Breaking News

પરણિત મહિલા ડોક્ટરને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવકે આચર્યું દુષ્કર્મ, ખરાબ કામ કરતા પહેલા કહેતો એવું કે….!

હવે તો ભણેલ ગણેલ લોકો પણ જેવી તેવી વાતમાં ફોસલાઈ જઈને અંતે ખરાબ પરિણામનો ભોગ બનવા લાગ્યા છે. મોટાભાગે ભણેલ ગણેલ વ્યક્તિઓને સારી અને ખરાબની સમજ હોવાને કારણે તેઓ ક્યારે લૂંટી લેનાર તેમજ એકબીજાનું ખોટું કામ કરનાર લોકોની જાળમાં ફસાતા નથી. પરંતુ ગાંધીનગરની એક હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી એક મહિલા એક યુવકના પ્રેમ જાળમાં ફોસલાઈ ગઈ છે..

અને હવે તેને ખરાબ પરિણામ સહન કરવાનો વારો આવ્યો છે. ગાંધીનગરની એક હોસ્પિટલમાં ફરજ બજાવતી ૩૦ વર્ષની એક મહિલા સુરતના એક યુવકના સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવી હતી. સુરતનો એક યુવક એ પરણીતાના ગામનો જ રહેવાસી છે એમ કહીને ઓળખાણ કાઢી હતી. અને ત્યારબાદ બંને વચ્ચે ધીમે ધીમે વાત શરૂ થઈ હતી..

સુરતના યુવકે તેના ધર્મની બહેન અને તેના બનેવીની સાથે પણ આ મહિલા ડોક્ટરની ઓળખાણ કરાવી હતી. મહિલા ડોક્ટરને ધીમે ધીમે વિશ્વાસ આવા લાગ્યો કે, તેના ગામનું અને સુરતમાં રહેતો આ યુવક ખૂબ જ સારો અને મદદરૂપ બનશે. થોડા દિવસ સુધી વાતચીત ચાલતી રહી પરંતુ એક દિવસ ગાંધીનગરની એક હોટલમાં આ મહિલા ડોક્ટરને સુરતમાં રહેતા યુવકના બનેવી અને બહેન જમવા લઈ ગયા હતા..

ત્યારબાદ તેઓ એક હોટલની અંદર રોકાયા પણ હતા. આખી રાત પસાર કર્યા બાદ બીજે દિવસે સવારે મહિલા ડોક્ટરે જોયું તો, સુરતનો આ યુવક તેને મળવા માટે આ હોટલમાં આવી પહોંચ્યો હતો. આ ઉપરાંત ત્યાં હાજર રહેલા બનેવીએ પણ આ મહિલા ડોક્ટર ને જણાવ્યું કે આ યુવક તને મળવા માટે ખાસ સુરત થી આવ્યો છે..

યુવકે ધીમે ધીમે પ્રેમ જાળમાં ફસાવીને તેની લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. અને વિશ્વાસ અપાવી દીધો કે, આ યુવક તેની સાથે જ લગ્ન કરશે. અને તેના પ્રેમમાં ખૂબ જ પાગલ થઈ ગયો છે. આ ઉપરાંત બનેવીએ પણ કહ્યું કે, આ સ્પેશિયલ સુરતથી જ તારા માટે આવ્યો છે. એટલા માટે હવે તેનો હક તારા ઉપર બને છે.

એમ કહીને સુરતના યુવકે મહિલા ડોક્ટરને જણાવ્યું કે હવે મારે તારી સાથે લગ્ન કરવાના છે. અને તું મારી પત્ની બની જવાની છો. એટલે હવે આપણે શરીર સંબંધ બાંધી શકીએ છીએ. એમાં કંઈ ખોટું નથી. મહિલા ડોક્ટર ધીમે ધીમે આ યુવકની જાળમાં ફસાતી જતી હતી અને આ યુવક મહિલા ડોક્ટર સાથે પરાણે શરીર સંબંધ પણ બાંધ્યા હતા…

પરંતુ થોડા સમયમાં જ આ યુવકનું વર્તન એકા એક જ બદલાઈ ગયું હતું અને તે જોર જોરથી ઝઘડો કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તેના બેન બનેવી પણ તેનો પક્ષ લેવા લાગ્યા હતા. જ્યારે મહિલા ડોક્ટરને જાણ થઈ કે આ ત્રણેય વ્યક્તિઓ મળેલા છે. અને તેની સાથે ખોટું કરવા આવ્યા હતા ત્યારે તે હોટલમાંથી તાત્કાલિક ઘરે ગઈ હતી..

અને ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સુરતનો આ યુવક, તેના ધર્મની બહેન અને બનેવી ઉપર લગ્નની લાલચ આપીને .દુ.ષ્ક.ર્મ. કરવાની તેમજ આ યુવકને સાથ આપવાની ફરિયાદ નોંધાવી છે. હવે તો ડગલેને પગલે ખૂબ જ સાવધાન રહેવું પડે છે. કારણ કે ક્યારે કયો વ્યક્તિ છેતરપિંડી કરીને તેમજ પોતાની પ્રેમ જાળ અને સારી સારી વાતોમાં ફોસલાવીને લૂંટ કરીને ચાલ્યો જાય તેનું નક્કી રહેતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *