Breaking News

પતિ અને અઢી વર્ષની દીકરીની નજર સામે જ પત્નીએ ભરૂચના ગોલ્ડન બ્રીજ પરથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો, હચમચાવી દેતો બનાવ આવ્યો સામે..!

આજના સમયમાં લોકો પોતાના પરિવારનું વિચાર્યા વગર નાની મોટી વાતથી કંટાળીને જીવને જોખમમાં મૂકી રહ્યા છે. પોતાના બાળકોને નિરાધાર કરીને જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર બની હતી. ભરૂચમાં પરિવારમાં યશવંત યાદવ પોતાની પત્ની અને તેમની એક દીકરી સાથે રહેતા હતા.

યશવંત યાદવ જે.બી મોદી પાર્ક નજીક રહેતા હતા. તેઓ મૂળ યુપીના રહેવાસી હતા. યશવંત યાદવની પત્નીનું નામ સોનાલી હતું. તેમને સંતાનમાં અઢી વર્ષની દીકરી હતી. યશવંત યાદવ દહેજની ઈન્ડોફિલ કંપનીમાં કામ કરતા હતા. તેઓ એક દિવસ ફર્સ્ટશિપમાં નોકરીએ ગયા હતા. ત્યારબાદ નોકરીએથી પરત આવતા તેમની પત્ની સોનાલી એ જીદ કરી હતી.

સોનાલીને બહાર ફરવા જવું હતું. જેના કારણે તેને પોતાના પતિને ફરવા લઈ જવાની જીદ કરી હતી. સોનાલીએ કહ્યું કે, ‘હમણાં હું જમી લઉં પછી જઈએ પરંતુ સોનાલીએ ‘નહી મારે અત્યારે જવું છે’ તેમ કહેતા જીદને મૂકી નહિ. જેના કારણે તે પોતાની અઢી વર્ષની દીકરી અને તેમની પત્નીને બહાર લઈ જવાની નક્કી કર્યું હતું.

બંનેની બાઈક ઉપર બેસાડીને આટો મારવા માટે નીકળી ગયા હતા. ત્યારબાદ પત્નીએ પહેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર લઈ જવાનું કહ્યું હતું. જેના કારણે પતિ તેમની પત્ની અને દીકરીને નર્મદા મૈયાના બ્રિજ ઉપર લઈ ગયો હતો. ત્યારબાદ સોનાલીએ ત્યાંથી ગોલ્ડન બ્રિજ પર જવું છે તેમ કહ્યું હતું.

જેના કારણે પતિ સોનાલીને ફરી બાઈક પર બેસાડીને ગોલ્ડન બ્રિજ પર લઈ આવ્યો હતો. ત્યારબાદ ગોલ્ડન બ્રિજ ઉપર પહોંચતા જ તેણે પોતાની બાઈક એક બાજુ પર મૂકી હતી અને પત્નીને નીચે ઉતારવા કહ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાની અઢી વર્ષની દીકરીની તેડી હતી. પત્ની બ્રિજ પાસે આંટા મારી રહી હતી અને અચાનક તે બ્રિજ પર દોડવા લાગી હતી.

પતિના હાથમાં પોતાની દીકરી હોવાને કારણે તે પાછો દોડી રહ્યા હતા અને અચાનક જ સોનાલીએ ગોલ્ડન બ્રિજના ગાળામાંથી નીચે વહેતી નદીમાં કૂદી પડી હતી. તેની આંખ સામે તે કૂદવાનો પ્રયાસ કરતી હતી અને પતિ તેને બચાવવા માટે દોડ્યા હતા પરંતુ પોતાના હાથમાં અઢી વર્ષની દીકરી હોવાને કારણે તેઓ પોતાની પત્ની સોનાલીને પકડી શકી નહીં.

ફક્ત સ્વેટર જ હાથમાં આવ્યું હતું અને તેઓની આંખ સામે તેમની પત્ની નદીમાં કુદી ગઈ હતી. જેના કારણે તરત જ પતિએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ તરત જ બ્રિજ ઉપર પહોંચી હતી. અને તેણે સોનાલીને નદીના પાણીમાં શોધવાની તપાસ હાથ ધરી હતી.

પરંતુ નદીનો પ્રવાહ ખૂબ જ વહેતો હોવાને કારણે નદીમાં સોનાલીનો કોઈ પતો લાગ્યો ન હતો. ત્યારબાદ ફાયરની ટીમ સાથે લોકો ભેગા થઈ ગયા હતા. દરેક લોકો બ્રિજ પર આ ઘટનાની જાણ થતા જોવા માટે ઊભા રહી ગયા હતા. એક પતિએ પોતાની નજર સામે તેમની પત્નીને ગુમાવી હોવાને કારણે તેઓ આઘાત સહન કરી શકયો નહિ.

અને પોતાની દીકરીને જોઈને તેઓ ખૂબ જ રડી રહ્યા હતા અને તેમની દીકરી પણ મમ્મી મમ્મી કહીને રડી રહી નથી આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. લોકો પોતાની નજર સામે તેમના અંગત વ્યક્તિઓને ગુમાવી રહ્યા છે. માતાએ પોતાની બાળકી ઉપરથી માતાની મમતાને ગુમાવી લીધી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *