Breaking News

પાડોશીને માથે ઇંટના ઘા મારીને દાદાગીરી કરતા ભાજપના વોર્ડપ્રમુખની કરતૂતો આવી સામે, ઝગડાનું કારણ જાણીને હોશ ઉડી જશે..!

ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એવામાં પાર્ટીની અંદર સામેલ લોકો જાહેર જનતા સામે દાદાગીરી દેખાડે તો કાયદેસર તેમના પરિણામ ખરાબ આવવાની સંભાવના રહે છે. આવો એક બનાવ રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે બન્યો છે. રાજકોટની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં નિલેશ ભાઈ બાબુભાઈ શિંગડીયા રહે છે..

તેમની બાજુમાં સંજય પીપળીયા નામનો યુવક રહે છે. જે વોર્ડ નંબર 11 નો પ્રમુખ છે. અને પોતે ભાજપ પાર્ટીમાં ખૂબ મોટી ઓળખાણ ધરાવવાનો દાવો કરે છે. એક દિવસ નિલેશભાઈને કોઈ કારણોસર સંજયભાઈ પીપળીયા સાથે માથાકૂટ થઇ હતી. પરંતુ એ માથાકૂટ ને લઈને સંજય પીપળીયા ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો..

અને પોતાના વોર્ડ પ્રમુખ હોવાનો ફાયદો ઉઠાવીને દાદાગીરી કરવા લાગ્યો હતો. સંજય પીપળીયા વારંવાર નિલેશભાઈના ઘર પાસે મોટી ગાડી પાર્કિંગ કરતા હતા. એટલા માટે નિલેશભાઈને આ બાબતે ખુબ જ તકલીફ પડતી હતી. તેઓને ઘરની બહાર નીકળવામાં પણ પ્રોબ્લેમ આવતો હતો..

એટલા માટે તેઓ એક દિવસ સંજય પીપળીયાને કહ્યું હતું કે તમે દર વખતે મારા ઘરની સામે શા માટે કાર પાર્કિંગ કરો છો.?  અમને ખૂબ જ મુશ્કેલી પડે છે. એટલા માટે હવે તમે આ કાર હટાવી લેજો. આટલું સાંભળતાની સાથે જ તે ખૂબ જ ઉશ્કેરાઇ ગયા હતા. અને કહેવા લાગ્યા હતા કે તું મને ઓળખે છે કે નહીં..? હું વોર્ડ પ્રમુખ છું. મારી ખૂબ જ મોટી મોટી ઓળખાણ છે ..

એમ કહીને રસ્તા પર પડેલી તેઓ ઊંચી હતી અને નિલેશભાઈના માથા પર ઘા લાગ્યા હતા. કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતોને લઈને વોર્ડ પ્રમુખ હિંસાને નોતરું આપીને બેઠા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. બીજી બાજુ નિલેશભાઈ ખૂબ જ ઇજાગ્રસ્ત થઇ જતાં આસપાસના અન્ય પડોશીઓ પણ તાત્કાલીક દોડી આવ્યા હતા..

તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108 ઘટનાસ્થળ પર સમયસર પહોંચી ગઈ હતી. અને નિલેશભાઈને માથાના ભાગે ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બાબતને લઈને નિલેશભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને પ્રમુખ સંજય પીપળીયાની ધરપકડ પણ કરી છે.

પોતાની સત્તાનો ઉપયોગ કરીને સામેવાળી વ્યક્તિને નાની સમજીને તેના ઉપર હુકમ ચલાવામાં ખૂબ જ ખોટી બાબત છે. આ સાથે સાથે માર મારતા ની ફરિયાદ નોંધાતા જ સંજય પીપળીયા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ખરેખર એક સાચા પાડોશીનું કામ એકબીજાના દુઃખમાં ભાગીદારી નોંધાવાનું છે. પરતું અહિયાં કૈક જુદા જ દ્રશ્યો દેખાયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *