઉપર થી બેઠા થવા લાગ્યા હતા..
પરંતુ તેને દોરી વડે બાંધી દેવામાં આવતા તે બેઠા થઇ શકતા હતા નહીં. એટલા માટે જોરથી બુમ કરતા હતા. એવામાં આસપાસના લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતુ સવજીભાઈની પત્ની મધુ બહેન અન્ય કોઈ વ્યક્તિ સવજીભાઈને બચાવી શકે નહીં એટલા માટે ઘર પાસે લાકડી લઈને આડી ઊભી રહી ગઇ હતી..
અને જે લોકો અંદર જવા માટે દોડતા હતા તે સૌ કોઈ લોકોને લાકડી ના ડરે અટકાવી દીધી હતી. ગણતરીની મિનિટોમાં સવજીભાઈ નું સમગ્ર શરીર બળીને ખાખ થઇ ગયું હતું. બારૈયા પરીવાર માં આફતો ઘેરાઈ આવી હતી. કારણ કે એક પત્નીએ તેના પતિને જીવતા સળગાવી દીધો હતો..
આ બાબતની જાણ તળાજા પોલીસને થતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સવજીભાઈ ના ભાઈ લક્ષ્મણભાઈ જીવાભાઈ બારૈયાએ પોલીસને જણાવ્યું હતું કે તેમના ભાઈ ને તેમની ભાભી મધુબહેને જ જીવતા સળગાવી દીધા છે..
બંને વચ્ચે થોડો ઘણો ઘર કંકાસ ચાલતો હતો જેના કારણે નાની નાની બાબતોને લઈને ઝઘડાઓ પણ થતા હતા. પરંતુ તેમની ભાભીએ તેમના ભાઈને જીવતા સળગાવી દીધા હતા એટલા માટે પોલીસે મધુબેન સામે ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી છે. મધુબેન અને સવજીભાઈને સંતાનમાં માત્ર એક દીકરી છે. અને એ દીકરીને પણ લગ્ન થઈ ચૂક્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]