Breaking News

પહેલો વરસાદ જ 8 વર્ષની દીકરીને તાણી ગયો, નદીમાં ઘોડાપુર આવતા માતાની નજર સામે જ દીકરી તણાઈ ગઈ.. વાંચો ચોંકાવનારો કિસ્સો..!

વરસાદ પડતાની સાથે જ કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાના બનાવો સામે આવ્યા હતા. જેમાં રાજ્યમાં કુલ ૧૦ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૧૫ જેટલા લોકો ઘાયલ થયા છે. વરસાદ શરૂ થતાની સાથે કુદરતી આફતો ત્રાટકવા લાગી છે. કેટલાક જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક જિલ્લામાં વરસાદે ડોકિયું પણ નથી કર્યું.

જુદા જુદા જિલ્લાઓમાં આગાહી પ્રમાણે વરસાદ વરસવા લાગ્યો છે. નર્મદા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે થી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ જિલ્લાના અંતરિયાળ ગામડામાં તેમજ પંચમહાલ અને દાહોદ તેમજ ખેડાના અંતરિયાળ ગામડાઓમાં પણ વહેતી નદીઓમાં ભારે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે..

સતત મૂશળધાર વરસાદ વરસવાને કારણે જંગલ વિસ્તારોમાં પણ ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. એવામાં વાંદરી ગામમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ ગામમાં જીગ્નેશભાઈ મીરાંભાઈ વસાવા પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમની પત્ની શીલાબેન એમની 8 વર્ષની દીકરી મમતા સાથે પોતાના ગામ વાંદરી પરત ફરી રહ્યા હતા..

સાંજનો સમય અને અંધારું ખૂબ વધારે હતું. એટલા માટે તેઓ નદીના રસ્તેથી પોતાના ગામ પરત ફરતા હતા. તેઓ જ્યારે કણજી ગામના કોઝવે નાળા પાસે પહોંચ્યા ત્યારે તેમના પર એક મોટી આફત આવી પડી હતી. કારણકે દેવ નદીના ઉપરવાસમાં સતત પાંચ દિવસના વરસાદને કારણે ઘોડાપૂર આવી ગયું હતું.

આ પુર આટલી બધા તીવ્રતાથી વહી રહ્યું હતું કે, નદીના કોઝવે ઉપરથી પાણી પસાર થતું હતું. શીલા બેન અને તેની આઠ વરસની દીકરી મમતા બંને આના કોઝવે પરથી પસાર થઈને નદી ઓળંગી રહ્યા હતા. એવામાં અચાનક જ વરસાદનું જોર વધતાં પાણીની સપાટીમાં એકાએક વધારો થયો અને પાણીની વહેણના રહેવાને કારણે શીલાબેન તેમજ મમતા બંને આ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

લાંબો સમય વિત્યા બાદ પણ શીલાબેન તેમજ તેમની દીકરી મમતા બંને વાંદરી ગામ પરત આવતા જીગ્નેશભાઈને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. આ બાબતની જાણ તેઓએ ગામના તમામ લોકોને કરી અને ગામના તમામ લોકો તેમની શોધખોળ કરવા માટે નીકળી ગયા હતા. ગામની આસપાસના વિસ્તારોમાં શોધખોળ બાદ ક્યાંય પણ આ બંનેનો અત્તોપત્તો લાગ્યો ન હતો..

છેવટે તંત્રની મદદ લેવામાં આવી હતી અને શોધખોળ કરતા શીલાબેન મળી આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે સાંજના સમયે પાણીના વહેણની અંદર શીલા બેન અને તેમની આઠ વર્ષની દીકરી મમતા બંને તણાઈ ગયા હતા. મમતાનો હાથ છૂટી જતાં તે પાણીના પ્રવાહમાં તણાતી ચાલી ગઈ અને શીલા બેનના હાથમાં પથ્થર આવી જતા તે બચી ગયા હતા.

શીલા બહેને પોતાની નજર સામે પોતાની વહાલસોયી દીકરીને જણાતા જોઈ હતી. આ પ્રકારનું દ્રષ્ય જોવું કોઈ પણ માતા માટે સહેલું હોતું નથી. તેમની દિકરીનો તો હજુ સુધી અતો પતો મળ્યો નથી. આ નદી જે વિસ્તારમાંથી પસાર થાય છે. તે તમામ વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ બાળકીનો મૃતદેહ કે તેની કોઇ પણ પ્રકારની જાણ ન મળતા માતા-પિતા ઉપર આફતોના વાદળ ફાટી નીકળ્યા છે..

ચોમાસાનો માત્ર પહેલો વરસાદ વરસ્યો હતો. જેમાં એક બાળકીનો ભોગ લેવાતા ગામમાં ચકચાર મચી ગયો છે. તેમ જ પરિવારજનોમાં શોકનું માહોલ છવાઇ ગયો છે. આ બનાવની જાણ થતાની સાથે જ ડેડીયાપાડા તાલુકાના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના મોટા મોટા અધિકારીઓ વાંદરી ગામ પહોંચી ગયા હતા..

જેમાં મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. તેમજ તેમની આઠ વરસની વહાલસોયી દીકરીને નદીમાંથી શોધી કાઢવા માટે જરૂરી તાજવીજ હાથ ધરી હતી. હકીકતમાં આ દુખ સહન કરવું કોઇપણ પરિવારજનો માટે સેહલુ નથી. આ વર્ષના ચોમાસાના આગમન થતાની સાથે જ જુદા જુદા જીલ્લાઓ માંથી ભારે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *