Breaking News

પસ્તી પેપરના ગોડાઉનમાં ચાલતા હતા એવા કારનામા કે ખબર પડતા જ ગોડાઉન ખાલી કરાવવું પડ્યું, માલિકને તો ધબકારા ઉપડી ગયા..!

સવાર પડતાની સાથે જ પૈસા કમાવાની રેસમાં સૌ કોઈ લોકો દોડવા લાગે છે, મોટાભાગના લોકો પોતાના પરિવારના સુખ અને શાંતિ માટે મહેનતથી કામકાજ કરીને પૈસા કમાતા હોય છે. જ્યારે કેટલાક લોકોને મહેનતનો રૂપિયો કમાવો બિલકુલ ગમતો નથી, કોઈ પણ પ્રકારની મહેનત વગર જ તેમને બેઠા બેઠા રૂપિયા કમાવવાની લાલચ જાગી ઊઠે ત્યારે તેઓ બે નંબરના કારનામાની અંદર જોડાઈ જતા હોય છે..

શહેરનું તંત્ર ખૂબ જ સતર્ક છે, છતાં પણ આજકાલના ઘણા બધા વ્યક્તિઓ તંત્રને પણ ચકમો આપીને એવી રીતે કાળા કામો ચલાવતા હતા કે, જેના વિશે જાણ્યા બાદ દરેક લોકો ચોકી ઉઠ્યા છે કે આ કેવી રીતે શક્ય બન્યું હશે.? પરંતુ કહેવાય છે કે, તંત્રની નજરમાંથી કોઈ પણ વ્યક્તિ બચી શકતો નથી..

વહેલા મોડો દરેક વ્યક્તિ તેની ઝપટમાં આવી જતો હોય છે, હાલ એક પસ્તી પેપરના ગોડાઉનની અંદર ખૂબ જ કાળા કારનામાઓ ચાલી રહ્યા છે, તેવી બાતમી પોલીસ અધિકારીઓને મળી હતી, આ બાતમીને આધારે પોલીસે શરૂઆતમાં તો તપાસ કરી હતી અને સત્ય જાણવાની કોશિશ કરી હતી..

ત્યારબાદ આ પેપર પસ્તીના ગોડાઉનના આસપાસના વિસ્તારોમાં રંગીન કપડા પહેરીને રેંકી પણ કરવામાં આવી અને અહીં થતી હલનચલન ઉપર કડક નજર રાખવામાં આવતી હતી અને ત્યાર પછી જ અહીં છાપો મારવામાં આવ્યો હતો. ત્યારે પેપર પસ્તીના ગોડાઉનની અંદર એવા કાળા કારનામા ઝડપાઈ ગયા હતા કે, સમગ્ર ગોડાઉન ખાલી કરાવવું પડ્યું હતું..

જ્યારે આ ગોડાઉનના માલિકને ખબર પડી કે, તેના ગોડાઉનની અંદર ચાલી રહ્યા છે, ત્યારે તેના પણ ધબકારા બેઠા થઈ ગયા હતા. તેને તાબડતોબ આ ભાડુઆતને અહીંથી પોતાનો સામાન બાંધીને રફુ-ચક્કર થઈ જવા માટે જણાવી દીધું હતું. આ તમામ ઘટના બને એ પહેલા તો પોલીસ છાપો મારી દીધો અને આ કાળા કામનો પરદાફાશ પણ કરી નાખ્યો હતો..

જ્યારે પોલીસે પેપર પસ્તીના ગોડાઉનની અંદર પ્રવેશ કર્યો ત્યારે અંદર કામકાજ કરતા ચાર થી પાંચ કારીગરો ગોડાઉન દીવાલ કૂદીને ભાગવાની કોશિશ કરવા લાગ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતા અને સૂઝબુજના કારણે ચારેકોર પોલીસનો પહેરો જમાવી દેવામાં આવ્યો હતો અને બહાર ઉભેલા પોલીસ કર્મચારીઓએ ભાગી રહેલા આ કારીગરોને પકડી પાડ્યા હતા..

જ્યારે અંદરના ભાગે તપાસ ચલાવી ત્યારે પેપર પસ્તીના ગોડાઉનની અંદર ભૂગર્ભની અંદર એક ટાંકો બનાવવામાં આવ્યો હતો અને આ ટાંકાની અંદર દેશી દારૂ બનાવવામાં આવતો હતો, આ તમામ કામગીરી ગોડાઉન ચલાવનાર વીરુ નામનો યુવક ચલાવતો હતો. જ્યારે તેને ખબર પડી કે તેના ગોડાઉન ઉપર પોલીસે છાપો મારી દીધો છે..

ત્યારે તે પેપર પસ્તીઓના થપ્પાની પાછળના ભાગે છુપાઈ ગયો હતો, પરંતુ પોલીસની તપાસની અંદર તેને પણ શોધી પાડીને તેની ધરપકડ કરવામાં આવી હતી, ઘટના સ્થળે મળેલા દેશી દારૂના ભઠ્ઠાને નાશ કરવામાં આવ્યો સાથે સાથે કારીગરોની પણ ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા..

જ્યારે વીરુની ધરપકડ કરીને તેને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે, શહેરની અંદર લગભગ 20 થી 30 ટકા જેટલી દેશી દારૂની સપ્લાય તે પોતે કરી રહ્યો હતો. અન્ય વ્યક્તિઓ કરતા તે ખૂબ જ સસ્તા ભાવે દેશી દારૂનું વેચાણ કરતો હોવાથી તેનો દારૂનો ભઠ્ઠો ધમધમી રહ્યો હતો..

પોલીસે સૂઝબુજ વાપરીને શહેરની અંદર કેટલા દારૂના ભઠ્ઠા ચાલી રહ્યા છે, તેમજ આ ભઠ્ઠા ચલાવનાર વ્યક્તિ કોણ છે.? અને સમગ્ર સપ્લાય ચેન પણ કઈ રીતે કામકાજ કરી રહી છે.? તેની પણ માહિતી મેળવી લીધી હતી અને ત્યારબાદ એક પછી એક દરેક કાળા કારનામાં ચલાવનાર લોકો અને પકડી પાડીને બરાબરનો મેથીપાક પણ ચખાડવામાં આવ્યો હતો..

પસ્તીપેપરના ગોડાઉનની અંદર તેઓ માત્ર દેખાડો કરવા માટે પસ્તી અને પેપરનું ખૂબ જ ઊંચા ભાવે ખરીદી કરીને અહીં ગોઠવી નાખતા હતા, જેથી કરીને આસપાસના વિસ્તારમાં લોકો અને લાગે કે અહીં પસ્તીપેપર નું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકતમાં તો પસ્તીપેપર ની આડની અંદર અહીં દેશી દારૂનું વેચાણ ચાલતું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *