આજકાલ એવા આવા અનોખા કિસ્સા બનવા લાગ્યા છે કે, જે સાંભળતાની સાથે જ કોઈપણ વ્યક્તિ હચમચી જાય. હાલ સુરતના કતારગામ વિસ્તાર માંથી ખુબ જ જોરદાર બનાવ સામે આવ્યો છે. મોટાભાગે ચોરી લૂંટના બનાવો થોડા જુદા જીલ્લાઓમાંથી સામે આવતા હોય છે..
પરંતુ દરેક કિસ્સામાં ચોરી લૂંટફાટ કરવાની રીતો જુદી જુદી હોય છે. કતારગામ વિસ્તારમાં આવેલા લેક ગાર્ડન પાસે મહાદેવ ફળિયા માં પ્રથમ ધર્મેશભાઈ દેસાઇ તેમજ તેમનો પરિવાર રહે છે. ધર્મેશભાઈના પરિવારમાં માતા-પિતા તેમજ દાદીનો સમાવેશ થાય છે. તેઓ એક દિવસ સાંજે તેમના સગા સંબંધીઓના ઘરે હવન-કથા તેમજ જમણવારનું આયોજન હોવાથી આ પ્રસંગની અંદર હાજરી આપવા માટે ગયા હતા..
કોઈ કારણોસર આ બાબતની જાણ ચોર લુંટારાઓને થતાની સાથે જ તેઓ સતર્ક થઇ ગયા હતા. અને પ્રથમ ધર્મેશભાઈ દેસાઈના ઘરે લૂંટફાટ બોલાવવાનો ઈરાદો બનાવી લીધો હતો. પ્રથમ ભાઈ અને તેમનો પરિવાર ઘરને તાળું મારીને હવન કથામાં હાજરી આપવા માટે ગયા હતા..
એ સમય દરમ્યાન ચોર-લૂંટારાવો નકલી ચાવીથી તેમના ઘરનો દરવાજો ખોલી નાખ્યો હતો અને ઘરની અંદર રહેલો તમામ કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રૂપિયાને લૂંટી લીધા હતા. તિજોરીનુ તાળુ તોડીને તેની અંદરથી 50,000 રૂપિયા રોકડા ની સાથે સાથે સોનાની બંગડીઓ, સોનાની બુટીઓ, સોનાની ચેન, સોનાનું બ્રેસલેટ તેમજ સોનાનું મંગળસૂત્ર ની સાથે સાથે કુલ 3,50,000 રૂપિયાની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
જ્યારે પ્રથમ ભાઈ અને તેમનો પરિવાર હવન-કથાનો પ્રસંગ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફર્યા હતા ત્યારે તેઓએ જોયું કે તેમના ઘરમાં બધું જ સામાન અસ્તવ્યસ્ત પડ્યો છે તેમજ વેરવિખેર થઈ ગયો છે. આ જોતાની સાથે જ તેઓને અંદાજો આવી ગયો હતો કે તેમના ઘરે ખૂબ મોટી ચોરી થઈ છે. ઘરની તપાસ કરતાં જણાયું કે કુલ સાડા ત્રણ લાખ રૂપિયાની ચોરી થઈ છે.
આ તમામ ઘરેણા પ્રથમ ભાઈના માતાને 30 વર્ષ પહેલા લગ્ન સમયે મળેલા હતા. લગ્નના તમામ ઘરેણા એક જ સાથે ચોરી થઇ જતા પરિવાર માં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. ચોર ચોરી કરીને જતો રહ્યો છે. ત્યારે પ્રથમ ભાઈએ કતારગામ પોલીસ સ્ટેશનમાં તેમના ઘરે બનેલી આ ઘટનાને લઇને ફરિયાદ નોંધાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]