Breaking News

પરિવારમાં કુલ 12 લોકો છતાં પણ ઉમેદવારને ચુંટણીમાં મળ્યો માત્ર 1 જ મત..! ‘કોઈ કોઈનું નથી’ કહેવત થઈ સાબિત..

આજે રાજ્યની લગભગ આઠ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. મોટાભાગના ગામોમાં પરિણામો જાહેર થઇ ગયા છે તો ક્યાંક હજુ પણ મત ગણતરી ચાલી રહી છે. પરિણામો જાહેર થઇ ગયા હોય તેવા ગામોમાં ઉજવણી શરૂ થઇ ગઈ છે તો જ્યાં હજુ નથી થયા ત્યાં પરિણામોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો વચ્ચે કેટલાક અજીબ કિસ્સાઓ મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે. એવા એક કિસ્સામાં, વાપીના એક ગામમાં વોર્ડ સભ્યના ઉમેદવારને માત્ર એક જ મત મળ્યો હતો. નોંધવા જેવી વાત એ છે કે ઉમેદવારના પરિવારમાં જ કુલ 12 સભ્યો છે. તેમણે પણ મત ન આપ્યો હોવાનું જણાતા ઉમેદવારની આંખો ભરાઈ આવી હતી.

વલસાડના વાપીમાં છરવાળા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 5માં સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. રવિવારે ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે મતગણતરી હાથ ધરાતા તેમના નામે માત્ર એક જ મત નોંધાયો હતો. જે એક મત પણ ઉમેદવારનો પોતાનો જ હતો. પરિવારમાં 12 સભ્યો હોવા છતાં આ સ્થિતિ સર્જાતા તેઓ નારાજ થઇ ગયા હતા.

રાજ્યની 8,690 ગ્રામ-પંચાયતોમાં 8,513 સરપંચ પદ અને 48,573 વોર્ડ બેઠકો પર મતદાન થયું હતું. રાજ્યભરમાં સરપંચ માટે કુલ 27,200 લોકોએ ઉમેદવારી કરી હતી, જ્યારે કુલ વોર્ડ ઉમેદવારોની સંખ્યા 1,19,998 જેટલી છે. સરપંચ પદની 67 બેઠકો એવી છે જ્યાં કોઈ ફોર્મ ભરાયા ન હતા. જયારે વોર્ડની આવી બેઠકોની સંખ્યા 3,361 છે.

આજે વહેલી સવારથી જ તમામ જિલ્લાના જુદા-જુદા કેન્દ્રો પર મત ગણતરી શરૂ થઇ ગઈ હતી. રાઉન્ડ પ્રમાણે થતી ગણતરી બાદ તબક્કાવાર પરિણામો જાહેર થઇ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *