Breaking News

પરિવાર મુંબઈ ફરવા ગયો હતો, ઘરે આવીને દરવાજો ખોલતા જ જોયું એવું કે.. આવી ગયા ધોળા દિવસે અંધારા.. વાંચો..!

હાલ ગુજરાતમાં રોજ હત્યા, આત્મહત્યા, ચોરી અને લૂંટના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. એમાં પણ ચોર તસ્કરો એવી રીતે ચોરી કરતા હોય છે. તેમજ નવીન કીમિયા અપનાવતા હોય છે. જેને જાણીને સૌ કોઈ લોકો ગહેરા વિચારમાં મુકાઇ જતા હોય છે. દહેગામ તાલુકામાં આવેલા નાંદોલ ગામમાં રહેતા રવી રમેશભાઈ પંચાલના ઘરે બહુ મોટી ચોરી થઇ હોવાની બાબત સામે આવી છે..

હકીકતમાં નાંદોલ ગામમાં ઋષિવન સોસાયટીમાં રહેતો પંચાલ પરિવાર ફરવા માટે મુંબઈ ગયો હતો. પરિવાર ખૂબ જ વાતો કરતો મુંબઈ જઈ રહ્યો હતો. એવોને સહેજ પણ અંદાજ ન હતો કે તેઓ સાથે ખુબ ખરાબ ઘટના બનવા જઈ રહી છે. તેઓ જ્યારે મુંબઈ ગયા એ સમય દરમિયાન તેઓનું ઘર બે દિવસ માટે બંધ હતું…

એટલા માટે તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. ચોર-લૂંટારા તેમના મકાનના મેન દરવાજાનુ તાળું તોડીને ઘરમાં ઘૂસી ગયા હતા. આ સાથે સાથે તેઓએ ઘરમાં રહેલી તિજોરી તેમજ લાકડાનું કબાટ પણ તોડી નાખ્યો હતો. અને તેમાંથી સોના-ચાંદીના જાહેરાતો દાગીના તેમજ રોકડ રૂપિયા કીમતી ઘડિયાળો સાથે કુલ નવ લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી…

આ સાથે સાથે રવી રમેશભાઈ પંચાલના ઘરની પાછળ આવેલા હાર્દિકભાઈના બંધ મકાનને પણ આ ચોર લૂંટારા અને નિશાન બનાવ્યું હતું હાર્દિકભાઈ ના મકાનનો મુખ્ય દરવાજા પાસે તાળુ તોડીને તેવો ઘરમાં ઘૂસી ગયા હતા. અને ત્યારબાદ તેઓએ હાર્દિકભાઈ ના ઘરેથી સોની ચાંદીના દાગીનાની સાથે કુલ આઠ લાખ રૂપિયાની ચોરી કરી હતી.

જ્યારે રવિભાઈ અને તેમનો પરિવાર મુંબઈ ફર્યા બાદ પોતાના વતન પરત આવ્યો હતો. એ સમય દરમિયાન તેઓએ ઘરનું તાળું તૂટેલું જોયું હતું. અને તેઓએ દરવાજો ખોલીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો કે જોતા જ ધોળા દિવસે અંધારા આવી ગયા હતા. કારણ કે ઘરનો તમામ સામાન વેર વિખેર પડયો હતો…

તેમજ ઘરમાં કોઇએ મોટી ચોરી કરી હોય તેવું લાગી રહ્યું તો આ સાથે તેઓએ કીમતી ઘરેણા મુકેલો કબાટ જોયો હતો. કબાટની પણ તોડી નાખ્યો હતો. અને એમાંથી કીમતી ઘરેણા ગાયબ હતા. સાથે સાથે રોકડ રૂપિયા પણ ચોરી થઇ ગઇ હતી. આ જોતાની સાથે જ રવિભાઈ તાત્કાલિક ધોરણે દહેગામ તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા હતા..

પોલીસમાં ફરિયાદ નોંધાતા ની સાથે જ પોલીસે લૂંટારાઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી નાખી છે. આ બનતાની સાથે જ રવિભાઈ તેમજ હાર્દિકભાઈ કે જેઓના ઘરે ખૂબ મોટી કિંમતની ચોરી થઇ છે. તેઓના પરિવારમાં માહોલ ગમગીન બની ગયો છે..

તો બીજી બાજુ આસપાસના વિસ્તારોમાં પણ અરેરાટી મચી ગઇ છે. સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બની ગયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે હકીકતમાં આ ચોર લૂંટારામાં કોઈ નજીકના જે લોકો હશે કારણકે રવિભાઈ પોતાના પરિવાર સાથે મુંબઈ ફરવા જાય છે એ બાબતની જાણ ખૂબ જ ઓછા લોકોને હતી લૂંટારાઓએ આ બાબતનો લાભ ઉઠાવીને રવિભાઈ તેમજ હાર્દિકભાઈ ના ઘરેથી ખૂબ મોટી રકમની ચોરી કરી લીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *