પાડોશીને ઘરના લોકો દોઢ મહિનાથી ગુમ હોવાની શંકાને લીધે આંગણામાં ખોદતાં મળ્યું એવું કે, જોઇને લોકોમાં હાહાકાર મચી ગયો..!!

દરેક વિસ્તારમાંથી આપણને એટલા ગંભીર બનાવો બનતા દેખાઈ રહ્યા છે કે જેમાં એકસાથે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. લોકો આજકાલ પોતાના પારિવારિક ઝઘડાઓને વધારે આગળ લઈ જઈ પોતાના જ પરિવારના લોકો સાથે બદલો લઈ રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના રતલામ જિલ્લાની વિંધ્યવાસીની કોલોનીમાં રહેતા પરિવાર સાથે બની છે.

પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહેતા હતા. પતિ સોનુ તલવાડી તેમની ઉંમર 33 વર્ષની હતી. તે પોતાના પરિવાર સાથે નોકરી કરીને પોતાનું જીવન પસાર કરતા હતા. સોનું ભાઈના લગ્ન બીજી વાર થયા હતા. તેમની પહેલી પત્ની સાથે તેને સારું એવું બન્યું નહીં. જેના કારણે પહેલી પત્ની સોનુ ભાઈને મૂકીને જતી રહી હતી.

અને પહેલી પત્નીએ સોનુભાઈ સામે છુટાછેડા લીધા પછી ભરણપોષણ માટે કોર્ટ કેસ પણ કર્યો હતો. ત્યારબાદ સોનુભાઈએ તેમની બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. પત્નીનું નામ નિશા હતું. નિશાની ઉંમર 30 વર્ષની હતી. નિશાને સંતાનમાં એક દીકરો અને દીકરી હતી. દીકરો અમન તેમની ઉંમર 7 વર્ષની હતી અને દીકરી ખુશી તેમની ઉંમર 3 વર્ષની હતી.

નિશા સાથે સોનુભાઈ લિવિન રિલેશનશિપમાં રહેતા હતા. સોનુભાઈના પિતા રેલવે કર્મચારી હતા પરંતુ તેમના મૃત્યુ પછી સોનુભાઈને ટ્રેકમેનની નોકરી મળી હતી. સોનુભાઈ પ્રતાપ નગર રેલવે ફાટકની ગેંગ નંબર 60 માં જમાદાર તરીકે પોતાની ફરજ બજાવતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ સોનુભાઈનો મગજ ખૂબ જ ગુસ્સાવાળો હતો.

જેના કારણે તેને પોતાની પહેલી પત્ની સાથે પણ સારું એવું બન્યું નહીં. પહેલી પત્ની સાથે પણ ઝઘડાઓ થતા હતા અને તેમણે નિશા સાથે લગ્ન કર્યા પછી પણ નિશા સાથે તેના અણબનાવો ચાલતા હતા. ઘણા મહિનાઓથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. નિશાના પિતા છોટાલાલ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં તેના ગામમાં રહેતા હતા.

નિશાએ પોતાના પરિવારથી વિરુદ્ધ જઈને સોનુભાઈ સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે નિશાના પરિવારના લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા અને નિશાનો દરેક સામાન તેમજ તેમના ફોટો પણ પરિવારના લોકોએ સળગાવી નાખ્યા હતા. પરંતુ સોનુભાઈએ પહેલા નિશા સાથે લગ્ન કર્યા ત્યારે ખૂબ જ સારી રીતે સાચવશે તેમ કહ્યું હતું.

પરંતુ થોડા મહિનાઓથી નિશા સાથે તેઓ ખૂબ જ ઝઘડો કરી રહ્યા હતા અને જેના કારણે તેમના બાળકો પર નિરાશ રહેતા હતા. અચાનક જ સોનુભાઈના ઘરમાંથી નિશા તેમનો દીકરો અમન અને દીકરી ખુશી દેખાતા બંધ થઈ ગયા હતા. પરિવારના લોકો અચાનક જ ગાયબ થયા હતા. પાડોશીના લોકોને દોઢ મહિનાથી તે સોનુભાઈની પત્ની કે બાળકો દેખાતા ન હતા.

જેના કારણે કોલોનીના લોકોએ પોલીસને આ વાતની જાણ કરી હતી અને આ ઘરમાં કોઈ ખરાબ ઘટના બની છે તેમ જણાવ્યું હતું અને સોનુ ભાઈના હાવભાવ ઉપરથી પણ પાડોશીના લોકોને શંકા જતી હતી. જેના કારણે પોલીસે સોનુની કડક પૂછપરછ કરી હતી પરંતુ સોનુભાઈએ કોઈ પણ વાત જણાવી નહીં. ત્યારબાદ સોનુભાઈએ જણાવ્યું કે, તેમના આંગણામાં તેઓએ હમણાં પ્લાસ્ટર કામ કરાવ્યું છે.

જેના કારણે પોલીસને શંકા જતા આંગણામાં ખોદકામ કર્યું હતું. તે સમયે આંગણામાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં બે બાળકોને મૃત્યુ અને એક મોટી વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ પોલીસે સોનુભાઈની કડક પૂછપરછ કરી હતી. ત્યારે સોનુભાઈ એવું જણાવ્યું કે, જે સાંભળતા જ પોલીસ પણ ચોકી ગઈ હતી.

અને તેમના પાડોશીના લોકો પણ ગભરાઈ ગયા હતા. સોનુભાઈએ પોતાના જ પરિવારની પત્ની અને તેમના દીકરા દીકરીઓ સાથે એવી ઘટના કરી નાખી હતી કે એક દિવસ સોનુભાઈ અને તેમની પત્ની નિશા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સોનુભાઈ ઉશકેરાઈ જઈને નિશા અને તેમના બંને બાળકો પર જીવલેણ હુમલો કર્યો હતો.

જીવલેણ હુમલો કરતા જ અમન, ખુશી અને નિશા મૃત્યુ પામ્યા હતા. સોનુભાઈ ખૂબ જ ગભરાઈ ગયા હોવાને કારણે તેઓએ પોતાના જ આંગણામાં તેમના મિત્ર બંટીની મદદથી ખાડો કરાવીને દાટી દેવાનું વિચાર્યું હતું અને મજૂરોને પાણીની ટાંકી બનાવવાની છે તેમ કહીને ખાડો કરાવ્યો હતો.

ત્યારબાદ લગભગ 3.5 પહોળો, 5 ફૂટ લાંબો, 3-4 ફૂટ ઊંડો ખાડો ખોદાવી મોડી રાત્રે ત્રણેયના મૃતદેહને તેમણે દફનાવી દીધા હતા. ત્યારબાદ તેના ઉપરથી પ્લાસ્ટર કરી નાખવામાં આવ્યું હતું. કોઈને પણ જાણ ન થાય તેવી રીતે ત્રણેયના મૃતદેહને તેમણે પતાવી દીધા હતા. આ જાણ થતા જ પોલીસ પણ ગભરાઈ ગયા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment