Breaking News

પરિવાર અંતિમ સંસ્કાર કરીને ઘરે આવ્યો અને જોયુ તો મૃતક વ્યક્તિ સોફા પર બેઠો હતો… આંખો ફાટી જાય તેવો મામલો.

આજકાલ એવી અજીબો-ગરીબ ઘટનાઓ બને છે જે સાંભળીને જ મનુષ્ય માત્રને આઘાત લાગી જતા હોય છે. તેમજ ચોંકી ઉઠતા હોય છે. આવી જ એક અજીબ ઘટના જામનગરના કાલાવડ નાકા બહાર બની હતી. જે સાંભળતા જ તમારા પણ હોશ ઉડી જશે..!

આ ઘટના માં એવું રહસ્ય પેદા થયું છે કે જેની ન પૂછો વાત. હકીકતમાં જામનગરના કાલાવડ નાકા બહાર પોતાનું ગુજરાન ચલાવતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ બે દિવસથી ગુમ થઈ ગયા હતા. જેના લીધે પરિવારજનોએ પોતાના પરિવારના સભ્યને ગોતવા માટે મથામણ શરૂ કરી દીધી હતી.

તેમજ પોલીસ મથકમાં પણ આ અંગે જાણ કરી દીધી હતી. એ જ સમયે બીજી બાજુ છૂટક મજૂરીકામ કરતા કેશુભાઈ બાબુભાઈ મકવાણા પણ ગુમ થઈ ગયા હતા. તેથી કેશુભાઈના પરિવારે પણ તેઓની શોધખોળ શરૂ કરી હતી. તેમજ પોલીસ મથકમાં આ અંગે જાણ કરી દીધી હતી.

આ બંને વડીલો જે ગુમ થઈ ગયા હતા. તેની શોધખોળમાં પોલીસ પોતાનુ તમામ બળ લગાવીને શોધખોળ કરી રહી હતી. તેવામાં પોલીસને શાકમાર્કેટ નજીકથી એક મૃતદેહ મળી આવ્યો હતો.જે બાદ તેઓને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને અને પોલીસે કેશુભાઈ મકવાણા ના પરિવારજનોને જાણ કરી દીધી હતી કે કેશુભાઈ મકવાણાનો મૃતદેહ શાકમાર્કેટ ખાતેથી મળી આવ્યો છે..

ત્યાર બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દીધો હતો તેમ જ પરિવારજનો એ તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. પરંતુ અંતિમ સંસ્કાર કર્યા બાદ આખો પરિવાર જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે ઘરે જઈને તેઓએ જે દ્રશ્ય જોયું તે જોઈને તેઓની આંખો પહોળી થઇ ગઇ હતી.

તેમજ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે તેઓ કેશુભાઈનું અંતિમ સંસ્કાર કરી ને ભીની આંખોએ ઘરે પહોંચ્યા હતા અને કેશુભાઈ તેમની નજર સામે સોફા પર બેઠા હતા. આ જોતાં જ બે ઘડી તો સૌ કોઈના મોતિયા મરી ગયા.

ત્યારબાદ તેઓ તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેઓ જે વ્યક્તિનું અંતિમ સંસ્કાર કરી ને ઘરે આવ્યા છે તે વ્યક્તિત્વ ખરેખર જીવિત છે. ત્યારબાદ પોલીસે ફરીવાર તપાસ હાથ ધરી હતી. તપાસ કર્યા બાદ જાણ થઈ હતી કે કેશુભાઈના પરિવારે જે મૃતદેહને કેશુભાઈ સમજીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

તે વ્યક્તિ ખરેખર દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ હતા છે. જે બે દિવસ પૂર્વે ગુમ થયા હતા. દયાળજી ભાઈ દામજીભાઈ રાઠોડ ના પરિવાર ને તો આ અંગે કોઈ પણ જાણવા મળી જ નહોતી. તેઓને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે નાની એવી ચુક ના કારણે દયાળજીભાઈની મૃતદેહ કેશુભાઈના પરિવારે અંતિમ સંસ્કાર કરી નાખ્યો છે.

આ સાંભળતા જ દયાળજીભાઈ ના પરિવાર પર આ આફતોના વાદળ ઘેરાઈ આવ્યા હતા. ત્યાર બાદ કેશુભાઈ અને દયાળજીભાઈ બન્નેના પરિવારો એકબીજાને મળીને આ મુદ્દે ચર્ચા કરી હતી. ત્યારબાદ સ્મશાન ખાતે પહોંચીને હસતી કુંભમાંથી નામો પણ બદલવાની કામગીરી હાથ ધરી હતી.

હકીકતમાં આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. તેમ જ નાની એવી ભૂલ ના લીધે અર્થનું અનર્થ થઈ જતું હોય છે. તે હકીકતમાં સત્ય છે આ પ્રકારની ભૂલ કેટલી હદે યોગ્ય ગણાય. તે એક ચર્ચાનો વિષય છે. તેમજ પરિવારજનો માટે તો ખૂબ આઘાત મય બની ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સગાભાઈના મૃત્યુના 11 મહિના બાદ દિયરે તેની વિધવા ભાભીને હથોડાના ઘા મારીને પતાવી દીધી, 3 માસુમ બાળકો નિરાધાર..!

કેટલીક વાર એવું થતું હોઈ છે કે પરિવારના મોભીના ગયા બાદ પરિવારના અન્ય સભ્યો પોતાને …

Leave a Reply

Your email address will not be published.