હાલ મહિલા ઉપર .દુ.ષ્ક.ર્મ. અત્યાચાર અને શારીરિક અડપલાવો કરવાની ઘટનાઓ સરકારી ચોપડે ખૂબ મોટી માત્રામાં નોંધાઇ રહી છે. ખરેખર હવે આવી ઘટના સાંભળતાની સાથે જ મગજ હચમચી જાય છે, આખરે ક્યારે સુરક્ષા અને નિયમોને કડક બનાવીને આવા લોકોને સજા આપવામાં આવશે..?
નરાધમ યુવકો હવસને સંતોષવા માટે કોઈ નજીકના વ્યક્તિનું જ ભોગ લઈ લેતા હોય છે. હકીકતમાં આ બાબત બિલકુલ ખોટી છે. અને આવા નરાધમ યુવક અને કડકમાં કડક સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. હાલ આણંદના તારાપુરના એક ગામડામાં એવી ઘટના બની છે..
જે સાંભળતાની સાથે તમે પણ શરમમાં મૂકાઈ જશો. અને આ આરોપી સામે રોષ વ્યક્ત કરવા લાગશો. તારાપુર તાલુકાના એક ગામડામાં પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને એક દીકરાનો સમાવેશ થાય છે. એક દિવસ મહિલાનો પતિ જો કોઈ કારણસર બહાર ગામ ગયો હતો..
જ્યારે એ દિવસે તેના ગામમાં આખ્યાનનો કાર્યક્રમ હોવાથી મહિલા પોતાના દીકરાની સાથે આખ્યાન જોવા માટે ગઈ હતી. પરંતુ રાત્રે ૧૨ વાગ્યાની સાથે જ તેનો દીકરો રડવા લાગ્યો હતો. એટલા માટે મહિલા તેને લઈને ઘરે આવી ગઈ હતી. મહિલાનો પતિ બીજે દિવસે સવારે ઘરે આવવાનો હતો..
એટલા માટે મહિલાએ ઘરે પહોંચતાની સાથે જ બાળકને સુવડાવી દીધો હતો. અને ત્યાર બાદ પોતે પણ કપડાં બદલીને સુવા જઈ રહી હતી. બાળકને સુવડાવવા બાદ તે જ્યારે કપડા બદલવા જતી હતી. એવામાં તેના ઘરે અલ્પેશ રાઠોડ નામનો એક યુવક ઘુસી ગયો હતો.આ યુવક તેના જ ગામમાં ઘણા સમયથી રહે છે.
આ યુવકને જોતાની સાથે જ મહિલા ખૂબ જ ડરી ગઈ હતી અને એકાએક ચોંકી ગઈ હતી. વિચારવા લાગી કે રાત્રિના ૧૨ વાગ્યા આસપાસ આ યુવક તેના ઘરે શા માટે આવ્યો હશે. મહિલાએ હિંમત કરીને આ યુવકને પૂછ્યું હતું કે, તમે શા માટે મારા ઘરે આવ્યા છો..? તો અલ્પેશ નામના આ યુવકે મહિલાને જણાવ્યું હતું કે, તમારા પતિએ મને ઈયરફોન લેવા માટે તમારા ઘરે મોકલ્યો છે..
તેઓએ કહયું છે કે મારા ઘરેથી મારા ઈયર ફોન લઈને આવ. એટલા માટે હું તેમના ઈયરફોન લેવા આવ્યો છું. એમ કહીને તે ઘરમાં ઘૂસી ગયો હતો. મહિલા આ વ્યક્તિને ઈયરફોન આપવા માટે પોતાના ઘરે અંદર જઈ રહી હતી. એવામાં યુવકએ પાછળથી મહિલાને બાથમાં ભીડી લીધી હતી. ખૂબ જ મજબૂત રીતે આ મહિલાને પકડયા બાદ તે બોલવા લાગ્યો હતો કે..
તું મારી સાથે સંબંધ રાખ હું તને બહુ બધા પૈસા અને મોબાઈલ પણ આપીશ. આ પ્રકારની હરકતો અનુભવ તેની સાથે જ મહિલા તાત્કાલિક ધોરણે બુમાબુમ કરવા લાગી હતી. આસપાસના લોકો આ બુમો સાંભળતાની સાથે જ ત્યાં આવી પહોંચ્યા હતા. એવામાં આ યુવક ભાગી ગયો હતો..
મહિલાએ તરત જ પોતાના પતિને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી હતી. પણ તાબડતોબ પોતાના ઘરે પરત આવ્યા હતા આ યુવક તેમના ગામડાનો જ હોવાથી મહિલા અને તેના પતિએ તારાપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાવ નીચલા કક્ષાની હલકી પ્રવૃત્તિઓ કરનાર આવા નરાધમોને કડકમાં કડક સજા આપવી જોઈએ. જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારનું કામ કરતાં પહેલાં સો વખત વિચાર કરે. ખરેખર આ બનાવ બન્યા બાદ સૌ કોઈ લોકો એકાએક બેઠા થયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]