પતીએ તેની પત્ની અને 3 બાળકોને મારીને ડેમમાં ફેકી દીધા, કારણ જાણીને ઉડી જશે તમારા હોશ!

આજકાલ ગુજરાતમાં ઘરેલું બાબતોમાં ગુનાખોરી નું પ્રમાણ વધતું જાય છે. આજે ગુજરાત રાજ્યના અરવલ્લીના મેઘરજ ખાતેથી એક ચોંકાવનારા સંચાર આવી રહ્યા છે જે સાંભળીને તમારું દિલ બેસી જશે…

એક હસતો ખેલતો પરિવાર રમાંડ ગામેં વસતો હતો. એ પરિવાર પર એક દિવસ એવો કાળ આવી પડ્યો કે જેની ન પૂછો વાત.. પરિવારમાં  પતિ-પત્ની અને 3 બાળકો હતા. એક દિવસ પતિ સાંજે ઘરે આવ્યો અને તેની પત્ની સાથે નજીવી બાબત પર લડવા લાગ્યો. પતિ હંમેશા પત્નીની હરકતો પર શક કરતો હતો તેં જાણવા મળી રહ્યું છે.

કોઈપણ વ્યક્તિ પર જ્યાં સુધી આપડે આંખે જોયુ ન હોઈ અને કાને સાંભળ્યું ન હોઈ ત્યાં સુધી શક ન કરવો જોઈએ કે કોઈને દોશી સાબિત કરવો ન જોઈએ. પતિ હમેશાંની જેમ પોતાની જ પત્ની પર શક કરતો હતો. આ બાબત પત્નીને ગમતી નોહતી. તેથી તેઓની વચે નાની મોટી માથાકૂટ ચાલતી રેહતી હતી.

એક દિવસ રોજ રોજની ડખામારીને એક જ ઘા માં પૂરી કરી દેવાનો વિચાર કરી ને પતી ઘરે ગયો અને પત્ની સાથે બાધવા લાગ્યો. પતિ એટલી હદે વિફરી પડ્યો કે પોતાની જ પત્નીને માથામાં કુહાડીના ઘા મારી દીધા. તમને વિચારમાં પણ નહી આવે કે અવ હિંસક કૃત્ય કરતા પતિનો હાથ એકવાર અંચકાયો પણ નહી. જરા પણ વિચાર કાર્ય વગર પોતાની પત્નીના માથા પર ઘા મારી દીધો.

પત્નીને ઘા માર્યા બાદ તમામ હદોને પાર કરી ચુકેલા પતિ એ તેના જ 3 બાળકોને પણ નથી મુક્યા. પતિએ તેના જ 3 બાળકોને ઉચકી ઉચકીને ગામની નજીકના  વૈડી ડેમમાં ફેકી દીધા હતા. બાળકોને પાણીના વહેતા પ્રવાહમાં ફેંકી કશુ જ વિચાર કર્યા વગર પોતે પણ ડેમમાં જંપલાવતો  જ હતો કે ત્યાં ડેમના કર્મચારીએ તેને બચાવી લીધો હતો.

પતિને બચાવ્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ થાના માં ફરિયાદ નોંધાવી હતી. ઇસરી પોલીસે ફરિયાદ નોંધીને તરત જ કામગીરી હાથે ધરી હતી. ડેમના પ્રવાહમાં શોધખોળ કર્યા બાદ રાત્રીના સમયે 3 બાળકોના મૃતદેહ પોલીસને મળ્યા હતા. ઘર કંકાસમાં આટલી બધી હદે કંટાળેલા માણસે આવા ઘાતકી પગલા લીધા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment