Breaking News

પહાડી રસ્તા પર બાઈક સવારનું બેલેન્સ બગડ્યું અને બાઈક ચાલકના નસીબે ખેલ્યો મોટો ખેલ…

આજકાલના યુવાનો ટ્રાફિક થી બચવા માટે ટૂંકા રસ્તાઓ અપનાવતા હોય છે. તેઓ જલ્દી અન્ય સ્થળે પહોંચવા માટે મોટા વાહનો જેવા કે ટ્રક અને બસ નું કરતા જોવા મળે છે. આવા મોટા વાહનો ઝડપથી ઓવરટેક કરતી વખતે તેઓ ચાર રસ્તા ઉપરથી પોતાની બાઈક ચલાવતા હોય છે.

પરંતુ આવું ક્યારેક ખૂબ જ જોખમી બની શકે છે. તેમજ પહાડોના રસ્તા ઉપર મોટા તેમજ ભારે વાહનો ઓવરટેક કરવું એ મૃત્યુને આમંત્રણ દેવું બરાબર છે. આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ અને હિમવર્ષાના કારણે પહાડોના રસ્તાઓ લપસણા બની જતા હોય છે. આવી સ્થિતિમાં મોટા વાહનો તેમજ બાઈક ચાલકો માટે પણ સાવધાનીથી ચાલવાની ફરજ પડે છે.

પરંતુ કેટલીકવાર ઘણા લોકો જાણીજોઈને આવા રસ્તા ઉપર પોતાનું વાહન ઝડપથી ચલાવવાની ભૂલ કરતા હોય છે. આ ભૂલ તેમની માટે ખુબ જ મોંઘી સાબિત થઈ શકે છે આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક બાઈક સવાર પોતાની આગળથી જતો માલસામાન ભરેલા ટ્રક ને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

પરંતુ અચાનક જ બાઈક સવાર સાથે એવું થાય છે કે જે જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ટ્રકને ઓવરટેક કરતા સમયે અચાનક જ બાઇક સવારનું સંતુલન બગડે છે. તે તેની બાઈક પર કાબુ મેળવી શકતો નથી પહાડનાં રસ્તાઓ વરસાદ અને હિમવર્ષા ના કારણે લગભગ સમાન બન્યા હોવાથી બાઈક ખીણ તરફ લપસતો જોવા મળે છે.

પરંતુ બાઈક સવારના નસીબ સારા હોવાથી તે બચી જાય છે. કારણકે ખીણ થી થોડાક જ અંતર દૂર બાઈક ઊભી રહી જાય છે. જો બાઈક તરફ થોડી પણ વધુ સ્લીપ થઈ હોત તો બાઈક અને બાઈક સવાર બંને ખીણમાં પડી શકે તેવી સ્થિતિમાં હતા. એકવાર ખીણમાં પડ્યા બાદ તેનો જીવ બચાવો અશક્ય હતો કારણકે ખેડા ખુબજ વિશાળ અને ઊંડી હતી.

વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વરસાદ અને બરફના કારણે પહાડી વિસ્તારના રસ્તો કાદવ વાળો છે તેમ છતાં પણ બાઈક સવાર તે સમજવા માટે તૈયાર થતો નથી. અને તે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે. પરંતુ તેના સારા નસીબ ને કારણે તે ભયંકર અકસ્માતનો ભોગ બનતા બચી જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *