Breaking News

ચાલુ ગાડીએ પર્સ છીનવવા આવેલા લુંટારાએ મહિલાને નીચે પાડી ઘસડી નાખતા લડી રહી છે જીવન મોતની લડાઈ, ઘટના જાણીને ચેતજો..!

ચોરી લૂંટફાટની ઘટના શહેરમાં મગ મમરાની જેમ ફેલાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી તો આ લૂંટારાઓ થોડા દિવસે એવા કારનામાઓ કરે છે કે, જેમાં સામાન્ય વ્યક્તિને જીવન મોતની લડાઈ લડવાનો વારો આવી જતો હોય છે. આ ઉપરાંત કેટલાક લોકો કહી રહ્યા છે કે, શહેરની પોલીસ ઊંઘમાં સૂતી હોય તેવું લાગી રહ્યું છે..

છેલ્લા એક મહિનામાં કુલ 26 જેટલી ચાલુ ગાડીએ ચોરી લૂંટફાટ અને ચેન ખેંચી લેવાની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જેમાંથી મોટાભાગના વ્યક્તિઓની કોઈપણ ભાળ મળી નથી. હાલ કંઈક આવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં અનિલ શ્રીવાસ્તવ તેમની 43 વર્ષની પત્ની મીનાક્ષી શ્રીવાસ્તવ સાથે બપોરના ત્રણ વાગ્યા આસપાસ પૂજાનો સામાન લઈને ઘરે જતા હતા..

તેઓ પોતાની સ્કૂટી લઇ અંદાજે 40 થી 45 કિલોમીટરની સ્પીડે જતા હતા. એવામાં પાછળથી સુમેર નગર વિસ્તાર પાસે આવેલા કે બે યુવકો પૂર ઝડપે તેમની પાસેથી પસાર થયા હતા. જેમાંથી પાછળ બેઠેલા એક યુવકે મીનાક્ષીના ખભા પર ટિંગાળેલું પર્સ ખેંચવાની કોશિશ કરી હતી. આ પર્સ જોવામાં ખૂબ જ સારું અને ફેન્સી લાગતું હતું..

લૂંટારા એ વિચાર્યું હશે કે આ પર્સની અંદરથી કીમતી ચીજ વસ્તુઓ મળી રહેશે, એટલા માટે ચાલુ ગાડીએ આ મહિલાના ખભા પરથી પર ખેંચવાની કોશિશ કરી હતી. પરંતુ મીનાક્ષીએ આ પર્સને પોતાના હાથોથી પકડી રાખ્યું હતું. આ ઘટના બનતાની સાથે જ મીનાક્ષી અને તેનો પતિ અનિલ બંને ખૂબ જ ગભરાઈ ગયા હતા..

પર્સને પકડી રાખવાને કારણે મીનાક્ષી 40 થી 45 કિ.મી ઝડપે ચાલતી સ્કુટી ઉપરથી નીચે પડી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ તેનું મોઢા નો ભાગ જમીન સાથે અથડાવા લાગ્યો હતો. અને અંદાજે તે છ થી સાત ફૂટ જેટલી આગળ ઘસડાતી ચાલી ગઈ હતી. જ્યારે જો લૂંટારાઓના હાથમાં પર્સના આવતા તેઓ ત્યાંથી ભાગી નીકળ્યા હતા.

હાથમાં તો કશું આવ્યું નહીં પરંતુ એક મહિલાની જિંદગી તેણે ખરાબ કરી નાખી છે. 43 વર્ષની ઉંમરની શ્રીવાસ્તવને હાલ સારવાર માટે માન સરોવરની સાથે જ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. હાલ તે જીવન અને મોત વચ્ચેની લડાઈ લડી રહી છે. માત્ર એક ચોરી લૂંટફાટના બનાવવામાં આ મહિલાને ભારે હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે..

આ ઘટનાને લઇ તાત્કાલિક અનિલ શ્રીવાસ્તવએ પોલીસને રિપોર્ટ આપી હતી. અને આ ચોરને પકડી પાડી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાવવાની વિનંતી કરી હતી. પરંતુ આ ઘટનાના 22 કલાક વીતી ગયા છતાં પણ હજી સુધી કોઈ પણ ભાળ મેળવવામાં આવી નથી. આ ઉપરાંત તેની તલાસી હજુ પણ શરૂને શરૂ જ રાખવામાં આવી છે.

પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી આ ચોર લૂંટારાઓની ભાળ મેળવી રહી છે. જેમાંથી અત્યાર સુધી કુલ સાત વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી છે. જે વ્યક્તિ પહેલા પણ ચેનસ્નેચિંગ અને ચોરી લૂંટફાટના કેસમાં જોડાયેલા હોય તેમને બોલાવી આ યુવકોને ઓળખ વાની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે.

આ કિસ્સો ખૂબ જ ચેતવણી જનક સાબિત થયો છે, દરેક વ્યક્તિઓએ આ ચોર લૂંટારાઓ અને છેતરપિંડી થી બચવા માટે પોતાની પાસે રહેલા કીમતી સાધનોને આગળની ભાગે પકડીને બેસવું જોઈએ. જો આ પર્સ અનિલ અને મીનાક્ષી બંને વચ્ચેની સ્કુટી ઉપરની જગ્યા પર મૂકી હોત તો કદાચ મીનાક્ષી સ્કુટી ઉપરથી નીચે પડી હોત નહીં અને તે અત્યારે બિલકુલ સુરક્ષિત હોત.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *