આજકાલ નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં જોડાઈ જવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. જેના કારણે પરિવારના સૌ કોઈ લોકો મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. હાલ અમદાવાદમાં ખુબજ હચમચાવી દે તો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકે માત્ર ૧૬ વર્ષની એક દીકરી ને પોતાની સારી-સારી વાતોમાં ફોસલાવી લગ્નની લાલચ આપી હતી.
અને ત્યારબાદ તેને ભગાડી ગયો હતો. દીકરી પોતાના માતા-પિતા તેમજ ભાઈ સાથે શહેરના મણીનગર વિસ્તારમાં રહે છે. તેની માતા મોટા મોટા બંગલાઓમાં સાફ સફાઇનું કામકાજ કરવા માટે જાય છે. અને પરિવારમાં ગુજરાત ચલાવવા માટે મદદરૂપ બને છે. તેઓ રોજ પોતાની સાથે તેમની 16 વર્ષની દીકરીને પણ સાફ સફાઇનું કામકાજ શીખવાડવા માટે સાથે લઈ જાય છે.
એક દિવસ તેઓ ઘરકામ માટે એક ફ્લેટમાં પોતાની દીકરીની સાથે ગયા હતા. માતા એક રૂમ સાફ સફાઈ કરતી હતી એવામાં તેમની દીકરી બીજી રૂમ સાફ સફાઈ કરતી હતી. માતાએ કોઈ કારણોસર તેમની દીકરીને બોલાવી હતી. પરંતુ કોઈ જવાબ આપ્યો હતો નહીં. એટલા માટે તેની માતાએ ફ્લેટમાં જોયું તો તેમની દિકરી હાજર હતી નહીં.
તેઓ તાત્કાલિક ધોરણે નીચે દોડી ગયા અને સિક્યુરિટી ગાર્ડને પુછ્યું તો સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે તેમની દીકરી તેના એક મિત્રને મળવા માટે જાય છે. તેવું કહીને નીકળી ગઈ છે. દીકરીની માતાને થયું કે તે થોડા સમયમાં પાછી આવી જશે એમ કરીને તે કામ પતાવ્યા બાદ પોતાના ઘરે જતા રહ્યા..
પરંતુ સાંજ સુધી દીકરીનો કોઇ અત્તોપત્તો ન મળતા પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાઇ ગયો હતો. તાત્કાલિક ધોરણે તેના સગાસંબંધીઓએ આ દીકરીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ લાંબી શોધખોળ બાદ પણ દીકરી નહીં કોઈ પણ ભાળ મળી હતી નહીં. એટલા માટે પરિવાર તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.
અને તેમની દીકરી ગુમ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા આ દીકરી થોડા દિવસ થી કોઈક અજાણ્યા યુવક સાથે ફોન પર વાત કરતી હતી. એટલા માટે એ મોબાઇલ નંબરની તપાસ દીકરીને માતાએ કરાવી તો ખબર પડી કે હકીકતમાં એ યુવક ડાકોરનો ધુંઆધાર ગામનો છે..
જેની સાથે તેમની દીકરીનો પ્રેમ સંબંધ છે. પરંતુ આ યુવક તેના ઘરે હતો નહીં. અને તેનો ફોન પણ બંધ આવતો હતો. એટલા માટે પરિવારને જાણ થઈ કે તેમની સોળ વરસની દીકરીને તેના પ્રેમીએ ભગાડી ગયો છે. કોઈને કહ્યા વગર જ દીકરી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે પરિવારને પોતાની વાતોમાં ગોળ ગોળ ફેરવીને પોતાના પ્રેમી સાથે ભાગી જવાથી પરિવાર તાત્કાલિક ધોરણે ઉભા રોડે ચડ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]