Breaking News

પરીક્ષા દઈને બહાર નીકળી ચાલતો-ચાલતો માતા સાથે ફોનમાં વાત કરતો હતો, ત્યાં પાછળથી કાળમુખા ડમ્પરે કચડી નાખતા ચિથડે ચીથડા ઉડાડી નાખ્યા..

21 વર્ષનો એક દીકરો પોતાના માતા પિતાના તમામ સ્વપ્ન પૂરા કરવા માટે તેમજ પોતાની જિંદગી પણ ખૂબ જ સારી અને ઉજવળ બનાવવા માટે શાળામાં શિક્ષક તરીકેની પરીક્ષા આપવા માટે પોતાના ઘરથી દૂર અન્ય શહેરમાં ગયો હતો. માતા અને પિતા બંનેને ખૂબ જ ચિંતા હતી કે, તેમનો દીકરો આ પરીક્ષાને પાસ કરી લે..

અને શાળામાં શિક્ષક તરીકેની નોકરી મેળવી લેશે. તો તેમનું જીવન ધન્ય જોઈ જશે. તેમનો દીકરો પૈસા કમાઈને ઘરના તમામ સભ્યોના સ્વપ્ન પૂરા કરશે. આ ઉપરાંત સમાજમાં તેમનું નામ ખૂબ જ રોશન થશે કે, તેમનો દીકરો સરકારી શાળાનો શિક્ષક બન્યો, પરંતુ 21 વર્ષના સુનિલ કુમારનું આ સ્વપ્ન પૂરું થાય એ પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું છે.

સુનિલ ગુવાડા ગામનો રહેવાસી હતો. જે અલવર જિલ્લાના કસ્બા પાસેથી થોડું જ દૂર આવેલું છે, પરિવારમાં બે બહેનો વચ્ચે સુનિલકુમાર એકનો એક ભાઈ હતો. પરિવારના સ્વપ્ન પૂરા કરવા માટે તે પોતાના મામાના સાથે બીસુ પાસે આવેલા થાનાગાજી વિસ્તારમાં પરીક્ષા આપવા માટે આવ્યો હતો..

જ્યાં પાઈડી પાસે તેનું સેન્ટર આવેલું હતું. સુનિલકુમાર છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાની ખૂબ જ તૈયારી કરતો હતો. આ ઉપરાંત પરિવારના સૌ કોઈ સભ્યો તેમને ખૂબ જ સપોર્ટ કર્યો, જ્યારે પરીક્ષાની તારીખ આવી ત્યારે સુનિલકુમાર તેના મામા સુંદરની સાથે એક ખાનગી બસમાં પરીક્ષા આપવા માટે નીકળી ગયો હતો..

તેઓ સેન્ટર પાસે પહોંચ્યા જ્યાં સુનિલકુમારએ પરીક્ષા આપી અને પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ તે પોતાના મામાના સાથે બસ સ્ટેશન જવા માટે નીકળ્યો હતો. એવામાં રસ્તા ઉપર ચાલતા ચાલતા તેણે તેની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેની પરીક્ષા ખૂબ જ સારી રીતે ગઈ છે..

અને તે જરૂર પાસ થઈ જશે. અને તેને ખૂબ જ સારી નોકરી પણ લાગશે માતા આ ખુશીને લઈ ખૂબ જ ઉત્સાહિત હતી. તે પોતાના દીકરાને સારા આશીર્વાદો મોબાઇલ ઉપર આપતી હતી. એવામાં જ સુનિલકુમારની ચીખનો અવાજ મોબાઈલમાં સંભળાયો હતો. તે પૂછવા લાગી કે, બેટા તને શું થયું છે..?

પરંતુ તેની અંતિમ ચીખો સંભળાઈ અને ત્યારબાદ ફોન કપાઈ ગયો હતો. જ્યારે સુનિલકુમારની માતાએ તેના ભાઈને ફોન કર્યો કે, સુનિલકુમારને શું થયું છે. અને શા માટે મોબાઈલ ફોનમાં તેની ચીખો સંભળાઈ છે, ત્યારે તેને જણાવ્યું કે તે જ્યારે તારી સાથે વાતચીત કરતો હતો..

ત્યારે પાછળથી આવેલા એક ડમ્પરએ તેને કચડી નાખ્યો છે. એન સદનસીબે હું બચી ગયો છું. સુનિલ ટ્રકના ટાયરની નીચે આવી ગયો છે. અને તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. બસ આ સમાચાર સાંભળતાની સાથે સુનિલકુમારની માતા ત્યાં ને ત્યાં ઢળી પડી હતી. કારણ કે તેને પોતાના એકના એક દીકરાને દુઃખ ખૂબ જ લાગ્યું હતું..

આ ઉપરાંત બંને બહેનો અને સુનિલકુમારના પિતા પણ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. તેઓ તાત્કાલિક પરીક્ષા સેન્ટરથી થોડે દૂર આ ઘટના સ્થળે પહોંચવા માટે નીકળી ગયા હતા. ત્યાં પહોંચ્યા ત્યાર બાદ પોલીસને પણ જાણ કરતા પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો, ત્યાં સુનિલકુમારની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી…

અને ત્યારબાદ સ્વજનોને પણ સોંપી દેવામાં આવી હતી. બિચારો સુનિલકુમાર એક બાજુ પોતાની માતાને સારા સમાચાર સંભળાવતો હતો અને બીજી બાજુ પાછળથી કાળ આંબી ગયું હતું. અને તેનું મૃત્યુ થયું છે, તેને ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે પોતાની માતાને તેની અંતિમ ચિખો સાંભળવાનો વારો આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *