Breaking News

પડોશીએ આપેલા કુરકુરિયા ખાતા જ 6 વર્ષની દીકરીનું મોત થયું, મોતના 15 દિવસ બાદ દફન કરેલી દીકરીની લાશને બહાર કાઢીને જોયું તો હોશ ઉડી ગયા.. વાંચો..!

અત્યારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી ચૂકી છે. આ ઘટના જાણ્યા બાદ લોકોમાં ફફળાટનો માહોલ સર્જાઈ ગયો છે. હાલ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલી એક સોસાયટીની અંદર ભીમારામ શિરવી તેની પત્ની રેખા સીરવી અને તેમની છ વર્ષની દીકરી તનિષ્કારની સાથે રહીને જીવન ગુજારે છે..

તનિષ્કાના પિતા ભીમારામ બેંગ્લોરની કંપનીમાં કામ કરે છે. એક દિવસ તનિષ્કા જ્યારે તેના મોહલ્લામાં રમતી હતી. ત્યારે ત્યાં પડોશમાં રહેતી કન્યા દેવી નામની એક મહિલાએ તેને ખાવા માટે કુરકુરિયા આપ્યા હતા. આ ઉપરાંત તનિષ્કારની સાથે અન્ય બે બાળકો પણ રમી રહ્યા હતા. આ બાળકોએ પણ આ કુરકુરિયા ખાતા હતા..

પરંતુ જ્યારથી તેઓએ આ કુરકુરીયા ખાધા હતા. ત્યારથી તેમની તબિયત ધીમે ધીમે બગડવા લાગી હતી. આ ત્રણેય બાળકોની હાલત એટલી બધી ગંભીર થઈ ગઈ કે, તેમને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવા પડ્યા હતા. ત્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તરત મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે અન્ય બે બાળકો સાજા થઈ ગયા ત્યારે આ ઘટનાના સમાચાર સુધી પહોંચ્યા ત્યારે તેઓ બેંગલોરથી પોતાને વતન આવવા માટે નીકળી ગયા હતા. તો બીજી બાજુ તનિષ્કાના દફનવિધિ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી અને પરિવારજનો એ રીતે રિવાજ મુજબ આ કામગીરીને પૂર્ણ કરી દીધી હતી..

જ્યારે તનિષ્કાના પિતા બેંગ્લોરથી પોતાને વતન પહોંચ્યા ત્યારે તેને શંકા જવા લાગી હતી કે, તેના મોહલ્લામાં રહેતી કન્યા દેવી નામની મહિલાએ રાત્રે બાળકોને કુરકુરી આપ્યા હતા અને આ ત્રણેય બાળકોની તબિયત બગડી ગઈ હતી. જેમાં તેમની લાડકી દીકરીનું મૃત્યુ થયું છે. તો નક્કી આ કુરકુરિયામાં કંઈક મિલાવટ હોવી જોઈએ એટલા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવાની માંગે તેઓએ કરી હતી..

અને આ માંગને પૂરી કરવા માટે તેમની દીકરીની દફન કરેલી લાશને બહાર કાઢવાની ફરજ આવી પડી હતી. જ્યારે તેના મૃત્યુના 15 દિવસ બાદ તેને બહાર કાઢવામાં આવી ત્યારે દ્રશ્ય જોઈને સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા હતા. આ લાશને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.

અત્યારે આ દીકરીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ થઈ રહ્યો છે. જેને રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થઈ શકશે પરંતુ પ્રાથમિક તપાસમાં એવી જાણકારી મળી છે કે, આ કુરકુરિયાની અંદર પડોશમાં રહેતી કન્યા દેવી નામની મહિલાએ શહેરીલો પદાર્થ ભેળવી દીધો હતો. જેને લઈ આ દીકરીનું મૃત્યુ થઈ ગયું છે..

બીચારા નાના બાળકોનો શું વાંક કે, તેને આ કુરકુરિયા ખાતાની સાથે જ મોતનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ તાનીશ્કાના માતા રેખાબેન અને પિતા ભીમારામ બંને આ બનાવને લઈને દુઃખના ઊંડા અઘાતમાં ચાલ્યા ગયા છે. બાળકોને જ્યારે કોઈ પણ વ્યક્તિ ખાવા પીવાની ચીજ વસ્તુ આપે છે..

ત્યારે તેઓ અજાણ્યા વ્યક્તિ ઉપર પણ ભરોસો મૂકીને તે ચીજ વસ્તુને ખાઈ લેતા હોય છે. પરંતુ જ્યારે બાળકો નાના હોય ત્યારથી જ તેમને સલાહ શિખામણ આપતું રહેવું જોઈએ કે, અજાણ્યા વ્યક્તિ પાસેથી કોઈ પણ ચીજ વસ્તુ ન લેવી જોઈએ અને અજાણીએ વ્યક્તિ સાથે વાતચીત પણ કરવી ન જોઈએ કોઈક વખત એવો માઠો બનાવ સાંભળવો પડે છે કે, જેને લઇ દરેક માતા-પિતા ખૂબ જ દુઃખી થઈ જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે ચા બનાવતી મહિલા સાથે બની એવી ઘટના કે શરીર ચૂંથાઈને કચ્ચરઘાણ બોલી ગયું, આવી ઘટના ક્યારેય નહી જોઈ હોઈ..!

ઘરની મહિલાઓ સવાર પડતાની સાથે જ વહેલા ઊઠીને ઘરનું કામકાજ કરવામાં લાગી પડતી હોય છે, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *