પતિએ સાળાને ફોન કરીને કીધું કે, ‘તારી બેન મરેલી પડી છે, મારું જે ઉખાડવું હોઈ એ ઉખાડી લેજો’ પિયરેથી તાબડતોબ સાસરે પહોચ્યા ત્યાં તો….

પતિ અને પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર ગણાય છે. જ્યારે તેઓ લગ્નના ફેરા ફરે છે. ત્યારે સાત જન્મ સુધી સાથે સાથે રહેવાના વચનો પણ લેતા હોય છે. પરંતુ આજે આ તમામ બાબતો કંઈક શરમમાં મુકાઈ જતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દિન પ્રતિદિન જુદા જુદા તાલુકાઓ અને વિસ્તારોમાંથી કંઈક એવી ઘટનાઓ આવી રહી છે કે જેમાં પતિ અને પત્ની વચ્ચે સારો તાલમેલ જોવા ન મળતા..

તેઓ એવી રીતે બાખડી પડતા હોય છે કે, જેમાં કોઈ વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. આ મામલો ઉત્તર પ્રદેશના કાનપુરના એક ગામડામાંથી સામે આવ્યો છે. આ મામલો ડેરાપુરાના હાથમાં ગામનો છે. આ ગામમાં 42 વર્ષની નિશા તેના પતિ દયાશંકર સાથે રહેતી હતી. દયાશંકર અને નિશાના લગ્ન થતાં જ ઘરમાં એક ખુશીનો માહોલ છવાઈ ગયો હતો..

પરંતુ જેમ જેમ લગ્નજીવન પસાર થતું ગયું તેમ તેમ દયાશંકરની કાળીકરતૂતોનો પરદાફાશ પણ થવા લાગ્યો હતો. દયાશંકર દારૂ પીવાનો વ્યસન હતું. અને નિશાની લાડકી દીકરીને ઢોર માર મારતો હતો. આ ઉપરાંત દયાશંકરને અન્ય મહિલાઓ સાથે પણ આડા સંબંધો રાખતો હતો..

જ્યારે નિશાને જાણ થઈ કે તેનો પતિ અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ ધરાવે છે. ત્યારે તેણે વિરોધ દેખાડ્યો હતો અને કહ્યું કે જો તમારે આજ ધંધો કરવાનો હોય તો હું છુટાછેડા આપીને છૂટી થઈ જાવ છું. જ્યારે નિશાએ અવાજ ઉઠાવતી ત્યારે દયાશંકર તેને ઢોરમાર મારીને ચુપ કરાવી દેતો હતો.

છેલ્લા કેટલાક સમયથી તો નિશા તેના સાસરીયા એટલો બધો ત્રાંસ અનુભવતી હતી કે, તે ઘણી વખત જીવન ટૂંકાવી દેવાનો પણ વિચારી હતી. નિશાનો ભાઈ રામાકાન્ત અવારનવાર તેની બહેનની દેખરેખ કરવા માટે સાંસરે જતો અને તેની પૂછપરછ કરતો હતો. પરંતુ નિશાનો પતી દયાશંકર કોઈપણ વ્યક્તિની વાતચીતને માનવા માટે તૈયાર હતો નહીં..

એક દિવસ રામાંકાતે પોતાની બહેન નિશાની ખબર અંતર પૂછવા માટે ફોન કર્યો હતો. ત્યારે આ ફોન તેની બહેન નિશાએ નહી પરંતુ તેના જીજાજી દયાશંકરે ઊંચક્યો હતો. અને તેણે જણાવ્યું કે, તારી બહેન નિશા અત્યારે મરેલી પડી છે. આ ઉપરાંત તમારે લોકોએ મારું જેવું કાઢવું હોય તે ઉખાડી લેજો.

બસ આ શબ્દો સાંભળતાની સાથે જ રામાકાંત એકાએક ઢળી પડ્યો હતો. તેણે તેના માતા પિતાને પણ જાણકારી આપી કે, તેના જીજાજીએ ફોનમાં તેને કહ્યું છે કે, નિશા મરેલી પડી છે. તેઓ સાંભળતો પોતાને ઘરેથી દીકરીના સાસરે જવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ તેના સાસરે પહોંચે અને તેના દ્રશ્યો જોતાની સાથે જ એકાએક રોક કકળ મચી ગઈ હતી..

કારણ કે દયાશંકર તેની પત્ની નિશાને મોતને ઘાટ ઉતારીને ઘરેથી ભાગી ગયો હતો. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે આસપાસના મોહલાના સૌ કોઈ લોકો ત્યાં હાજર થઈ ગયા હતા. રામાકાંતે આ બાબતને લઈને ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત તેણે જણાવ્યું છે કે મેં જ્યારે પહેલી વખત ફોન કર્યો ત્યારે જીજાજી દયાશકરે તેને જણાવ્યું હતું કે તારી બહેન રસોડામાં રસોઈ બનાવી રહી છે..

થોડી જ વારમાં તારી બહેન સાથે વાતચીત કરાવું, પરંતુ બીજી વખત જ્યારે ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે, તારી બહેન મરેલી પડી છે. અને તમારે લોકોએ મારું જેવું કરવું હોય તે ઉખાડી લેજો, બસ આ શબ્દોથી અંતિમ શબ્દ હતા અને ત્યારબાદ તે ઘર મૂકીને ફરાર થઈ ગયો છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સમાજના સૌ કોઈ લોકો એકાએક હચમચી જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment