પગ લપસતા એકનો એક દીકરો 250 ફૂટના બોરવેલમાં ફસાઈ ગયો, બચાવવા માટે આવેલા દાદાનો દેશી જુગાડ જોઈ સૌ કોઈ પગે પડી ગયા..!

ઘણી બધી વાર આપણે સાંભળ્યું છે કે, નાના બાળકો રમત રમતી વખતે નજીકમાં રહેલા બોરવેલની અંદર પડી જતા હોય છે. બોરવેલ ખૂબ જ સાંકડો હોય છે. અને તેની અંદર નાના બાળકો આસાનીથી સલવાઈ જાય છે અને ત્યારબાદ તેમને બહાર કાઢવા એ ખૂબ મોટી મથામણ હોય છે. કારણ કે આવા સમયે બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાય છે..

આ ઉપરાંત તેમને બહાર કાઢવા માટે ઘણી બધી મહેનત કરવામાં આવે છે. છતાં પણ અમુક વખત જો નિષ્ફળતા મળે તો બાળકનો જીવ પણ જતો રહેતો હોય છે. અત્યારે રાજસ્થાનના ઝાલોરમાં ગામમાં રહેતા મેંબારામ ચૌધરીના ખેતરમાં કંઈક આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો છે.

તેમના ખેતરમાં અંદાજે 250 ફૂટ ઊંડો એક બોરવેલ છે. જે બોરવેલ માત્ર થોડા દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. આ બોરવેલની પાસે રમત રમતા કેટલાક બાળકોમાંથી 12 વર્ષનો એક દીકરો તેની અંદર ચાલ્યો ગયો હતો. રમતા રમતા તેનો પગ લપસ્યો અને તે બોરવેલમાં પડી ગયો..

તે બોરવેલમાં ઊંડે સુધી ફસાઈ ગયો હતો. જ્યારે તેની સાથે રમતા કેટલાક બાળકોએ દોડી જઈને બાર વરસના દીકરાના પિતા જોઈતારામ ચૌધરીને જાણકારી આપી હતી કે, તેમનો દીકરો બોરવેલની અંદર ફસાઈ ગયો છે. આ સમાચાર મળતાની સાથે જ તરત જ ગામના અગ્રણીઓ અને કેટલાક વડીલો પણ આ વાડી પાસે પહોંચી ગયા..

બાળકના માતા-પિતા તો ખૂબ જ હેબતાઈ થઈ ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે, હવે તેઓ કેવી રીતે તેમના બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢશે કારણ કે તેમનો દીકરો 12 વર્ષનો છે. અને તે આ બોરવેલની અંદર સલવાઈ ગયેલો હોવાથી તેને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ કામ હતું.

ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, આપણા ગામમાં રહેતા એક વડીલ વ્યક્તિને પોતાના દેશી જુગાડથી બોરવેલની અંદર ફસાયેલા બાળકોને બહાર કાઢતા આવડે છે. તેઓ પોતાની માસ્ટરી દેખાડી દરેક બાળકોને સહી સલામત બોરવેલની અંદરથી બહાર કાઢી શકે છે. બસ આ સાંભળતાની સાથે તરત જ તેઓને ફોન કરીને ત્યાં બોલાવી લેવામાં આવ્યા હતા..

તેઓએ પોતાના દેશી જુગાડની મદદથી કામગીરી પણ શરૂ કરી દીધી હતી. જેમાં તેઓ એકસરખી લંબાઈની ત્રણ પાઈપોલ લીધી હતી. અને આ ત્રણેય પાઇપો અને એકબીજા સાથે બાંધી દીધી. આ પાઇપોને ત્રિકોણ આકારમાં બાંધવામાં આવી હતી અને છેલ્લે એક ટી આકાર પણ બનાવવામાં આવ્યો હતો..

આ આકાર પાસે એક ઝાળ બનાવવામાં આવી અને તેને દોરી સાથે જોડી દેવામાં આવી હતી. જ્યાં કેમેરો પણ લગાડી દેવામાં આવ્યો. આ કેમેરાની મદદથી ખબર પડે છે કે, બોરવેલમાં ફસાયેલો બાળક આ ઝાડની અંદર ફસાયો છે કે, નહીં..? જો ઝાડની અંદર ફસાઈ ગયો હોય તો તેને તરત જ ખેંચીને બહાર કાઢી લેવામાં આવે છે..

દેશી દાદાની આ જુગાડ બંધી જોઈને સૌ કોઈ લોકાના મગજ તમ્મર ખાઈ ગયા હતા. કારણ કે ત્યાં ભણેલ ગણેલ ઘણા બધા વ્યક્તિઓ ઉભા હતા. ઉપરાંત પોલીસને જાણકારી પહોંચી ગઈ હતી. એટલા માટે પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પરંતુ કોઈ પણ વ્યક્તિની અક્કલ ચાલી નહીં અને અંતે આ દેશી માણસની કોઠાસૂઝથી આ બાળકને બોરવેલ માંથી બહાર ખેંચી લેવામાં આવ્યો હતો..

અને તેનો જીવ બચી ગયો છે. પોતાના કોઠાસૂઝ અને દેશી જુગાડથી આ બાળકને બચાવનાર વ્યક્તિનું નામ સુથાર હોવાનું સામે આવ્યું છે. જે મેવાડાનો નિવાસી છે. જ્યારે આ બાળકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર રહેલી પોલીસની ટીમોએ તરત જ મેડિકલ ટીમને પણ ત્યાં બોલાવી લીધી હતી..

જેઓએ તપાસ કરી અને બાળક બિલકુલ સ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું. માથારામ સુથાર જ્યારે બાળકને બચાવવા માટે આવી પહોંચ્યા ત્યારે માત્ર 15 મિનિટની અંદર જ આ બાળકને બોરવેલ માંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે, આ બાળક 250 ફૂટ ના બોરવેલમાં સો ફૂટ જેટલો દૂર ફસાઈ ગયો હતો. છતાં પણ તેમના આ જુગાડથી બાળકને બચાવી લેવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment