Breaking News

પરિવાર ખેતરે કામ કરવા ગયો અને ઘરે આગ લાગતા આશરો બળીને ખાખ થયો, ખેડૂત પરિવારના 9 સભ્યો વિકટ પરિસ્થિતિમાં..!

ખેતી એ એક એવો વ્યવસાય છે કે જેમાં શરીરને ઘસ્યા વગર પૈસા મળતા નથી. રોજ ઉઠીને તમારે જવું પડે છે અને તનતોડ મહેનત કરીને પાકને ઉછેરવો પડતો હોય છે. પરંતુ ખેતરમાં ઊભેલો ખુલ્લો ખુલ્લો પાક સાચવવો ખૂબ જ અઘરું કામ બને છે. રખડતા ઢોરથી બચાવવો, જીવ-જંતુ અને પ્રાણી પક્ષીથી બચાવવો તેમજ ઉનાળાના સમયમાં તો આગથી પણ બચાવવો પડે છે.

છેલ્લા એક મહિનાની અંદર અંદર જુદા જુદા 15 કરતા વધારે પણ ખેતરમાં આગ લાગવાના બનાવો સામે આવી ચૂક્યા છે. હાલ નડિયાદના ગલતેશ્વર પાસે આવેલા હડમતીયા ગામમાં એક પરિવાર ભાથીજી ફળિયામાં રહીને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ઘરમાં કુલ નવ સભ્યોનો સમાવેશ થાય છે..

તમામ સભ્યો રોજ સવારે ઘરને તાળું મારીને પોતાના ખેતરે કામ કરવા માટે જતા રહે છે અને સાંજે પરત ફરતા હોય છે. એક દિવસ તેઓ રોજ ની જેમ ખેતરે કામ કરવા માટે ગયા હતા. પરંતુ તેમના ઘરે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેના કારણે ઘર વખરીની સાથે સાથે ઘરમાં રહેલા તમાકુના પાકને પણ આગ લાગી ગઈ હતી..

અને સમગ્ર વસ્તુ ભસ્મીભૂત બની ગઈ હતી. ઘરના માલિક સનાભાઇ કાળાભાઈ પરમાર ઘરે તાળું મારીને ગયા હતા. પરંતુ જ્યારે આગ લાગી ત્યારે પાડોશીઓને જાણ થતાની સાથે જ તેઓએ ઘરનું તાળું તોડીને અંદર રહેલી કીમતી ચીજવસ્તુને બહાર કાઢવાની કોશિશ કરી હતી..

તેમજ આગને કાબુ મેળવવામાં પણ મદદરૂપ બન્યા હતા. પરંતુ આટલી બધી વિકરાળ બની ગઈ હતી કે ઘરવખરીનો સામાનની સાથે ઘરમાં રહેલા રૂપિયા અને તમાકુના પાકનો ઢગલો પણ બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું હતું. જ્યારે શના ભાઈને આગ લાગવાના બનાવની જાણ થઈ ત્યારે તેઓએ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરી દીધી હતી..

જેના પગલે ચાર ફાયર ફાયટરોની ટીમ હડમતીયા ગામમાં પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ખેડૂતે તનતોડ મહેનત કરીને પકવેલા તમાકુના પાકને એકાએક આગ લાગી જતા સમગ્ર પરિવાર ઉપર મોટી આફત આવી પડી છે. આ સાથે સાથે આગની ચપેટમાં તેવું ઘર તેમજ તેમની બાજુમાં રહેલા પડોશીનું ઘર પણ આવી ગયું હતું.

જેના પગલે આસપાસના બંને પરિવારો ઘર વિહોણા બન્યા છે. જ્યારે પણ ખેતરમાં લાગે છે ત્યારે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. પરંતુ જ્યારે ઘરમાં આગ લાગે છે. જ્યારે તેના કરતા પણ વધારે નુકસાન જતું હોય છે. હાલ આ ખેડૂત પરિવારની સ્થિતિ ખૂબ જ નાજુક છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *