Breaking News

પડોશીએ આપેલી રસ પૂરી ખાઈને સુતેલા પરિવાર સાથે અડધી રાત્રે થયું એવું કે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો..!

આજકાલના સમયમાં અમુક વ્યક્તિઓ શરૂઆતમાં આપણી સાથે વાતચીત કરવાની કોશિશ કરે છે, ત્યારબાદ આપણી સાથે ખૂબ જ સારા સંબંધો પણ બનાવે છે અને ત્યારબાદ સંબંધ તેમજ વિશ્વાસ જીતીને આપણી સાથે એવડું મોટું કારનામું આચરી બેસે છે કે, આપણે પાછળ જઈને પછતાવાનો વારો આવતો હોય છે..

વિશ્વાસ વચન અને વાયદા ની કોઈપણ પ્રકારની વેલ્યુ ન હોય તેવી રીતે છેતરપિંડી કરવા માટે આપણા નજીકના વ્યક્તિઓ જ આપણા ઉપર ખૂબ જ હાવી બની જતા હોય છે, હાલ એક પડોશીએ એવડું મોટું કારનામું રચી દીધું હતું કે, બિચારો પરિવારને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો હતો..

વિનોદભાઈ અને પ્રવીણભાઈ નામના બે વ્યક્તિઓ બાજુના મકાનમાં છેલ્લા આઠ મહિનાથી રહે છે, વિનોદભાઈ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે પ્રવીણભાઈનો પરિવાર ખૂબ જ સંઘર્ષની જિંદગી જીવતા હતા. પ્રવીણભાઈની નોકરી છૂટી જવાને કારણે તેમનો પરિવારની હાલત દિન પ્રતિ દિન ખરાબ થવા જવા પામી હતી..

હંમેશા પ્રવીણભાઈ અને તેમનો પરિવારની મીઠી નજર વિનોદભાઈના પરિવાર ઉપર હતી, વિનોદભાઈ તેમના પરિવાર સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા. તેમને એવી તો શી ખબર કે તેમના પડોશમાં રહેતા પ્રવીણભાઈ અને તેમનો પરિવાર તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી આચરી નાખશે..

પડોશી સંબંધ સારા હોવાને કારણે એક દિવસ પ્રવીણભાઈએ તેમની પત્નીને ઘરે રસ પુરી બનાવવા માટે જણાવ્યું હતું, જ્યારે પ્રવીણભાઈની પત્ની રસ પુરી બનાવી દીધી, ત્યારબાદ આ રસ પુરીને તેમના પડોશી વિનોદભાઈ માટે મોકલાવી હતી અને કહ્યું કે તેઓએ ખૂબ જ સારા ભાવથી આ રસ પુરી પોતાને ઘરે બનાવી છે..

અને તેમને ચાખવા માટે આપી રહ્યા છે, ખૂબ જ વધારે રસ પુરી પ્રવીણભાઈ વિનોદભાઈના ઘર સુધી પહોંચાડી આવ્યા હતા અને ત્યારબાદ વિનુભાઈ ના પરિવારજનોએ આ રસ પુરીને ખાધી હતી. ત્યારબાદ તેઓ સુઈ ગયા હતા, જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમના ઘરની અંદર એવી ઘટના બની ચૂકી હતી કે, તેમને માથે હાથ દઈને રડવાનો વારો આવી ગયો હતો..

જ્યારે વિનોદભાઈ સવારમાં વહેલા ઊઠે ત્યારે તેમના ઘરની અંદરની તમામ સાધન સામગ્રીઓ વેર વિખેર થઈ ચૂકી હતી, તેમના ઘરના હોલમાં મૂકેલું તેમનું પાકીટ પણ ગાયબ હતું. આ ઉપરાંત જ્યારે ઘરના ઉપરના માળે તપાસ કરીએ તો કબાટના તાળા પણ તૂટેલા હતા. આ દ્રશ્ય જોતા જ હોય તેવો સમજી ગયા કે તેમના ઘરમાં ખૂબ જ મોટી ચોરી થઈ છે..

પરંતુ આ ચોરી કેવી રીતે થઈ છે તે તેમની ઘરમાં રહેલા એક પણ સભ્યને ખબર હતી નહીં, સમગ્ર પરિવાર ઘસઘસાટ ઊંઘમાં સૂતો હતો ત્યારે ઘરની અંદર ચોર લુંટારા ઘૂસીને તાળું તોડીને કિંમતી સામાન લૂંટીને જતા રહ્યા છતાં પણ તેમને ખબર રહી નથી, આવા જ્યારે વિનોદભાઈએ પોલીસ સમક્ષ રજૂ કરી ત્યારે પોલીસે જણાવ્યું કે, નક્કી તમને કોઈ વ્યક્તિએ ઊંઘની ગોળી આપી દીધી હશે..

જેનાથી તમને ચોરીની આ ઘટનાની જાણકારી રહી નથી, અને આ ચોરી પાછળ નક્કી તેમના જ કોઈ નજીકનો વ્યક્તિ હોવો જોઈએ જે ખૂબ જ સરળતાથી પ્લાનિંગ કરીને ચોરી કરીને જતો રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, તમે રાત્રિના સમયે શું ભોજન લીધું હતું, ત્યારે વિનોદભાઈએ જણાવ્યું કે તેમના પડોશમાં રહેતા પ્રવીણભાઈ અને તેમનો પરિવાર સાંજે રસ પુરી આપી ગયો હતો..

આ રસ પુરી ખાઈને સમગ્ર પરિવાર સૂઈ ગયો હતો, આ રસ પુરી ખાતાની સાથે જ સમગ્ર પરિવાર ખૂબ જ વહેલા સુઈ ગયો અને તેમને ખૂબ જ વધારે ઊંઘ આવી હતી, નક્કી આ રસ પુરીની અંદર જ કોઈ ચીજ વસ્તુ ભેળવેલી હોવી જોઈએ. આ બચેલી રસ પુરીના સેમ્પલની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, રસની અંદર દવા ભેળવી દેવામાં આવી હતી..

આ રસ ખાતાની સાથે સમગ્ર પરિવાર ખૂબ જ ઊંડી ઊંઘમાં સુઈ ગયો હતો અને ત્યારબાદ કોઈ વ્યક્તિ ચોરી કરીને તેમના ઘરેથી જતું રહ્યું છે, આ મામલો સામે આવતાની સાથે જ સમગ્ર પરિવારને શંકા તેમના પડોશમાં રહેતા પ્રવીણભાઈ ઉપર ગઈ હતી. જ્યારે પ્રવીણભાઈ અને તેમના પરિવારજનોની કડક પૂછપરછ કરવામાં આવી અને તેમના ઘરની તલાસી મેળવવામાં આવી તો..

ચોરી થયેલો તમામ સામાન પ્રવીણભાઈના ઘરેથી મળી આવ્યો હતો, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી સાફ થઈ ગયું હતું કે, પ્રવીણભાઈ એ જ રસની અંદર ઊંઘની ટીકડીઓ ભેળવી દઈને વિનોદભાઈના પરિવારને ઊંડી ઊંઘમાં ધકેલી દીધો હતો અને ત્યારબાદ તેમના ઘરેથી ખૂબ જ મોટી રકમની ચોરી કરી લીધી હતી..

એક પડોશીએ જ અન્ય પાડોશીના ઘરેથી ચોરી કરી લેતા સમગ્ર સોસાયટીમાં મચી જવા પામ્યો હતો, આ ઘટનાને લઈને વિનોદભાઈએ પ્રવીણભાઈ અને તેમના પરિવારજનો ઉપર કાયદેસરની ફરિયાદ નોંધાવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *