Breaking News

પરણેલા વર-વધુ ઘરે પહોચે એ પહેલા જ શેરવાની લાલ રંગે રંગાઈ, અડધે રસ્તે જ કારનો કચ્ચરઘાણ નીકળી જતા બંનેના થયા મોત..!

જે ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચી હોય તે ઘરના સૌ કોઈ સભ્યોની ખુશીના કોઈ ઠેકાણા હોતા નથી. દરેક સભ્ય આ લગ્ન પ્રસંગની અંદર હાજરી આપીને પરિવારજનોનો ઉત્સાહ વધારે છે. અને લાગણીસભર આ પ્રસંગને પૂર્ણપણે કરે છે. જે ઘરમાં લગ્ન પ્રસંગ હોય તે ઘરના વડીલો હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે કે..

તેમના ઘરે આવેલો આ શુભ પ્રસંગ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર પૂર્ણ થઈ જાય તો વધારે સારું. પરંતુ જ્યારે શુભ ઘડી આવી પહોંચી હોય ત્યારે જ દુઃખની ઘડી પણ બનવાના ખૂબ જ વધારે પ્રમાણમાં યોગ બની રહેતા હોય છે. અત્યારે એક એવી ઘટના સામે આવી છે જેને સૌ કોઈ લોકોના કાળજા ફફડાવી દીધા છે…

આ ઘટનાને જાણ્યા બાદ ભલભલા લોકોના આંખમાંથી આંસુસરી પડ્યા છે. આ ઘટના ધનબાદ પાસેના કોલાપુરની છે. અહીં રહેતા રમેશચંદ્ર નો એકનો એક દીકરો વિપુલ ના લગ્ન લેવાયા હતા. અને તેની જાન લઈને તેઓ ક્વોંટેશ્વર ગામે ગયા હતા. આ ગામમાં રહેતા ગીરીરાજભાઈ ની દીકરી કમલાની સાથે તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા..

વિપુલ અને કમલાના લગ્ન ના ફેરા ફર્યા બાદ જ્યારે વર અને વધુ એક કારમાં બેસીને પરત આવી રહ્યા હતા. ત્યારે તેમની સાથે એક માઠો બનાવ બની ગયો છે. તેઓ જ્યારે હાઇવે ઉપરથી પસાર થતા હશે ત્યારે સામેની બાજુએથી એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે સામેની બાજુથી આવતો ટ્રક તેમની કાર સાથે અથડાયો હતો અને તેમની કારનું કચ્ચરઘાણ બોલી જતાં..

સાત ફેરા ફરીને પોતાને ઘરે પરત આવતા વર અને વધુ આ અકસ્માતની અંદર પોતાનો જીવ ખોઈ બેઠા હતા. પોતાને ઘરે પહોંચે એ પહેલા જ વરરાજાની શેરવાની લાલ રંગથી રથબંધ થઈ ગઈ હતી. તો દુલ્હનની ચણિયાચોળી પણ લોહીથી રંગાઈ ગઈ હતી. આ બંને વ્યક્તિના એક અકસ્માતની અંદર મૃત્યુ થઈ ગયા હતા..

જ્યારે આ કાર ચલાવનાર વરરાજાનો મિત્ર ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હસમચાવી દેતી ઘટના બની જતા એક સાથે બે પરિવારોમાં મોતનો માતમ છવાઈ ગયો છે. કમલાના માતા પિતા તો બિચારી તેમની દીકરીને અશ્રુ ભીની આંખે વિદાય આપીને હજુ રાહતનો શ્વાસ લે એ પહેલા તો મૃત્યુના સમાચાર સામે આવી જતા ભારે હરણફાળ થઈ ગઈ હતી..

તો બીજી બાજુ વિપુલના માતા પિતા માટે પણ દુઃખની આ ઘડી સહન થઈ શકી નથી, લગ્ન પ્રસંગ ની અંદર હાજરી આપવા આવેલા મહેમાનો પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી હતા. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે એકાએક ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો. આ અગાઉ પણ એવી ઘણી બધી ઘટના સામે આવી ચૂકી છે..

કે જેમાં પરણવા માટે જતા વરરાજાની કારનો અકસ્માત થતાં વરરાજા તેમજ તેના અન્ય મિત્રો તેમજ સંબંધીઓના પણ મૃત્યુ થયા હોય પરંતુ આ કિસ્સામાં જ્યારે જાન પરણીને ઘરે આવી રહી હતી. ત્યારે અકસ્માત થતા કારની અંદર બેઠેલા નવા દંપતીનું મૃત્યુ થયું છે. ઘટનાએ સૌ કોઈને મુંજવણમાં મૂકી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *