Breaking News

દિવાળી નજીક આવતા ઉઘરાણીનું જોર : પૈસાની ઉઘરાણીમાં વેપારી ઉપર તલવાર અને છરી લઈ હુમલો.. વાંચો..!

હાલ મોટા ભાગનો ધંધો ઉધાર અને વિશ્વાસ પર ચાલતો હોઈ છે. હર કોઈને એવી ઉમ્મીદ હોઈ છે કે ધંધો શાંતિમય રીતે ચાલે અને વિશ્વાસ પણ બંધાયેલો રહે. પરંતુ કોરોનાના આકરા સમયમાં સૌ કોઈના વેપાર ધંધા મંદા પડી ગયા હતા તેમજ સ્વાસ્થ્ય ખર્ચ વધી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાતા ઉધારી અને ઉછીના ચૂકવી શકવામાં અસમર્થ રહ્યા હતા.

જે લોકો એકબીજાની ભવના અને લાગણી સમજે છે તે લોકોને કોઈ વાંધો નથી પરતું અમુક લોકો એક્બીજાના દુઃખ દર્દ સમજવાને બદલે ઉઘરાણી એ માથે ચડી જતા હોઈ છે. જેના લીધે જે તે વ્યક્તિને દબાણમાં આવીને ઊંધું પગલું ભરવાની પણ ફરજ પડી જાય છે.

હવે તો ઉઘરાણી કરવા જતા સામે વાળો ઉલટો ઉઘરાણી કરનાર પર ચડી બેસે છે. ક્યારેયક તો તેને ઉભી પુછડીએ ભગાડે છે. આવો જ એક કિસ્સો મોરબી જીલ્લાના હળવદ તાલુકામા એક વેપારી સાથે બન્યો છે.

વેપારીએ બેટરીના બાકી પૈસાની ઉઘરાણી કરવા ગયો હતો. એ સમયે તેની ઉપર ચાર વ્યક્તિઓએ તલવાર અને છરી જેવા ઘાતકી હથીયાર વડે હુમલો કર્યો હતો. હળવદના કણબીપરામા રહેતા ધવલભાઇ પ્રવીણભાઇ વાધોડીયા બેટરીની દુકાન ચલાવે છે.

તેઓના ઇલ્યાસ નામના યુવક પાસેથી બેટરીના પૈસા લેવાના બાકી હતા. લાંબો સમય વીતી ગયો હતો છતાં પણ પૈસા હાથમાં આવ્યા નોહતા એટલા માટે વેપારીએ ઉઘરાણી કરતા માથાકૂટ થઈ ગઈ હતી.

જેમાં આરોપી ઇલ્યાસે વેપારી ધવલભાઈને ગાળો આપી હતી ત્યારબાદ આરોપી ઇલ્યાસભાઇ યાકુબભાઇ જંગરીએ અન્ય આરોપી કથાજ યાકુબભાઇ જંગરી તથા રજાક હમબાદ જંગરી તેમજ મકબુલ રજાકભાઇ જંગરી રહે. બધા હળવદ જી.મોરબીવાળાઓને ફોન કરતા આ આરોપીઓ દુકાને તલવારો સાથે પહોચી ગયા હતા.

અને વેપારી પર તલવાર છરી વડે તૂટી પડયા હતાં. વધુમાં વેપરીને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી જો કે આ બનાવમાં વેપારીનો બચાવ થયો હતો. જે અંગે પોલીસ મથકે જંગરી સમાજના ચાર આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ પોલીસ ચોપડે નોંધાતા મોરબી પોલીસ કાફલો હળવદ ખાતે દોળી જઇ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ બનાવની જાણ થતા મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ,હળવદ ઈન્ચાર્જ પીઆઈ એ એ જાડેજા, માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો પોલીસ કાફલો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આ પૈકીના ત્રણ આરોપીઓ હળવદ પોલીસના હાથવેતમાં હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *