Breaking News

પતિ અને નણંદ દહેજના રૂપિયા મેળવવા મહિલાને ઢોરની જેમ મારતા, એક દિવસ મહિલાએ કર્યું એવું કે સાસરીયાવાળા લોકો દોડતા થઈ ગયા..!

લગ્નજીવન દરમ્યાન દરેક મહિલાઓને તેમના સાસરિયાંઓ તરફથી સારા વર્તન અને સુખી લગ્નજીવનની આશા અપેક્ષા હોય છે, પરંતુ કેટલીક મહિલાઓ સાથે તેમના સાસરિયાના લોકો ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગતા હોય છે. આવી મહિલાઓ માટે સાસરીયા જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે..

અત્યારે ઉત્તર પ્રદેશના હસનગંજ વિસ્તારમાં રેહતી શિવાની નામની યુવતીએ તેના ઉપર થયેલી આપવીતીની વાતો જણાવતા જે માહિતી કહી હતી તે સાંભળીને સૌ કોઈ લોકોની આંખમાં આંસુ નીકળવા આવ્યા છે, શિવાનીના લગ્ન ગામની અંદર રહેતા સૂરજની સાથે ત્રણ મહિના પહેલા કરવામાં આવ્યા હતા..

લગ્ન બાદ તરત જ સૂરજ શિવાનીને ઢોરમાં મારવા લાગતો હતો, ઘણી બધી વાર તો તેણે એટલો બધો માર માર્યો હતો કે, હોસ્પિટલમાં સારવાર લેવાની પણ ફરજ આવી પડી હતી. સૂરજ હમેશા તેની પત્નીને કહેતો કે, તમે દહેજની અંદર સોનાની ચેન અને રૂપિયા આપ્યા નથી એટલા માટે તમારે રૂપિયા આપવા પડશે..

જો તમે સોનુ કે રૂપિયા નહીં આપો તો હું તને ઘરની બહાર કાઢી મુકીશ, આ ઉપરાંત ઘણી બધી વાર તેની નણંદે પણ તેના ઉપર હાથ ઉપાડી લીધો હતો. શિવાની તેની નણંદ અને તેના પતિની રોજબરોજની ગતિથી કંટાળી ગઈ હતી. એટલા માટે એક દિવસ તેણે તેના સાસુ સસરાને આ વાતની જાણકારી આપી હતી કે, રોજબરોજ તેનો પતિ દહેજના રૂપિયાની લઈને તેની સાથે લડાઈ ઝઘડો કરવા લાગે છે..

એ વખતે તેની સાસુ સસરાએ પણ શિવાનીનું ઉપરાણું લઈ લીધું હતું અને જણાવ્યું કે, તું તારે પિયરે જતી રહેજે અને ત્યાંથી રૂપિયા લઈને નહીં આવે તો આ ઘરની અંદર પગ મૂકવા અને તારે કોઈ પણ જરૂરિયાત નથી. બસ એટલું સાંભળતા જ શિવાની ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી..

તે તરત જ પોલીસ સ્ટેશન ગઈ અને ત્યાં પોલીસને જણાવ્યું હતું કે, તેના સાસરીયાના લોકો તેને ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યા છે, આ વાત બન્યાના 20 દિવસ સુધી ચૂક્યા છતાં પણ પોલીસે કોઈપણ પ્રકારની મદદ કરી નહીં, અંતે કંટાળીને તેણે એક પત્ર લખ્યો હતો. આ પત્રની અંદર તેણે તમામ બાબતો જણાવી હતી કે, તેના સાસરિયાના લોકો તેને કેવી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે..

અને આ બાબતમાં તે સંપૂર્ણપણે ન્યાય માંગે છે, તેના સાસરિયાના લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે, તેઓએ રોજબરોજ જે ઢોર મારે માર્યો છે. તે માર શિવાનીથી સહન થયો હતો નહીં, આ પત્ર મળતાની સાથે જ પોલીસ તરત જ એક્શન મોડમાં આવી અને તેના સાસરિયાના લોકોની પૂછપરછ કરી આ કેસની આગળ વધારી રહી છે..

આ ઉપરાંત શિવાનીએ જણાવ્યું હતું કે, રોજબરોજ તેના જેમ ઘણી બધી મહિલાઓ તેના સાસરીયાના લોકોની હેરાનગતિથી કંટાળી જઈને રીબાઇ રિબાઈને જીવન જીવી રહી છે, આ તમામ મહિલાઓએ ત્યારે પણ અપમાન સહન કરવું જોઈએ નહીં. અને પોતાના ન્યાય અને સુખની જિંદગી માટે ન્યાયતંત્રની મદદ લેવી જોઈએ..

કારણ કે, જો થોડું ઘણું પણ સહન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં સાસરીયા વાળા લોકો તેમના માથા પર ચડી જશે અને ત્યારબાદ તેમની પાસે કોઈપણ વિકલ્પો બાકી રહેશે નહીં, એટલા માટે શિવાની જે મહિલાઓ તેના સાસરીયે ખૂબ જ હેરાન પરેશાન થતી હોય તેમના માટે એક અવાજ બનીને સામે આવી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *